સિસરાણા ગ્રામજનોનો વ્યસનમુક્તિનો ઠરાવ.
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં કોઈ શખ્સ દારૂ પીતા કે વેચતા પકડાશે તો જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પ્રતિબંઘ મુકાશે
ગુજરાત સમાચાર :- ૧૬.૧૦.૨૦૧૫
વ્યસનોને તીલાંજલી આપવાનો ગ્રામજનોનો નિર્ણય. યુવકોના સહકારથી સરપંચે બીડું ઝડપ્યું . ગામને વ્યસનમુકત કરવા માટે એક જ અવાજ
વડગામ,તા.૧૫
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં વસતા ગ્રામજનોનો એક જ નિર્ણય કે અમારે ગામમાંથી વ્યશનોને કાયમ માટે તીલાંજલી આપીને સમગ્ર ગામને નિર્વ્યસની બનાવવું છે. જેમાં ગામલોકો એકત્ર થઈને ગામમાંથી પ્રથમ દારૃના દૂષણને દૂર કરવા નિર્ણય કરાતાં લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.
વડગામ તાલુકાના સિસરાણા ગામમાં છેલ્લા કેટલાય સમયથી વ્યસનોના દૂષણને ગામમાં ઘેલુ લગાવતાં ગામના લોકો ચિંતીત બની રહ્યા હતા. તાજેતરમાં જ ગુજરાત ઠાકોર સમાજના યુવા અગ્રણી અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના યુવાનોને વ્યસનોથી દૂર રહીને ઠાકોર સમાજના યુવાનો એક બની સમાજને નિર્વ્યસની બનાવી યુવાનોમાં જાગૃતિ લાવવાની ટકોર કરતાં સિસરાણાના ઠાકોર સમાજના યુવાનોએ સંકલ્પ કરીને સરપંચ સમક્ષ વ્યસનને નાબૂદ કરવા વિચાર વ્યક્ત કરતાં જ સિસરાણાના સમાજ સેવક તરીકે સરપંચ જ્યંતિલાલ રાવળને ગામને નિર્વ્યસની બનાવવા યુવકોનો સહકારથી બિડુ ઝડપી લઈને સમગ્ર ગ્રામજનોની ગ્રામસભા બોલાવીને ગામમાંથી વ્યશનોને દૂર કરવાની વાત ગામલોકો સમક્ષ મૂકતાં ગામના યુવાનો-વડીલો એક બની ગામમાંથી પ્રથમ દારૃના દૂષણને સિસરાણા ગામમાંથી તિલાંજલિ આપી હતી.
જેમાં ે ગામના યુવાનોએ ગામમાં દારૃ પીવો કે વેચવા પર પ્રતિબંધ મૂકીને દારૃ પીનાર કે વેચનાર ઈસમને ગ્રામજનો દ્વારા એવું નક્કી કરાયું છે કે, જો કોઈપણ સમાજનો ઈસમ દારૃ વેચતો હોવાનું ધ્યાને આવશે તો ગ્રામજનો દ્વારા આ ઈસમને ગામમાંથી જીવન જરૃરિયાતની ચીજવસ્તુ પર પ્રથમ પ્રતિબંધ મૂકીને તેને દારૃ જેવા દૂષણથી દૂર રહેવા જણાવશે. સાથે સાથે ગ્રામજનો દ્વારા ગામમાંથી વ્યસનથી દૂર રહેવા સંમતિ બતાવી હતી અને ગ્રામજનો દ્વારા સ્વૈચ્છાએ જ ગામમાં સફાઈ ઝૂંબેશ પણ હાથ ધરી હતી.