વડગામ વિધાનસભાની પાછલા દશ વર્ષની કુંડળી.
વડગામ પંથકમાં શાંતિપૂર્ણ માહોલમાં ૨૦૧૭ વિધાનસભા ચુંટણીનું કુલ ૭૧.૨૩ % મતદાન.
વડગામ વિધાનસભાની ૨૦૧૭ ની આ ચુંટણીમાં કુલ ૨૬૦૭૧૧ મતદાતઓ હતા જેની સામે ૧૮૫૬૯૭ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૭૨.૬૬ પુરૂષ મતદાતાઓએ તો ૬૯.૭૩ સ્ત્રી મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
વડગામ વિધાનસભાની પાછલા દશ વર્ષની સરખામણી કરીએ તો એટલે કે ૧૯૬૨ થી ૨૦૧૨ સુધીની ચૂંટણીની કુંડળી ઉપર નજર નાખીયે તો સન ૧૯૬૨, ૧૯૮૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૧૨ માં વડગામ વિધાનસભા બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ને ફાળે ગઈ હતી. ૧૯૭૫માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(ઓરગેનાઈઝેશન) –NCO ને ફાળે બેઠક ગઈ હતી. સન ૧૯૮૦માં ભારતીય નેશનલ કોંગ્રેસ (ઇન્દિરા) – INC(I) ને ફાળે બેઠક ગઈ હતી. સન ૧૯૯૦માં આ બેઠક જનતાદળ (JD)ને ફાળે ગઈ હતી તો સન ૧૯૯૫ અને ૨૦૦૭ની વડગામ વિધાનસભાની આ બેઠક ભારતીય જનતા પાર્ટી (BJP) ના ફાળે ગઈ હતી. સન ૧૯૬૨થી વડગામ વિધાનસભાની આ બેઠક SC કેટેગરીમાં છે.
સૌ પ્રથમ આ બેઠક ઉપર ૧૯૬૨માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને સ્વતંત્ર પાર્ટી વચ્ચે મુકાબલો થયો હતો. કુલ આઠ પક્ષો જેવા કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(ઓરગેનાઈઝેશન) –NCO, ભારતીય નેશનલ કોંગ્રેસ (ઇન્દિરા) – INC(I), જનતાદળ (JD), હિન્દ મજદૂર સભા, જનતાપાર્ટી (JNP) અને અપક્ષ પોતાનું નસીબ વડગામ વિધાનસભાની બેઠક ઉપર અજમાવી ચૂક્યા છે.
Banas kantha k alag alag village ki takavari batlaye