વરણાવાડા પ્રા.શાળામાં દાતાઓશ્રીઓનું પ્રેરણાદાયી કાર્ય.
વડગામ તાલુકામાં વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ નાનામાં નાના ગામોની ગણતરી કરવામાં આવે તો એમાં વરણાવાડા પણ આવે પણ આ વરણાવાડા ગામે દિન દરવેશ જેવા મહાન સંત તો વડગામ માર્કેટ યાર્ડના આધ્યસ્થાપક એવા લાલજી મામા જેવા લોક્સેવક આપ્યા છે ત્યારે ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં તા.૧૫.૦૬.૨૦૧૮ના રોજ યોજાયેલ શાળા પ્રવેશોસ્તવ અને કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા હેતુ લોકસહયોગ સાંપડે ત્યારે ગામનું અને શાળાનું નામ આપોઆપ મોટુ થતું હોય છે. પ્રેરણાદાયી કાર્યમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ શાળાના આચાર્ય શ્રી મનોહરસિંહ જે રાજપૂત અને શાળા પરિવારને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
Really inspiring work by all villagers.