સદ્દભાવનાગ્રુપ દ્વારા માનવતાનું પ્રેરણાદાયી કાર્ય.

Haresh-H Chaudhary-1વડગામ તાલુકાના ગીડાસણ ગામ નાં મૂળ વતની શ્રી હરેશભાઈ એચ. ચૌધરીએ સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં પ્રેરણાદાયી કાર્યો થકી માનવતાની મહેંક ફેલાવી છે જે આપણા સૌનાં માટે ગૌરવપ્રદ બાબત ગણી શકાય, વડગામ તાલુકાના આ યુવાને પોતાના સદભાવના ગ્રુપના નેજા નીચે સમાજસેવા ક્ષેત્રે અનોખુ અભિયાન ઉપાડ્યું છે જેમાં દેશ-વિદેશના અનેક લોકોનો સહકાર તેમને આજ સુધી મળતો રહ્યો છે. સોશિયલ મીડિયાનાં સકારાત્મક ઉપયોગ થકી અત્યારસુધી અનેક લોકોને દિશાસૂચન કરી જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ તેઓ સફળતાપૂર્વક કરી રહ્યા છે. આ જ રીતે તાજેતરમાં સદભાવના ગ્રુપ ( જેના તેઓ સ્થાપક પ્રમુખ છે ) નાં માધ્યમથી સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી બનાસકાંઠા જીલ્લા નાં અંતરિયાળ વિસ્તારનાં જરૂરોયાતમંદ આર્થિક રીતે પછાત ૪૦૦૦ બાળકો ને સ્વેટર વિતરણ શરૂ કરવામાં આવ્યું જે ખરા અર્થમાં સામાજિક સદભાવના ની નોધપાત્ર બાબત છે.

Haresh H Chaudhary-2

પ્રગતિશીલ વિચારોની ક્ષમતા અને સખત મહેનત થકી ગાડરિયા પ્રવાહથી બહાર નીકળી સમાજજીવનની ઉજ્જવળ આવતીકાલની નવી કેડી કંડારનાર હરેશભાઈએ આપણા વડગામ તાલુકાનું ગૌરવ છે.

વડગામ.કોમ શ્રી હરેશભાઈ અને તેમના સદભાવના ગ્રુપ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.