ચોમાસુ – ૨૦૨૦

ચોમાસું ઢુંકડું છે ત્યારે વડગામ પંથક ના ચોમાસુ વરસાદ ના છેલ્લા પાંચ વર્ષના  લેખા-જોખા.

સન ૨૦૧૫ થી સન ૨૦૧૯ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વડગામ પંથકમાં પડેલ વરસાદના સરકારી આંકડા જોઈએ તો છેલ્લા પાંચ વર્ષ માંથી ત્રણ વર્ષ તો ૧૦૦ ટકા કે ૧૦૦ ટકા થી વધુ વરસાદ વરસ્યો છે. બાકીના બે વર્ષો પૈકી ૨૦૧૬ ના  વર્ષ માં ૮૧.૧૮ % અને ૨૦૧૮ માં પચાસ ટકા કરતા ઓછો વરસાદ ૪૭.૬૮ ટકા થયો  હતો. જે પાછલા ત્રણ વર્ષ સારા હતા તેમાં ૨૦૧૫  માં ૧૩૧.૨૫ ટકા, ૨૦૧૭ માં ૧૮૦.૩૩ ટકા અને ૨૦૧૯ માં ૧૦૦.૭૮ ટકા વરસાદ વરસ્યો છે અને છેલ્લા પાંચ વર્ષ ની સરેરાશ જોઈએ તો ૧૦૭.૪૩ ટકા વરસાદ વડગામ પંથક ની ભૂમિ ઉપર છેલ્લા પાચં વર્ષો દરમિયાન પડ્યો છે. આ આંકાડીય માહિતી પરથી અંદાજ લગાવી શકાય કે પાછળ ના પાંચ વર્ષ ની સરેરાશ ૧૦૦ ટકાથી ઉપર છે તેમ્ છતાં આજે વડગામ પંથક માં પાણી દિન-પ્રતિ દિન ઓછા થઈ રહ્યા છે. પાણી વધી રહ્યા છે કે જાળવાઈ રહ્યાં છે એવા સમાચાર સાંભળવા મળતા નથી પણ પાણી ઘટી રહ્યા છે અને વર્ષો વર્ષ ટયુબવેલ થકી ભૂગર્ભ માં ઊંડા ને ઊંડા ખર્ચના ખાડામાં ખેડૂત વર્ગ પોતાના પરસેવાની કમાણી ડૂબાડી રહ્યો છે. વરસાદી પાણી ને ગામના તળાવો માં કે ખેત તલાવડી થકી સંગ્રહ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો વરસાદ ના આંકડાઓની સરેરાશ જોતા સ્થિત આજે છે એ કદાચ ન હોત. આપણે ભૂતકાળ ની ભૂલોમાંથી કઈ શીખતા નથી એ સાબિત થતું જાય છે વરસાદ ઓછો નથી પણ એના પાણીને વહી જતા રોકવાની આપણી સમજ ઓછી છે અને એ આપણી કમનશીબી છે . વરસાદ પડતા રહેશે અને આપણે જમીન ઉપર પડતા પાણી ને વહી જતું જોતા રહી ભૂગર્ભ માં પાણી શોધતા રહીશું અને અંતે આર્થિક રીતે સધ્ધર થવાની જગ્યાએ બરબાદ થતા જઈશું એ સનાતન સત્ય છે.

—————————————————————————————————-

દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસાનું અંદામાન નિકોબાર માં આગમન થયે… કેરલ સહિત દક્ષિણ ભારત માં પડતો વરસાદ એ પ્રિમોન્સુન વરસાદ કહેવાય……

કેરલ માં વિધિવત ચોમાસા નું આગમન થયે સમગ્ર ગુજરાત માં પડતો વરસાદ એ પ્રિમોન્સુન વરસાદ કહેવાય..

 

હવામાન અપડેટ

તા.04/05/2020 થી તા.10/05/2020

આગામી 8 દિવસ સમગ્ર રાજ્ય માં ઉપલા લેવલે અસ્થિરતા વધુ રહેશે….એટલે અમુક દિવસે જે તે વિસ્તાર માં પર્યાપ્ત માત્રા માં ભેજ હોય તે વિસ્તાર માં ગાજવીજ સાથે વરસાદ ની સંભાવના અને વાદળો વધુ ઉચાઇ સુધી ફેલાય તો વરસાદ સાથે કરા પણ પડી શકે છે..

હાલ તાપમાન નો પારો 41 ડીગ્રી થી 42 ડીગ્રી આસપાસ રહે છે..જે તારીખ.6 થી તારીખ.9 દરમ્યાન તાપમાન નો પારો 42 ડીગ્રી થી 45 ડીગ્રી વચ્ચે જોવા મળશે…બાદ આંશિક રાહત મળશે…બપોર બાદ સાંજે પવનનું પ્રમાણ વધશે..રાત્રે સામાન્ય ઠંડક આપતા પવનો ફુંકાશે…નિતેશ.ડી.વડાવિયા…મોરબી…

 

અમેરિકન એજન્સી  noaa ના માપદંડ પ્રમાણે એલનિનો ના સળંગ પાંચ ત્રિમાસીક ચરણ પુર્ણ થયેલ છે.

