વ્યક્તિ-વિશેષ

સ્વ.શ્રી માનજીભાઈ જીતાભાઇ પટેલ તથા સ્વ.શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ

MJP-GMP1

હીજ હાઈનેસ નવાબસાહેબ તાલેમહમદખાનજી ઓફ પાલનપુર સ્ટેટ દ્વારા વડગામના સ્વ. માનજીભાઈ જીતાભાઇ પટેલ ને ધાનધાર વિભાગ (વડગામ) ના પટેલ તરીકેનો ઈલ્કાબ આપી પાઘડી પહેરાવી હતી. આમ તો નવાબી રાજમાં દરેક ગામમાં જાતિ થી પટેલ હતા પરંતુ પાઘડી પહેરાવી પટેલ નો ઈલ્કાબ એ મહત્વની જવાબદારી રાજ નું કામ કરવા માટે હતી.

નવાબ સાહેબ નાં દરબાર (રાજસભા) માં લોકપ્રશ્નો નાં નિકાલ, સુખાકારી, રોજગારી અને રક્ષણ નાં ઉપાયો અને અન્ય કામગીરી માટે જ્યારે દરબાર ભરાય ત્યારે જુદા જુદા રાજ્ય વિસ્તાર નાં જાગીરદારો, ઠાકોર સાહેબો, રાજપુત, ગઢિયા પાલવી જાગીરદારો, ગઢવી જાગીરદારો , બ્રાહ્મણ જાગીરદારો તથા રાજ નાં વહીવટી અધિકારીઓ હાજરી આપે તે સભામાં “પટેલ” પણ કાયમી આમંત્રિત તરીકે હાજરી આપી રાજ ની ચર્ચા (રાજસભા) માં ભાગ લેવાનો અધિકાર રાજ તરફથી અધિકાર ધરાવતા હતા. તદુપરાંત ધાન્ધાર વિભાગ જાગીરદારો નાં ગામ સિવાય લોકો દ્વારા થતી ખેતીના ઉત્પાદન ની કળતર (Revenue) નક્કી કરી રાજની તિજોરીમાં મોકલવાની મહત્વની જવાબદારી સંભાળતા હતા .

આવા પ્રભાવશાળી પટેલ “માનજી પટેલ” નાં હુલામણા નામથી ઓળખાતા હતા. માનજી પટેલ નાં અવસાન પછી એમના દીકરા સ્વ.ગલબાભાઈ ને એ જ પાઘડી પહેરાવી નવાબ સાહેબે “પટેલ” નો ઈલ્કાબ આપી રાજ નાં આપેલ અધિકારો સહીત ખેતીનો ઉપજ નો ભાગ રાજ માં મોકલવાનું કામ સોંપેલ. તેઓશ્રી એ બરાબર ખંતથી  આઝાદી સુધી આ ફરજ પૂરી કરેલ.

વડગામ તાલુકામાં પોલીસ પટેલ તરીકે વડગામ અને બનાસકાંઠા માં લોક્સ્સેવા કરી લોકોમાં રાજકીય આગેવાન તરિકે માન મરબતા સાથે ખ્યાતનામ થયા.

બનાસડેરી નાં વિકાસમાં ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાથે રહી મોટું યોગદાન આપ્યું. પછી બનાસડેરીનાં પ્રથમ સ્થાપક ચેરમેન સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બાદ  બીજા ચેરમેન તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી બનાસડેરી નું નામ ઉજ્જવળ કર્યું હતું. ૧૯૮૨ (અંદાજે) ની સાલમાં જાનદાર પ્રભાવશાલી લોકનેતા સ્વર્ગે સિધાવી ગયા.

સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તેમજ તે સમયના તેઓના સમયના સમકાલીન નેતાઓ, આગેવાનો સાથે રહી બનાસડેરીના વિકાસમાં મહત્વનું યોગદાન આપેલ.

આવા હાઈ પ્રોફાઈલ અને જાનદાર બંને લોકસેવકને યાદ કરતા ધન્યતાની લાગણી થાય એ સ્વાભાવિક છે .

 

સંકલન : પરબતખાન તુનવર (ડભાડ)