શુભેચ્છા સંદેશ

દેશ-વિદેશના મહાનુભાવો તેમજ વડગામના મુલાકાતીઓ તરફથી વડગામની દરેક પ્રવૃત્તિને બિરદાવતા શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થતા રહે છે. આ શુભેચ્છા સંદેશમાંથી કેટલાક તારવીને અહીં રજૂ કર્યા છે. જે તે સંદેશ જે ભાષામાં પ્રાપ્ત થયા છે તેને યથાવત રાખીને પ્રકાશિત કર્યા છે.

“They say when we walk for a reason; we walk with concern of the route, but when the route is beautiful one should never care about the route, because when there is will, there is a way”… “ARMAAN” salutes the spirit behind each every act done by “VADGAM”.
– Aman deep Singh

“As I saw the website of vadgam while chatting with shri Nitin Laxamanbhai Patel, I am impressed. Someday I wish to visit vadgam as I love village. All my best wishes and in the future if I can do something for the progress of vadgam, I will be very happy…”
– Shri Manahar Udhas

Dear Nitin, Thank you for your mail. I congratulate you for your rural development mission. My greetings and best wishes to all the rural citizens of your region.
– Dr. A.P.J. Abdul Kalam

ઈ.સ. 2007-2008માં નેધરલેન્ડના નિવાસી Mr. Pelle અને તેમના ધર્મપત્ની Mrs. Sijn એ વડગામની મુલાકાત લીધી હતી. તેઓ ત્રણ દિવસ વડગામમાં રહ્યા હતા અને ગ્રામ્ય સંસ્કૃતિ વિશે અભ્યાસ કર્યો હતો.  તેમણે ગ્રામજનોને મળીને, વિવિધ સ્થળોની મુલાકાત લઈને તથા સૌની સાથે ગ્રામ્ય ભોજન લઈને ખૂબ આનંદ માણ્યો હતો.  વિદાયવેળાએ તેમણે ગ્રામજનોને આ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો :

“Thank you very much for invitation to visit you ! It is a great honour to meet you all. Our best wishes for the culture of your sports & youth club. We truly think you will make it a success. I enjoyed the cricket match and tried myself…..difficult. May be the ladies of this village will play better than me.”

સપ્ટેમ્બર-2008માં વડોદરા નિવાસી રીડગુજરાતી.કોમના તંત્રી શ્રી મૃગેશભાઈ શાહે વડગામની મુલાકાત લીધી હતી.  વડગામ ખાતે યોજાયેલા શૈક્ષણિક સેમિનારમાં ‘વડગામ સોશિયલ વેલફેર ટ્રસ્ટ’ દ્વારા તેમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તેઓ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. વડગામ ખાતે તેમણે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. વડગામ વિશે તેમણે બે મનનીય લેખો પણ લખ્યા છે; જેમાં (1) વડગામની વાટે અને (2) શેભર વાચન શિબિર નો સમાવેશ થાય છે. તેમણે પોતાની મુલાકાત વિશે જણાવ્યું હતું કે :

“વડગામની મુલાકાત ખુબ જ રમણિય અને આનંદદાયક રહી. વડ જેવી વિરાટ પ્રવ્રુતિઓ કરી શકે તેવું આ ગામ છે. ભાષા,સાહિત્ય, ગીત અને સંગીતમાં અગ્રેસર છે અને ભવિષ્યમાં રહેશે તેવી પ્રભુપ્રાર્થના. વિવિધ પ્રવૃત્તિમાં રસ લેતા ગ્રામજનોનો ઉત્સાહ અને આદર આજીવન સ્મરણિય રહે તેવા છે. શુભ પ્રવૃત્તિઓનું અને આસપાસના ગામો માટે ઉદાહરણીય કાર્ય આ ગામ દ્વારા થઈ રહ્યું છે. આ માટે વડગામ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યો અને બધા જ ગ્રામજનો અને નીતિનભાઈને મારી ખુબ ખુબ શુભેચ્છાઓ.”

શ્રી અખિલભાઈ સુતરિયા અને તેમના ધર્મપત્નીને ‘વડગામ સોશિયલ વેલફેર ટ્રસ્ટ’ દ્વારા એક વિડિયો પ્રેઝન્ટેશન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને બાળકો અને યુવાનોને પ્રેરણા આપે તે રીતે તૈયાર કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં 150 થી વધુ યુવાનો તેમજ બાળકોએ ભાગ લીધો હતો. શ્રી અખિલભાઈ પોતાની એક વેબસાઈટ ચલાવે છે, જેનું નામ છે : www.akhiltv.com તેમણે વડગામને પોતાનો શુભેચ્છા સંદેશ આ શબ્દોમાં આપ્યો હતો :

“તા. ૧૩/૧૪ ફેબ્રુ-૨૦૧૦ના બે દિવસ દરમિયાન માર્ગદર્શન ગુજરાત યાત્રાનો વડગામ ખાતેનો પડાવ અને રોકાણનું અનોખું સસ્મરણ બની રહ્યું.યજમાન હંસાબેન અને નીતિંનભાઈની સાદગી સહિતની સરળતા અમને પિરસાયેલા સ્વાદિષ્ટ ભોજનનો પર્યાય બની રહી. ગામના બાળકો માટે નીતિંનભાઈ અને તેમની સમગ્ર ટીમે જે દ્રષ્ટીકોણથી વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધર્યાં છે તેનું પરિણામ લાબાં ગાળે સમાજને અવશ્ય સુદ્રઢ બનાવશે. રાષ્ટ્રના ઘડતર માટે બાળકોને તેમના પાઠ્યપુસ્તકોની બહારની દુનિયાનું વ્યહવારું નોલેજ મેળવી આપવા આધુનિક ટેકનોલોજી અપનાવીને કાર્યશીલ એવા વડગામના આ યુવાનોને અંતરની શુભેચ્છાઓ.”