ચોમાસુ – ૨૦૧૯

૨૨.૦૬.૨૦૧૯

Mepdaવડગામ તાલુકાના નદીશેરા વિસ્તારમાં વર્ષાઋતુના પ્રારંભમાં મુશળધાર વરસાદ ખાબ્યો છે. તાલુકા મથક વડગામથી  મેપડા ગામ માત્ર ૧૪ કિ.મી હવાઈ અંતરે સ્થિત છે. આ મેપડા ગામના રહિશ હારૂનભાઇ વિહારી વડગામ.કોમને જણાવે છે તા.૨૨.૦૬.૨૦૧૯ના રોજ મેપડા ગામમાં રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે. આ વિસ્તારના નાના-મોટા તળાવો ભરાઈ ગયા તો વ્હોળામાં પણ નવા પાણી આવ્યા જે તળાવો વ્હોળા નાળા જુલાઈના અંતમાં ભરાતા તે જુનમાં ભરાવા લાગ્યા છે. ગામમાં કોઈ વરસાદી માપક સાધન નથી એટલે ચોક્કસ કેટલો વરસાદ વરસ્યો એ જાણી શકાયુ નથી પણ વડગામ તાલુકાના આ વિસ્તારમાં શરૂઆતમાં જેટલ વરસાદ જોઈએ એનાથી વધુ વરસાદ થઈ ગયો છે. પણ વહેલા વરસાદથી ખેડૂતોને ખૂબ મોટુ નુકશાન થવા પામ્યું છે. હાથમાંથી નવાળા છીનવાઈ ગયા..બાજરી, મગફળી પાકીને તૈયાર કરેલી તે પાણીમાં બગડી ગઈ છે…..

વરસાદને થોડીક ધાર્મિક માન્યતાઓને સંદર્ભે જોઈએ તો ૨૭ નક્ષત્ર માંથી ૧૧ નક્ષત્ર વરસાદના હોય છે જેની શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે. સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યાર પછી વરસાદી વાતાવરણનો અથવા તો વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. આજે એટલે કે શનિવારે તા.૨૨.૦૬.૨૦૧૯ના રોજ સાંજે ૫.૨૦ કલાકે સૂર્યનારાયણનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ સાથે જ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વિધિવત રીતે વર્ષાઋતુનો પ્રારંભ થઈ ગયો છે. જો કે વિજ્ઞાનની ભાષામાં હજુ પ્રિમોન્સુન એકટીવીટી ચાલી રહી છે..સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. વડગામાં વર્ષાઋતુની શરૂઆત પહેલા ૮૧ મી.મી (૩.૨૪ ઇંચ) પ્રિમોન્સુન નો વરસાદ બોનસરૂપે વરસી ચૂક્યો છે..જો કે આજે વડગામથી ખેરાલુ તરફ જવાના રોડ ઉપર અમુક અમુક જગ્યાએ પવન સાથે વરસાદી ઝાપટાને ના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા એવા સમાચાર મળી રહયા છે. ઇન્દુ એટલે વરસાદનું ટીપું અને ઇન્દ્ર એ વરસાદના દેવતા છે. હવે જ્યારે આદ્રા નક્ષત્ર બેસવાની સાથે વાદળાના દળ ઉલટ પાલટ થઈ રહ્યા છે અને વર્ષાઋતુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઇન્દ્ર ભગવાન વરસાદની અખંડઘારા સ્વરૂપે જીવાત્માઓની જીવનધારા ને જીવંત રાખે તેવી વડગામ.કોમ ઇન્દ્ર દેવને પ્રાર્થના કરે છે…..

૧૮.૦૬.૨૦૧૯

આજે હવામાન અભ્યાસુ મિત્ર શ્રી એન.ડી.વડાવિયાની વડગામ.કોમ સાથે ચર્ચા થઈ તે મુજબ જાણવા મળ્યું કે હાલ સિસ્ટમ આધારિત પ્રિમોન્સુન વરસાદ કહેવાય..કર્ણાટકા,મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસે પછી આપણે ત્યાં ચોમાસુ બેસે પણ લગભગ તા. ૨૫ થી તા. ૩૦ જુન વચ્ચે વિધિવત ચોમાસા આપણે ત્યાં આવી જાય તેવી આશા છે. ત્રણ ચાર દિવસમાં બંગાળની ખાડીના વિસ્તારો તેમજ દક્ષિણ ભાગો તેમજ અરબ સાગરમાં ચોમાસું આગળ ચાલશે..ત્રણ ચાર દિવસમાં એક લો પ્રેસર પણ બી.ઓ.બીમાં થશે એટલે ચોમાસાને વેગ મળશે. આવતી કાલે એટલે કે ૧૯ જુન ના રોજ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી એક્ટીવીટી જોવા મળી શકે છે પણ આજ કરતા પ્રમાણમાં એક્ટીવીટી વિસ્તાર ઓછો હશે.

દરમિયાન વડગામ પંથકમાં સરકારી દફ્તરે આજે રાત્રે આઠ વાગ્યા સુધી ૬૦ મી.મી (૨.૧૦ ઇંચ) વરસાદ પડ્યો છે. પંથકમાં મોસમનો કુલ વરસાદી આંક ૭૭ મી.મી (૩ ઇંચ) સુધી પહોંચ્યો છે. અગાઉની પોસ્ટમાં  જણાવ્યા મુજબ ગત વર્ષે એટલે કે ૨૦૧૮ના જુનમાં ૪૫ મી.મી ( ૨ ઇંચ) વરસાદ થયો હતો આ વર્ષે હજુ જુન મહિનાના ૧૩ દિવસ બાકી છે અને ૩ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને ચોમાસુ ૨૫ થી ૩૦ જુન વચ્ચે શરૂ થઈ શકે છે એટલે એ જોવુ રહ્યું કે આ વર્ષનો જુન મહિનો ચોમાસાની કેવી શરૂઆત આપે છે ??