વડગામ તાલુકાની નોંધપાત્ર ઘટનાઓ

આરોગ્ય સેવાઓમાં અગ્રેસર વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં ધન્વન્તરી’ પૂજન કાર્યક્રમ યોજાયો.

IMG-20191026-WA0021સૃષ્ટિના પ્રથમ કલ્યાણકારી તબીબ એ ભગવાન ‘ધન્વન્તરી‘ છે જેણે આયુર્વેદ કાયચિકિત્સા(મેડીસીન) શલ્ય ચિકિત્સા(સર્જરી), શાઈકિય ચિકિત્સા (સાયકોથેરાપી) વિગેરે આઠ અંગ વાળા આયુર્વેદ શાસ્ત્રનો પ્રજાના હિતમાં ઉપદેશ આપ્યો.  આર્યુવેદ ચિકિત્સા એ જરૂરી સારવારની આપણી એવી પદ્ધતિ હતી જેનાથી કોઈ પણ આડ અસર તેમજ વધારાના ખર્ચ વિના દર્દી ની ચિકિત્સા થતી હતી. કાળક્રમે તબીબી ક્ષેત્રે પણ ધંધાકીય ખટપટો અને હરીફાઈ ને પગલે કાળક્રમે આર્યુવેદ તેનો પ્રભાવ ગુમાવતુ રહ્યું. દુનિયાભરની મલ્ટીનેશનલ કંપનીઓએ આરોગ્ય ક્ષેત્ર ઉપર રીતસરનું સામ્રાજ્ય સ્થાપી દીધું જે ભારત જેવા વિકાસશીલ દેશના પ્રજાજનો માટે આર્થિક ભારણ સ્વરૂપે વિકસતું રહ્યું.

IMG-20191026-WA0029

માત્ર કમાણીને જ તબીબ જગત પ્રાધાન્ય આપવા માંડતા આર્યુવેદ ક્ષેત્રે સૌ કોઈ ની નીરસતા વધતી ચાલી અને આખરે જનમાનસ માં એવી માન્યતા ઘર કરી ગઈ કે આર્યુવેદ પાસે બીમારીનો કોઈ ઉપાય નથી. આર્યુવેદ ક્ષેત્રે પ્રવર્તતી ઉદાસનીતા અને અજ્ઞાનતા વચ્ચે તાલુકા મથક વડગામ જીલ્લાની સર્વ પ્રથમ આર્યુવેદિક હોસ્પીટલ ની સ્થાપના થઈ એટલું જ નહી આ હોસ્પીટલ ને દીર્ઘદ્રષ્ટિ વાળા વડગામ તાલુકાના જ મેમદપુર ગામના રહેવાશી ડૉ .અલ્પેશભાઈ જોષી જેવા નિષ્ઠાવાન અને કર્મઠ તબીબ મળ્યા જેઓનો ઉદ્દેશ છે કે આરોગ્ય હોસ્પીટલ ને કોર્પરેટ કક્ષાની સુવિધા પુરી પાડતી હોસ્પીટલ બનાવવી જેથી જરૂરિયાતમંદ લોકોને ઓછા ખર્ચે અથવા તો વિનામૂલ્યે સુવીધાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. IMG_20191026_060621

આર્યુવેદ સારવારને વિઝન સાથે લોકઉપયોગી બનાવવા પ્રયત્નશીલ હોસ્પીટલના  ડૉ.અલ્પેશભાઈ જોષી અને તમામ સ્ટાફ મિત્રો ને જેટલા અભિનંદન પાઠવીએ એટલા ઓછા છે .ઉત્તમ સારવાર ની સાથે સાથે હોસ્પીટલ પ્રાંગણની  સમગ્ર પર્યાવરણ વ્યવસ્થા અને જાળવણી તથા  આરોગ્યલક્ષી માહિતી આપતા ઠેર ઠેર લગાવેલ બોર્ડ તેમજ હોસ્પિટલની સુઘડતા અને સ્વસ્થતા પણ ધ્યાનકર્ષક છે. ભગવાન ધન્વન્તરીને પણ અવતરવું ગમે એવા સંચાલન સાથે વિકસી રહેલી વડગામ આર્યુવેદિક હોસ્પિટલમાં સોનામાં સુંગધ ભળે એમ તા.૨૫.૦૧૦.૨૦૧૯ ને શુક્રવારના રોજ સૌ પ્રથમ વાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પીટલ વડગામ તથા આર્યુવેદ શાખા જીલ્લા પંચાયત પાલનપુરના સયુંકત ઉપક્રમે ચતુર્થ રાષ્ટ્રીય આર્યુવેદ દિવસ નિમિત્તે ધન્વતરી પૂજન, મફત મધુપ્રમેહ (ડાયાબિટિસ) નિદાન-સારવાર-સલાહ,અગ્નિકર્મ સારવાર કેમ્પ તેમજ જનજાગૃતિ હેતુ આરોગ્ય દોડ સ્વસ્થતા કી ઔર  નું સુંદર આયોજન ગોઠવાયું હતું સાથે સાથે હોસ્પિટલને સુંદર રીતે શણગારવામાં આવી હતી .

