ખેતીવાડી

નવો ફાયદો કરાવતું બિયારણ – સૈયદ ખાલિક અહેમદ

[ તાજેતરમાં વડગામ તાલુકામાં પણ ગુવાર પાકનું વાવેતર સારા એવા પ્રમાણમાં સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે, તેવા સંજોગોમાં Indian Express News માં પ્રકાશિત થયેલ ગુવાર બિયારણ વિશે નો આ લેખ ખેડૂતોને જાણકારી માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા ઉદ્દેશ થી સાભાર અહીં ગુજરાતીમાં ભાષાંતર કરીને મુકવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત રોહિતભાઈ શાહ અને કલ્પેશભઈ સોની એ ખેડૂતો માટે માહિતીપ્રદ આ લેખનું અંગ્રેજી માંથી ગુજરાતીમાં ભાષાંતર કરી આપવામાં જે મદદ કરી તે બદલ તેઓશ્રીનો આભાર માનું છું.]

 

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા લક્ષ્મીપુરા ગામના મહેશ પટેલે આ વર્ષે સામાન્ય રીતે ચાર – પાંચ એકરમાં કરાતી વાવણીને બદલે 10 એકર જમીનમાં ગુવારની વાવણી કરી. ‘આવું કર્યું કારણ કે છેલ્લા ત્રણ -ચાર વર્ષથી ગુવારના ભાવો સારા મળી રહ્યા છે,’ એમ તેઓ કહે છે.

‘છેલ્લા ત્રણ – ચાર વર્ષથી વધુ માંગ અને તેની તુલનામાં ઓછા પુરવઠાને કારણે ગુવારના બીયારણના ખૂબ સારા ભાવો ઉપજી રહ્યા છે, કે જે ખેડૂતોને તેની વિકાસની નવી દિશા તરફ જવાની પ્રેરણા આપી રહ્યા છે,’ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર શ્રી એન. સી. પટેલ કહે છે.

વધુ પ્રમાણમાં માંગના કારણે આ ખરીફ પાકની સીઝનમાં ગુજરાતમાં ગુવારની વાવણી રાજ્ય એગ્રીકલ્ચર ડીપાર્ટમેંટના આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં 2.4 લાખ હેક્ટર્સની તુલનામાં 4.36 લાખ હેક્ટર્સમાં થઈ. ગુજરાતે 2009 – 10ની તુલનામાં 0.46 લાખ ટન વધુ અને 2010 – 2011ની તુલનામાં 0.70 લાખ ટન વધુ એટલે કે 2011 – 12માં 1.2 લાખ ટન ગુવારનું ઉત્પાદન કર્યું. આ વર્ષે બે લાખ ટન સુધીનું ઉત્પાદન થાય એવી અપેક્ષા છે.

ખેડૂતો છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ઔદ્યોગિક કક્ષાનું બીયારણ પ્રતિ કિલોગ્રામ રૂ. 85થી લઈને 300 રૂ. સુધીના ભાવે વેચી રહ્યા છે; જેની કિંમત આ પહેલા રાજ્યમાં રૂ. 50 હતી. તેમ છતાં માંગ પૂરી થઈ શકતી નથી કારણ કે ઔદ્યોગિક કક્ષાનું આ બિયારણ એક એવા પ્રવાહીને તૈયાર કરવામાં વપરાય છે કે જેનો ઉપયોગ તેલ અને ગેસ કંપનીઓ પોચા ખડકમાંથી કુદરતી ગેસને વિસ્ફોટ દ્વારા બહાર લાવવા માટે કરે છે. ઔદ્યોગિક કક્ષાના બિયારણના નેવું ટકાની નિકાસ થાય છે અને બાકીનો જથ્થો સ્થાનિક કાપડના વણાટકામમાં, ખોરાક માટે, દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં વપરાય છે, એવું ગુજરાત રાજ્ય ગુવાર વેપારી મંડળના પ્રમુખ મહેન્દ્ર ભાનુશાળી કહે છે. તેઓ વધુમા જણાવે છે કે દેશી તેમ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગુવારની માંગમાં દર વર્ષે 10 થી 12 ટકાનો વધારો થઈ રહ્યો છે.

ઓએનજીસીના એક ઊંચા અધિકારી જણાવે છે કે ‘માંગમાં સ્થાયી રીતે વધારો થતો રહેશે અને કિંમતો અચાનક ધડાકા સાથે વધી જશે કારણ કે ચીનમાં કુદરતી ગેસ ધરાવતા પોચા ખડકોના ખૂબ મોટા પહાડો શોધાયા છે. ચીનમાં આવા પોચા ખડકો ને સમાવતો વિસ્તાર એટલો બધો વિશાળ છે કે આખા વિશ્વમાં કુલ ઉત્પાદિત થનારો ગુવારમાંથી બનાવવામાં આવતો પ્રવાહી પદાર્થ (ગુંદર) પણ એની માંગ પૂરી કરવામાં પૂરતો નહીં નીવડે.’ એક અધિકારી પોતાનું નામ ન આપવાની શરતે આ રહસ્ય જણાવી રહ્યા છે.  ખડકો તોડવાની બીજી કોઈ પદ્ધતિ કે કે જેને છેલ્લા ઉપાય તરીકે અપનાવવા કંપનીઓ તૈયાર થાય એ પણ એટલી બધી સલામત અને સસ્તી નથી કે જેટલો ગુવારના ઉપયોગવાળી પદ્ધતિ છે, એમ તેઓ કહે છે.

[ અંગ્રેજીમાં મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.]