Feedback on vadgam water resources

વડગામના વતની અને DYSP (ATS) તરીકે કાર્યરત શ્રી કિરણભાઈ પટેલે વડગામ તાલુકા ના જળસ્ત્રોતો બાબત પોતાનો ખૂબ જ મહત્વપૂર્ણ અભિપ્રાય આપ્યો છે ….વાંચો ….

નીતિનભાઈ,

એ વાત ખરી કે,

વરસાદ પ્રમાણમાં વર્ષોવર્ષ ઓછો પડી રહ્યો છે, પરંતુ એટલો પણ ઓછો નથી હોતો કે તળાવો ના ભરાય. ૧૬૦૦ એકરમાં આવેલું ચિમનાબાઈ તળાવ જો ૧૨ ઇંચ વરસાદમાં પહેલા ભરાઈ જતું હતું તો, અત્યારે ૧૨ ઇંચ કરતાં વધુ વરસાદ પડવા છતાં પણ ચીમનાબાઈ તળાવ પૂરું કેમ નથી ભરાતું?

મારું એવું દ્રઢપણે માનવું છે કે,

તળાવો ના ભરાવાનું મુખ્ય કારણ, રોકી દેવામાં આવેલા પાણીમાં આવરા છે. અને આવરા રોકવાનું કામ પાણીના આવરાના માર્ગોમાં કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણો અને ખેતરે ખેતરે બાંધવામાં આવેલા મોટા મોટા પાળા કે ઢાળીયા છે.

સરકાર અને સમાજસેવી સંસ્થાઓ દ્વારા તળાવને ઊંડા કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, અલગ અલગ નાના નાના ખાબોચિયા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની જગ્યાએ કોઈક એક જગ્યા એ પાણી ભરાય, અને એ પણ ઊંડી જગ્યામાં જેથી એનું બાષ્પીભવન ઓછું થાય.

આ ઉદ્દેશ્ય એટલે સિદ્ધ નથી થતો કારણકે, સરકાર કે સેવાભાવી સંસ્થા દ્વારા તળાવની આજુબાજુના ૫૦ કે ૧૦૦ મીટરના વિસ્તારમાં જ પાણીના આવરાને ઉઘાડા કે ચોખ્ખા કરવા આવી રહ્યો છે. જ્યારે એ તળાવ ભરવા માટે પુરતું નથી.

ખેતરોમાં જે ઢલિયાઓ કે પાળાઓ દ્વારા પાણી રોકાઈ જાય છે અને એ પાણી ખેતરમાં સપાટ થાળી જેવી સ્થિતિમાં ભરાતું હોય છે એટલે એ પાણી પ્રમાણમાં જલદીથી બાષ્પીભવન થતું હોય છે અને એટલી જ જડપીથી એ જમીનમાં પણ ઉતરી જતું હોય છે. જે જનહિત માટે યોગ્ય જાણતું નથી.

ખેડૂતની દ્રષ્ટિથી વિચારીએ તો ખેડૂત માટે ખેતરનું ખાતર પાણીમાં ધોવાઈ અન્ય જગ્યાએ ના જાય એ માટે પાળા કે ઢાળિયા બનાવવા પણ જરૂરી હોય છે.

આધુનિક બની રહેલા ખેડૂતો અને ખેતરો એ સમયની માંગ છે.

પ્રશ્નો પણ અનેક અને સમસ્યાઓ પણ અનેક છે, આ પ્રશ્નોના જવાબ જુનવાણી વિચારો અને ઉપાયથી અઘરા થતાં જાય છે. આનો ઉપાય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના ઉપયોગ વગર શક્ય નથી. આપણાં દેશની કરુણતા એ છે કે, ટેકનોલોજી અને શિક્ષણનો ઉપયોગ આવા જનહિતાય કામોમાં નથી થઈ રહ્યો..