વડગામ તાલુકાની થુવર પ્રા.શાળા ના શિક્ષક્શ્રીનું ઉમદા કાર્ય.

Thuvar-school+3rd showબનાસકાંઠા ની વડગામ તાલુકાની થુવર પ્રા.શાળા માં ધો.૬ થી ૮ ના બાળકો ને સ્માર્ટબોર્ડ વિડીયો ની મદદ થી અભ્યાસ સાથે થ્રી ડી શો પણ બતાવવામાં આવે છે.સામાન્ય રીતે મોટાભાગ ના વાલીઓની માનસિકતા એવી હોય છે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળે છે.અને તેમને જરૂરી બધી ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે આ વાત ને થુવર પ્રા.શાળાએ ખોટી સાબીત કરે છે.

વડગામ તાલુકાની સ્માર્ટશાળા તરીકે ઓળખાતી આ શાળા બે (૨)ઇન્ટરએકટીવ ટચ સ્ક્રીન બોર્ડ ધરાવે છે.અને 1 જાતે તૈયાર કરેલ પ્રોજેક્ટર રૂમ છે,વાઈ-ફાઈ કેમ્પસ ધરાવે છે.અને આ વર્ગના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ના માધ્યમ થી શિક્ષણ મેળવે છે.શાળા ના શિક્ષકો દ્વારા દરરોજ જુદા-જુદા-ટેકનોલોજી ના ટુલ્સ દ્વારા શિક્ષણ કાર્ય કરવવામાં આવે છે.જાતે તૈયાર કરી ને પાવર પોઈન્ટ સ્વરૂપે શિક્ષણ આપવામાં આવે છે.અને પછી વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા તેનું મુલ્યાંકન કરવા માટે એકમદીઠ કૌન બનેગા કરોડપતિ ટાઇપ ક્વિઝ ગેમ રમાડવામાં આવે છે.પરંતુ શાળામાં અભ્યાસ કરતાં ગામડાના બાળકો ને થ્રી ડી ફિલ્મ જોવા માટે શહેર માં જવું અશક્ય છે.એવો વિચાર શાળા ના ટેકનોસેવી શિક્ષક ઉમતિયા આતાઉલ્લા આર.ને આવ્યો.જેનો તેઓએ વિકલ્પ શોધી કાઢીને પોતાના ખર્ચે દિલ્હી થી 50 જોડી થ્રી ડી ચશ્માં મંગાવી બાળકો નું સ્વપ્નું સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.સરકાર ના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ઉપયોગ કરી ને બાળકો ને થ્રીડી ચશ્માં પહેરાવીને યુ-ટ્યુબ ના માધ્યમ થી અભ્યાસ આધારિત થ્રી ડી ફિલ્મ બતાવવામાં આવી હતી.