વડગામ પંથકમાં શેરડીના વાવેતર થકી સ્વપ્નું સાકાર કરવાનો પ્રયત્ન.
તાજેતરમાં ધાણધારની ધરા ઉપર ફરી એક વખત ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ પોતાના ખેતરમાં એક એકર જમીનમાં શેરડીના ટીસ્યુ કલ્ચરના રોપાના વાવેતર દ્વારા શ્રી ધેમરભાઈ ભટોળ દ્વારા હાથ ધરવામાં આવ્યો. આવો આ વિશે જાણીએ એમના જ શબ્દોમાં….!
એ કહેવત સાચી છે કે ખેડૂતને આવતા વર્ષે સુખી થવાનું છે. આ વર્ષે નહીં. બસ આજ પરિસ્થિતિને લઈને સતત વ્યવસાયિક ઉદ્યમ કરવો જ રહ્યો. કુદરતી વાતાવરણ બદલાય, જમીનનું સત્વ અને તત્વ ઓછું થાય, ભેજ ઓછો થાય, બજારભાવ પણ ના પોષાય તેવા થાય, જરૂરી માનવબળના મળે..પણ કોઈ આવી પરિસ્થિતિમાં જીવન ટકાવી રાખવા કંઈક તો કરવું જ રહ્યું.
આવી પરિસ્થ્તિમાં તાંત્રિક જ્ઞાન (Technology) કામ આવે પણ ખરી જેમ કે ટપક સિંચાઈ અને ટીસ્યુ કલ્ચરના રોપા…વડગામ તાલુકાનું મારું જલોત્રા ગામ જ્યા ૪૦ વર્ષ પહેલાં ડાંગર અને શેરડી ( Sugar-Cane) મબલખ પ્રમાણમાં થતા અને કોલું અને ગોળનું કોલ્હાપુર કહેવાતુ પણ હવે તે સ્વપ્નું લાગે.
આવું સ્વપ્નું સાકાર કરવાનો એક પ્રયાસ ચાર દાયકા પછી મારા ફાર્મ ઉપર શેરડીના વાવેતર થકી શરૂ થયો.
આ પ્રકારનો પ્રયત્ન વડગામ તાલુકાના પાંચડા વિસ્તારમાં પણ હાથ ધરાશે…
ખેડૂતનું કામ મોતી વેરવાનું બાકી ધરતી મા અને મેહુલીયો જાણે…. !
Very good efforts. God bless him.