વડગામ તાલુકાની મેપડા ગ્રુપ ગ્રામ પંચાયતની આઝાદીકા અમૃત મહોત્સવની પ્રેરક અને પ્રસંશિય ઉજવણી….

Mepda-1ભારત સરકાર દ્વારા દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વડગામ તાલુકાની મેપડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેપડા તથા બાદરપુરા ગામમો જે લોકોને ૭૫ વર્ષ કે તેથી વધુ ઉમર થઈ છે તેઓને ગ્રામ પંચાયત દ્વારા આમંત્રણ આપી ને સન્માનવાનો કાર્યક્રમ રાખવામો આવેલ હતો. ઉપરોક્ત ગામોના નાગરિકો કે જેઓ ૧૫/૦૮/૧૯૪૭ ના રોજ કે તે પહેલા જન્મેલા હોય અને ૧૫/૦૮/૨૦૨૨ સુધી ૭૫ વરસ પુરા થયેલ છે તેઓએ સ્વાતંત્રય દિવસની સવારે મેપડા પ્રાથમિક શાળામાં સરપંચશ્રી અને ગામના વડીલશ્રીઓ શાળા ના સ્ટાફ અને બાળકો દ્વારા ધ્વજ વંદન કર્યા બાદ ગામના વડીલશ્રીઓનુ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દરેક ને ફુલહાર પહેરાવીને શાલ ઓઢાડીને સ્ન્માનપત્ર આપીને સન્માનીત કરવામો આવ્યા હતા અને તે બાદ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા આદરણીય વડીલશ્રીઓ ૭૫ વરસ સુધી તંદુરસ્ત રહ્યા છે તેઓ હજુ તંદુરસ્તી સાથે જીવન પસાર થાય તેવી સમુહ પ્રાર્થના કરવામાં આવેલ. આ પ્રસંગે મેપડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી , સભ્યોશ્રી, વિસીઈ, દુધ ડેરીના ચેરમેન શ્રીઓ ,શાળાનો સ્ટાફ્ગણ,એસ.એમ.સી કમીટી તેમજ ગામ આગેવાનો લોકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા પ્રાથમીક શાળાનો સ્ટાફ અને ગામના ઉત્સાહિત યુવાનો એ સારુ સહયોગ આપવામો આવેલ.

Mepda-2

ગ્રામ પંચાયત કમીટી

સરપંચ શ્રી મહેમુદખાન મોજમખાન બિહારી

ડે.સરપંચ શ્રી મંજુલાબેન બાબુજી વાઘેલા

સભ્ય શ્રી પ્રિયાબેન સંદિપકુમા વાઘેલા

સભ્ય શ્રી સમજુબેન કાનાજી વાઘેલા

સભ્ય શ્રી દોલીબેન રાજાભાઈ સેનમા

સભ્ય શ્રી નરેશકુમાર બાબુભાઈ પરમાર

સભ્ય શ્રી કમલેશભાઈ રેવાભાઈ પ્રજાપતિ

સભ્ય શ્રી ગણેશજી વિરસંગજી વાઘેલા

સભ્ય શ્રી સુરેશકુમાર રામજીભાઈ પરમાર

Mepda-3

ઉપસ્થિત રહેલ આદરણીય વડીલશ્રીઓ….

.

વાઘરી ધુળાભાઈ સવધાનભાઈ

પંચાલ મીયાચંદભાઈ ગોદડભાઈ

સેનમા નાથાભાઈ ધુળાભાઈ

પરમાર બેચરભાઈ ગલબાભાઈ

સેનમા વિરાભાઈ કાળુભાઈ

પટેલ શામજીભાઈ દલાભાઈ

સેનમા દેવાભાઈ ભુપતાભાઈ

પટેલ વિરસંગભાઈ દલસંગભાઈ

બિહારી પરબતખાન સલેમખાન

પટેલ શોમજીભાઈ દલસંગભાઈ

પંચાલ અમરતભાઈ મોહનભાઈ

કરણ લવજીભાઈ દલસંગભાઈ

ઠાકરડા લખમણજી ધુળાજી

ઠાકરડા લાલાજી મોતીજી

ઠાકરડા લાલજીજી જેસંગજી

ગુર્જર ખેમાભાઈ વિરાભાઈ

જુઆ રામજીભાઈ વાલજીભાઈ