રૂપાલ ગામે સમગ્ર તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા હવનનું આયોજન
તા. 30/10/2022 ના રોજ રૂપાલ ગામે સમગ્ર તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું .
આશરે 125 વર્ષ અગાઉ રૂપાલ ગામે તપોધનો મેમદપુર ગામથી આવેલ હતા અને જેતે સમયે આ વડીલો મેમદપુર અને રૂપાલ વચ્ચે કોઇ દરબાર રાજપુતના ખેતરમાં વિસામો કરેલ.ત્યા કોઇ ઘટના બનવાથી કુળદેવી મહાકાળિ માતાજી ત્યા બેસેલ હતા અને ગણા સમયની મહામહેનતે આ વંશજ વારસદારોને આ જાણ પુરાવા સાથે થયેલ.એ પછી સમગ્ર તપોધન રાવલ સમાજના શિવ ભકતો ને ચેતના મળી પછી બધાયે નકકી પુરાવા સાથે આ દેવોના મંદિર બનાવી આ કાર્ય કર્મ શુભ લાભ ચોગડિયા તિથીવાર દિવસ જોઇ પ્રસંગ ખુબ ધામ ધુમથી કરેલ.જેમા ત્રણ મંદિરમાં ત્રણ દેવોની શાક્ષાત ભુદેવો ધ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સંપુર્ણ વિધી વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરેલ જેમા (1) સુઢા ચામુંડા મા (2) એ ભૂમિના ગોગ મહારાજ (3) ધૈડીયાઓની કુળ દેવી જહુ મા હાજરા હજુર નિરવિજ્ઞે બિરાજમાન છે.
મસાણી સધીમાતા અને મસાણીયા વિર મહારાજ ની થોભલી જે તે સમયે ઠાકોરો એ નાખેલ જે દેવો તથા એમના મંદિર ની સરસ મજાની સુવિધા યુક્ત વાડી સમગ્ર રૂપાલ ગામની છે.જેની વધુ સેવાપૂજા તપોધન રાવલ સમાજ કરતુ આયુ છે.આ મંદિરો મા અગાઉ પણ હરેક રાવલ આ દેવો થી સુખી પ્રસંન હતા અને છે.સ્વ સોમાબાપા ખુબ સેવા કરતા તથા દેવોના આધારે આ જગ્યામાં કામ પણ જેતે શ્રદ્ધાળુ માણસો પાસે કરાવેલ છે. આ પણ ખુબ શ્રધ્ધાની બાબત છે.મને યાદ છે લલીત ભાઇ પર આફત આવેલ એ સમયે એમને આ દેવોને ટોવકો પાડી કહેલ અને સપનું આપી એમનું સંકટ ટાળેલ છે. એ પણ ખૂબ સારી સેવા આપેછે.
મમઆ સમગ્ર લેખ ત્યાના વડીલોને વિનોદભાઇ તથા લલીત ભાઇ સાથે મળી ધૌડિયાઓની હૈયાની વાત જાણી આપ સૌની સમક્ષ એક યાદગીરી તથા પ્રેરણા માટે રજુ કરેલ છે…..ભૂલચૂક ક્ષમા.
સૌ સુખીનં ભવતુ
દિનેશભાઈ એમ.રાવલ
(વડગામ)
શિવપૂજા ( ફતેપુર મંદિર)