વડગામ કોરોના અપડેટ – ૨૯.૦૪.૨૦૨૧

Covid-Update-Vadgam-29.04.2021www.vadgam.com

 વડગામ તાલુકામાં થયેલ રસીકરણ બાબત ઓનલાઈન મળેલ થોડીક વિગતો જોઈએ તો અત્યાર સુધી એટલે કે ૨૯ એપ્રિલ ૨૦૨૧ સુધી તાલુકામાં બધાં જ CHC અને PHC ઉપર થઈ માત્ર ૫૩,૧૧૪ લોકોએ રસીકરણ કરાવ્યું છે હવે તાલુકાની અંદાજીત વસ્તી ૩,૦૦,૦૦૦ ગણીએ તો ટકાવારીની દ્રષ્ટિએ માત્ર ૧૭.૭૦ % લોકોએ વેક્સીનેશન કરાવ્યું છે. એમાં પણ મોરિયા અને મેમદપુર જેવા CHC સેન્ટરો માં તો અનુક્રમે માત્ર ૩૭ અને ૫૯ લોકોએ રસીકરણ કરાવ્યું છે. મેડિકલ જગતના નિષ્ણાતો અને અન્ય વિદ્વાનો નો અભિપ્રાય જોઈએ તો રસીકરણ કરાવેલું હોય તો વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છતાં એ મોતના મુખ માંથી બચી શકે છે એટલે રસીકરણ એ કોરોના સામેની લડાઈનુ અભેદ શસ્ત્ર સાબીત થઈ શકે. ઉપરાંત ૭૦ ટકા લોકો રસીકરણ કરાવે તો હર્ડ ઇમ્યુનીટી પેદા થાય અને પરીણામ સ્વરૂપે કોરોના સંક્રમણ આગળ વધતું અટકી શકે. આ આંકડાને આધારે વડગામ તાલુકામાં ઓછામાં ઓછા ૨,૧૦,૦૦૦ લોકોએ રસીકરણ કરાવવું જોઈએ તો જ તાલુકાની જનાતમાં હર્ડ ઇમ્યુનીટી પેદા થાય. તાલુકામાં ઓછામાં ઓછા ૨,૧૦,૦૦૦ લોકોનું રસીકરણ થવું જોઈએ એની સામે અત્યાર સુધી માત્ર ૫૩,૧૧૪ લોકોનું રસીકરણ થયું છે એટલે હજુ ૧,૫૬,૮૮૬ લોકોએ ફરજીયાત રસીકરણ કરાવવું જોઈએ.વડગામ તાલુકામાં સૌથી વધુ રસીકરણ પાંચડા CHC ખાતે ૮૧૯૫ લોકોનું થયું છે જ્યારે સૌથી ઓછું રસીકરણ 37  લોકોનું મોરીયા CHC કેન્દ્ર ખાતે થયું છે. વડગામ તાલુકામાં રસીકરણ બાબતે દિલ્હી હજુ દૂર છે એટલે જેમ બને એમ તાલુકાના વધુમાં વધુ લોકો રસીકરણ કરાવે એ તાલુકાના હિતમાં છે. જો કે રસીકરણનો પુરતો સ્ટોક ન હોવાથી પણ રસીકરણ કાર્યક્રમ મંદ ગતિએ ચાલી રહ્યો છે. સરકારી ચોપડે તાલુકામાં એક્ટિવ કેશ ૮૭ છે અને છતાં આપણે અત્યારે જરૂરી ઓક્સિજન અને રેમડેસીવર ઈજેક્શનની તેમજ વેન્ટીલેટરના અભાવે પરિસ્થિતિ સંભાળી શકતા નથી તો પછી કોરોના સંક્રમિત કેશો વધશે તો સારવાર બાબતે આપણી પરીસ્થિતિ અંત્યત દયનીય બની શકે એમ છે એટલે રસીકરણ અને જરૂરી સાવચેતીનું ચુસ્તપણે પાલન એ જ કોરોનાની સામે લડાઈનો અંતિમ ઉપાય છે. તાલુકાના વધુમાં વધુ લોકો કોરનાગ્રસ્ત બનતા અટકે એ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય અત્યંત મહત્વપૂર્ણ છે. પાણી પહેલા પાળ બાંધીશું આપણે ખૂબ જલ્દી વર્તમાન પરિસ્થિતિ માંથી બહાર નીકળી શકીશું. તાલુકામાં કોરોનાને કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે અને રિકવરી રેટ ૭૯.૦૭ જેટલો નીચો આવી ગયો છે જે ચિંતાનું કારણ છે.

તાલુકા મથક વડગામ સહીત મોરિયા, મગરવાડા, તેનીવાડા , છાપી, નળાસર, નાની ગીડાસણ, જલોત્રા તેમજ સલેમકોટ જેવા ગામો માંથી કોરોનાના વધુ કેશો આવી રહ્યા છે એટલે અન્ય ગામો સહીત આ ગામોમાં વધુ તકેદારીની જરૂરિયાત જણાઈ રહી છે. જે પણ લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે અને સારવારની જરૂર છે તેમને જરૂરી મદદ્સ્વરૂપે તાલુકાના તમામ સમાજોની એક સંકલન સમિતિ બને અને યોગ્ય માળખું ગોઠવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા કરી મદદ સ્વરૂપે એક માળખું ગોઠવાય એ અત્યંત આવશ્યક છે. બેદરકારી સ્વરૂપે તાલુકાના વધુ લોકો કોરોના સંક્રમિત ના બને એ બાબતે જાગૃત બની અન્ય લોકોને પણ જાગૃત કરિએ. કોરના સંક્રમણ કાળ પુરો જરૂર થશે આપણે સાવચેત રહી ઓછામાં ઓછા લોકો આ કોરોના વાવાઝોડામાં ન સપડાય એની તકેદારી રાખીએ.