વડગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. – ૩૧ જુલાઈ, ૨૦૧૬

Tree-Plant-31.07.16૩૧ જુલાઈ, ૨૦૧૬ ને રવિવારના રોજ રાબડિયા નક્ષત્રના અંતિમ દિને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વડગામ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, વડગામ, ગ્રામ પંચાયત વડગામ તેમજ લક્ષ્મણપુરા (વડગામ) યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે વડગામના લક્ષ્મણપુરા મુકામે આવેલ અંબાજી મંદિર, બ્ર્હ્માણી મંદિર, વડગામમાં આવેલ અંતિમ ધામ મુકામે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા સફળતાપૂર્વ્ક વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વડગામ ના પ્રમુખ શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, વડગામના શ્રી મહોતભાઈ પટેલ તેમજ લક્ષ્મણપુરા યુવક મંડળ દ્વારા કાર્યક્ર્મને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવવામાં આવી હતી.