IMG_20191026_060258અહી એક મહત્વપૂર્ણ સારવાર આ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે જેનું નામ છે અગ્નિકર્મ સારવાર જે ડૉ.અલ્પેશભાઈ એ અમને લાઈવ બતાવ્યુ. સંધિવા, કમરના-ડોકના-મણકાના, ગાદીના ઘસારા-નસ વગેરે ના દુખાવામાં તુરંત રાહત આપતી આ સારવાર જોઈને દંગ રહી જવાયું ..પ્રાથમિક સ્ટેજમાં જો દુખાવો હોય તો સો ટકા સફળતા મળે છે આ સારવારમાં અગ્નિકર્મના માધ્યમથી  દુખાવાની જગ્યાએ જે ડામ આપવામાં આવે છે જેમાં ક્ષણીક ચચરાટ જેવું અનુભવાય છે અને એમાં પણ રાહત મળે તે હોસ્પીટલમાં જ ઉછેરવામાં આવેલી ઔષધીય વનસ્પતિઓ માંથી કુંવારપાઠાની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.

IMG_20191026_061200માત્ર ત્રણ થી ચાર સીટિંગમાં આપવામાં આવતી આ સારવારમાં દુ:ખાવાની જગ્યાના પોઈન્ટ નક્કી કરી તેના ઉપર અગ્નિકર્મરૂપી તબક્કા વાર  સારવાર આપવામાં આવે છે..આવી તો અનેક સારવાર પદ્ધતિઓ આ હોસ્પીટલમાં ઉપલબ્ધ છે જે આવનાર સમય માં જરૂરિયાતમંદ લોકોને ખૂબ જ ઉપયોગી બની શકશે. આજે જ્યારે આરોગ્ય સેવાઓ મોંઘી અને આડઅસરરૂપ બને રહી છે ત્યારે તબીબી ક્ષેત્રે યોગ્ય ખાનપાન ની ટેવો સાથે આર્યુવેદ તરફ પાછા વળવું પડશે એ નિશ્ચિત છે..

IMG-20191026-WA0024આજે તો દિન-પ્રતિ દિન માત્ર સ્થાનિક કે જિલ્લાભરમાંથી જ નહી પણ અન્ય રાજ્યો માંથી પણ જરૂરિયાતમંદ લોકો વડગામ આર્યુવેદિક હોસ્પીટલમાં સારવાર લઈ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. દિન પ્રતિદિન વડગામ આર્યુવેદિક હોસ્પીટલમાં ઓપીડી ની સંખ્યા વધી રહી છે જે દર્શાવે છે કે વડગામ આર્યુવેદિક હોસ્પીટલ જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

IMG-20191026-WA0030ઉત્કૃષ્ઠ સંચાલન તેમજ ભાવનાત્મક દ્રષ્ટિ રાખીને બીમાર અને અશક્ત લોકો ને સારવાર આપવાની સાથે વડગામ આર્યુવેદિક હોસ્પિટલને ઉચ્ચતમ શિખરો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે સત્કર્મ કરી રહેલા ડૉ. અલ્પેશભાઈ જોષી તેમજ સમગ્ર હોસ્પીટલ સ્ટાફને વડગામ.કોમ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

નિતીન એલ. પટેલ (વડગામ)