આગળ ની એલ નિનો અપડેટ માં જણાવ્યા પ્રમાણે અમેરીકન એજન્સી noaa ના માપદંડ પ્રમાણે ગત મહિના માસાંન્તે વિધિવત નબળો એલ નિનો પ્રસ્થાપિત થયેલ છે…..ધીમે ધીમે એલનિનો ની રચાયેલ સાંકળ વિખરાઇ જશે….દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું 2020 દરમ્યાન એલનિનો  નડતર રુપ નહી થાય તેવું વિવિધ ક્લાઇમેટ ફોરકાસ્ટ મોડલ સુચવે છે…એટલે બિંન્દાસ રહેવું…

 

હાલ ના મોડલ અભ્યાસ પ્રમાણે ચાલુ માસ આખર કે જુન માસ આખર સુધી માં  એલનીનો ની સાંકળ તુંટી જશે…એટલે ચોમાસા માં એલનિનો વિલન બને તેવી કોઇ શક્યતા નથી..સારી વાત એ છે કે જુલાઇ/ ઓગસ્ટ માસ થી sst મુલ્ય – માઇનસ  તરફ જશે એટલે કે  sst મુલ્ય લા નિના તરફ મોઢુ ફેરવશે…એટલે કે જુલાઇ/ઓગસ્ટ માસ માં noaa ના માપદંડ પ્રમાણે લા નિના ઇવાન્ટ નું પ્રથમ કે બીજુ ત્રિમાસિક ચરણ પુરુ થાય તેવું હાલ નું અનુમાન છે… લા નિના ઇવાન્ટ દરમ્યાન નોર્મલ સરેરાશ કે તેથી વધુ વરસાદ પડે તેવું માનવા માં આવે છે.noaa ના માપદંડ પ્રમાણે ભારતીય દક્ષિણ પશ્ર્ચિમ ચોમાસું-2020 દરમ્યાન વિધિવત રીતે લા નિના પ્રસ્થાપિત થાય તેવી પણ સક્યતા જણાતી નથી…

 

ભારતીય સોમાસા માં ઇન્ડીયન ઓસેનિક ડાયપોલ એટલે કે i.o.d નું મહત્વ પણ એલનિનો / લાનિના થી ઓછું આંકી શકાય તેમ નથી. મે મહિના સુધી iod ન્યુટ્રલ પણ પોજીટીવ મુલ્ય તરફ રહેશે.જુન માસ થી iod ન્યુટ્રલ પણ નેગેટીવ મોડ માં જશે.. એટલે ચોમાસા માટે નું એક પરીબળ થોડુંક નબળુ જોવા મળી શકે તેવી શક્યતા…

 

એલનિનો થી વરસાદ ની પેટર્ન બદલાય છે.જ્યાં સરેરાસ વધું વરસાદ પડતો હોય ત્યાં ઓછો , ઓછો પડતો હોય ત્યાં વધુ વરસાદ પડતો હોય છે. એલનિનો ક્યા ચોક્કસ વિસ્તાર ને અસર કરે તે હજુ સંશોધન નો વિષય છે.ચોમાસા દરમ્યાન એલનિનો હોય તો ભારતીય ચોમાસા માં સરેરાસ કરતા ઓછો વરસાદ પડે છે તેવું પણ માનવા માં આવે છે.

જો કે ભારતીય ચોમાસા માટે ઘણા પરિબળો ભાગ ભજવતા હોય છે.જો નબળો એલનિનો જાહેર થયેલ હોવા છતા પણ ચિંતા નું કોઇ કારણ નથી કેમકે વધીને મે/ જુન આખર સુધી માં એલનિનો ની સાંકળ વિખેરાઇ જશે…જુલાઇ ઓગસ્ટ માં લા નિના ઇવાન્ટ ની શરુઆત થાય એવી શક્યતા છે…એટલે એક પરીબળ ખુબ સારુ રહેશે..

હું એલનિનો કે લા નિના કે વર્ષ દરમ્યાન સરેરાશ કેટલો વરસાદ પડશે તેમાં હું માનતો નથી.

”  Noaa મૂજબ એલનિનો પ્રસ્થાપિત માટે ના પરિબળો  ”

નીનો 3.4 વિસ્તાર માં દરિયાઇ સપાટી ના નોર્મલ તાપમાન થી જેફરક હોઈ તેને (sst) કહેવાય જે આગાહી માટે નું મુખ્ય માપદંડ છે.નિનો 3.4 વિસ્તાર ના ત્રણ મહિનાની સળંગ સરેરાશ ને ઓસનિક નીનો ઇન્ડેક્ષ (oni) કહેવાય.

 

“એલ નીનો ની ઓળખ”

સંપૂર્ણ એલ નીનો  માટે આ oni ઇન્ડેક્ષ + 0.5ºC કે તેથી ઉંચો હોવો જોઈએ જે  3 મહિનાની સળંગ પાંચ સીઝન સુધી રહેવી જોઈએ. બસ તેના થી ઉલટી પ્રક્રીયા અને oni ઇન્ડેક્ષ -0.5 કે તેથી વધુ ઉંચો એટલે લા નિના…તેમજ એટમોસ્ફીયર પરિબળો પણ સુસંગત હોવા જોઇએ.

 

એન.ડી.વડાવિયા.એસ.ટી.ડેપો.મોરબી.