વડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ.

વડગામ ગામ થી લક્ષ્મણપુરા જવાના માર્ગ ઉપર આવેલ અંતિમધામ રીનોવેશન માટેની તૈયારીઓ આરંભાઈ છે જે અંતર્ગત ગામ લોકો તેમજ ધંધાર્થે ગામ બહાર રહેતા પણ સદા જેમના હર્દય માં પોતાના વતન માટે નિસ્વાર્થ લાગણી છે અને વર્ષોથી ગામ બહાર રહેતા હોવા છતાં પોતાના વતનને ભૂલ્યા નથી તેવા સન્માનીય વડગામવાસીઓ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે વડગામ અંતિમધામ રીનોવેશન પ્રોજેક્ટ માટે સહયોગ મળી રહ્યો છે. સારા કામને હંમેશા ઉજાગર કરવું એ www.vadgam.com ગ્રુપ નો મુખ્ય ઉદ્દેશ છે જે અંતર્ગત આ પુણ્ય નાં કામ માં અમને આગળ વધવાનું બળ આપનાર સન્માનિત સહયોગીઓ ની યાદી www.vadgam.com વેબસાઈટ તેમજ વડગામ સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે આ ઉપરાંત જે દાતા શ્રીઓ દ્વારા વડગામ અંતિમધામ રીનોવેશન માટે રૂ.૫૦૦૦/- અને તેનાથી ઉપર ની રકમ નો જે સહયોગ મળશે તેવા ગામ માટે ગૌરવપ્રદ દાતા શ્રીઓ ની યાદી પ્રેરણા હેતુ વડગામ અંતિમધામ પરિસર માં પણ મુક્વાવામાં આવશે.

સંપતિ દે તો શામળા, મનની મોટપ દે,

નહિતર પાછી લે, કારણ વગરની કાગડા.

-શ્રી દુલા ભાયા કાગ  

મળેલ દાન ની યાદી –

વડગામ અંતિમધામ રીનોવેશન કામગીરીની તાજા અપડેટ વાંચવા અહી ક્લિક કરો.

વડગામ અંતિમધામ રિનોવેશનના ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લીક કરો.

વડગામ અંતિમધામ રીનોવેશનનું Progressive Account Statement જોવા અહી Click કરો.

અત્યાર સુધી મળેલ કુલ દાન ની યાદી

અત્રે અત્યાર સુધી વડગામ અંતિમધામ પ્રોજેક્ટ માટે જે રકમ દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

( નોંધ : આ યાદી સમયાંતરે અપડેટ થતી રહેશે )   

 

 

વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો .

નીતિન પટેલ (વડગામ)
મો. ૯૪૨૯૪૦૭૭૩૨
ઈમેલ : nitesh.vadgam@gmail.com