તાલુકા મથક વડગામમાં રમાતી પ્રાચીન ગરબીની પરંપરાની વિગતો.
આલેખન :- દિનેશ ભાઇ મુળચંદ ભાઇ રાવલ
સમગ્ર વડગામ ની અઢારે આલમની ગામખેડાની માતા રાજ રાજેશ્વરી શ્રી બ્રહ્માણી મા ના ઉપકરની.રક્ષા ની.પરચાઓ ની.અને બલિહારી ની વાતો કરવા બેસીએ તો ખુબ સમય વહ્યોજાય પરંતુ એમાંની થોડીક વાત ની સર્વ ને યાદ અપાઇ દઉ કે તાલુકા મથક વડગામની પ્રાચીન ગામખેડાના મંદિરના સંકુલમા (1) બ્રહ્માણી માતા.(2) રુદ્રાણી કાળકા માતા.(3) શ્રી ભૈરવ દેવ. સાક્ષાત હાજરા હજુર બિરાજમાન છે.જેના લેખા જોખા સમગ્ર વડગામ ગામથી છે.
જેના ઘેર શેર માટીની કમી હોય અથવા દિકરીયો જન્મતી હોય એવા દિન દુ:ખીયા આ મંદિરે જઇ અંતર દિલથી ફાળીયુ ઉતારી અથવા બાયો ખોળો પાથરી વિનંતિ કરીદે કે “”હે…..મા દિકરા વગર અમો દુ:ખી છીએ.”” તો ચોક્કસ આજ નહિ તો કાલે કામ થાય થાય ને થાય.એમ કહેવાય કે:: છોરુ કછોરુ થાય પણ માવતર કદી કમાવતર થયા નથી અને થાશે પણ નહિ:: અને ગણા લોકો કોઇપણ પ્રકારની તકલીફો હોયતો આ માતાજીને વિનંતિ કરેછે અને માતાજી પણ એની ખાસ ફરજ નિભાવી અડધી રાત્રે લોકોના કામ કર્યાકરે છે.એવી જોરાવર દેવી મા વડગામ ગામખેડા એ બિરાજમાન છે. જેમનું ખુબ જુનુ પ્રાચીન મંદિર યંત્ર પર ચોક્કસ ગણિતના માપસર અગાઉ ના વડીલો ઘૈડિયાઓના હસ્તકે થયેલ છે…..જે શુભ લાભ કર્તા છે.
આવી બીના અમારે બનેલી અને મારો મોટો દિકરો મીલન તથા તેની ધર્મ પત્ની વિરલ. આ મંદિરે જઇ અંતર દિલથી વિનંતિ કલ્પના કરેલ. કે માતાજી અમારે તમારી કૃપાથી દિકરો અવતરશે તો અમારે ઘેર આપના શક્તિ મંડળ ના રાશ ગરબા સાથે રાતજગો કરી જે બનશે એ સેવા કરીશુ.
આ વચન સિદ્ધ થવાથી અમે પણ અમારા વચન મુજબ આ મંડળની અમારા ઘરે પધરામણી કરી ગરબા ગાઇ ગવરાવી ચા પાણી નાસતો કરાવી ખુબ માતાજીની દયા સાથે ઉપકાર વ્યકત કરી સર્વે કુટુંબીજનો અંતર દિલથી ખુબ ખુશી અનુભવી રહ્યા છીએ.
નોંધ :- વિડીયો : તા. 20 નવેમ્બર એકાદશી અને રવિવારના રોજ તપોધન (રાવલ) મીલન કુમાર દિનેશ ભાઇ મુળચંદ ભાઇના ઘરે બ્રહ્માણી માતાનું મંડળ રમાડેલ