નાવીસણા ગામ દ્વારા ૧૫ ઓગષ્ટની પ્રેરક ઉજવણી…..

15 ઓગસ્ટ 2022 ના રોજ ગામ – નાવિસણા. તા- વડગામ .જિલ્લા બનાસકાંઠા.

વડગામ તાલુકાના નાવિસણા ગામ માં 15 ઑગસ્ટ-૨૦૨૨ના દિવસે ગામ ની તમામ જાતિ ના લોકો ના સાથ સહકારથી ગામ ના યુવાનો જે દેશના સુરક્ષાદળની આર્મી, પોલીસ વિભાગ સહીત સુરક્ષા દળના વિવિધ ક્ષેત્રે ફરજ નિભાવે છે તે તથા જે આ વિભાગ માં થી વય નિવૃત્ત થયા છે તે તમામ નું વિશેષ સન્માન રાખવા માં આવ્યું હતું .ગામ લોકો એ સૌ પ્રથમ આ તમામનું સામૈયું કર્યું હતું..તેમાં ગામ ના સરપંચ તથા ગામ ની સ્કૂલ આચાર્ય તેમનો સ્ટાફ અને ગામ.ની સ્કૂલ કમિટી ના સભ્યોએ ખૂબ મહેનત કરી હતી.. નાવિસણા ગામ ના તમામ સમાજ માંથી જે યુવાનો માં ભોમ કાજે દેશ ફરજ નિભાવે છે આ ગામ માટે ગૌરવ ની વાત છે.

Navisana-1

આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ B.N.Lohani ( deputy commanding officer BSF ) એ
ગામ ના લોકો ને દેશ ની એકતા અખંડિતતા જાળવવા માટે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું હતું. વરસતા વરસાદ માં પણ ગામ ના તમામ લોકો ઊભા રહી ને તેમની વાતો ખૂબ ગંભીરતાથી સાંભળી. વક્તવ્ય પૂરું થતા આખા ગામે ખૂબ માન સન્માન થી તેમની વાત ને વધાવી લીધી..

15 ઓગસ્ટ નો કાર્યક્રમ ખૂબ હર્ષ ઉલ્લાસ થી ઉજવાયો તેમાં ગામ ના સરપંચ તથા નાવિસણા સ્કૂલ સ્ટાફ .. નાવિસણા ગામ ના લોકો ની કમિટી નો થતા ગામ ના તમામ સમાજ ના લોકોએ સહયોગ આપ્યો હતો.