વડગામ કોલેજના ભૂમિદાતાનું અવસાન….

OLYMPUS DIGITAL CAMERA
Galbabhai Jesangbhai Dekaliya – Vaadgam

ઈ.સ. ૨૦૦૨ ના વર્ષમાં આશરે ચાર એકર જેટલી હાઈવે ટચ કરોડોની કિંમતની જમીન વડગામ તાલુકામાં પ્રથમ કોલેજ નિર્માણ હેતુ નિઃસ્વાર્થ ભાવે દાન કરનાર વડગામ ના દાનવીર શ્રી ગલબાભાઈ જેશંગભાઈ ડેકલીયાનુ ૯૬ વર્ષની વયે સ્વર્ગવાસ.

સ્વ.શ્રી ગલબાભાઇ જેસંગભાઇ ડેકલિયા અને તેમના ધર્મપત્નિ સ્વ.ગલાલબેનને કોઇ સંતાન ન હતુ. બન્ને દંપતિ સ્વમાનભેર ખેતી અને પશુપાલન ઉપર જીવન વ્યતિત કર્યુ. તેઓનુ જીવન કોઇ જ મોજ શોખ વગરનું તદ્દન સાદુ જીવન હતુ. તેઓ સારી ઓલાદની ભેસો ની લે-વેચ નો ધધો પણ કરતા હતા. તેઓશ્રી ના ધર્મ પત્નિ ગલાલબેનનુ ૬-૭ વર્ષ પહેલા અવસાન થયેલુ ત્યાં સુધી બન્ને દંપતિએ ખેતીવાડી અને પશુપલાન કરી કોઇના ઉપર નિર્ભર રહ્યા સિવાય સરળ અને સાદગીપૂર્ણ જીવન વ્યતિત કર્યુ. ધર્મપત્નિ ના અવસાનબાદ સ્વર્ગસ્થ શ્રી એ પોતાના ભત્રીજા ને ખોળે લીધો હતો. હાઇવે ટચ કરોડોની જમીન કોલેજ માટે દાન કરી તેમણે સમાજ્ને ખૂબ મોટી ભેટ આપી હતી. સ્વ. શ્રી ગલબાભાઇ જેશંગભાઇ ડેકલિયાને વડગામ.કોમ સદા યાદ રાખશે.

ભૂમિદાતા સ્વ. શ્રી ગલબાભાની આત્મને પરમ શાંતિ મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને www.vadgam.com પ્રાર્થના કરે છે. ઓમ શાંતિ

નોંધ :- અત્રે મુકેલ તેઓની તસ્વીર મે ક્યારેક તેઓ મારા ઘરે કોઇ પ્રસંગ વખતે આવ્યા હતા ત્યારે ક્લિક કરી હતી જેનો મને આજે એ યાદગાર તસ્વીર લેવાનુ ગૌરવ છે. :- નિતીન (વડગામ)