આપણા તિર્થસ્થળો

રાજા સિધ્ધરાજ જયસિંહ ના વખત ના સમય નું નાગરપુરા ગામ.

વડગામ મહાલ ના જાગીરદારી ગામ નગાણાની પુર્વ મા સરસ્વતી નદી ના કાંઠે અડીને આવેલ નાગરપુરા ગામ મા નગાણાથી જવાનો પાકો રસ્તો છે.આ ગામ નાગર બ્રાહમણો નું ગામ કહેવાતુ એટલે નાગરપુરા નામ પડી ગયાનું કહેવાય છે.

નદીની ભેખડોને અડીને આવેલ શિવજીનુ એક મંદિર છે.આ મંદિર સિધ્ધરાજ જયસિંહ રાજા ના વખત નું કહેવાય છે. દુધેશ્વર–શામળેશ્વર–નિલેશ્વર ત્રણ લીંગ નુ આ એક જ મંદિર છે. મુની શ્રી વાસુદેવગીરી –ગુરૂ જીવનગીરી આ મંદિર સંભાળતા હતા.

મહાદેવ ના મંદિર પાસે એક વટ વ્રુક્ષ ની જેમ ઘટાદાર લિમડાનું વ્રુક્ષ છે.એમ કહેવાય છે કે વસુદેવગીરી મહારાજે પોતાના હસ્તે દાતણ ની ચીરી વાવેલ તેમાંથી આ વિશાળ લિમડાનું વ્રુક્ષ બની ગયેલ છે .આમ તો નાગરપુરા ગામ રાજા સિધ્ધરાજ જયસિંહ ના વખત માં  વસેલુ કહેવાય છે.ગામ લોકો જ્યારે પણ ખેતી વિષયક જમીન લેવલીંગ કરે છે ત્યારે અને નવીન મકાનો ના બાંધકામ સમયે પાયાના ખોદકામ વખતે હાથભરી ઈંટો અને જૂના વખતની ઘડીઓ –વાસણોના અવશેષો મળી આવે છે.

મહાદેવ નુ મંદિર સરસ્વતી નદીની ભેખડો પાસે આવેલ છે.તેની આસપાસ અવલોકન કરવા જતા જાણવા મળેલ કે ,નદીનો પ્રવાહ અને છાછવારે નદીના પુર ના કારણે ભેખડો નું ધોવાણ થવાથી મંદિર ના આજુબાજુ ના ભાગ મા આવેલ કેટલીક નાની નાની ડેરીઓ નદીના પટ મા ધસી ગઈ છે.આજે પણ નદીના પટ ના છેડે ભેખડો પાસે અનેક ભારેખમ શિલાઓ જોવા મળે છે.આવી જ એક નાની ડેરીનો કેટલોક ભાગ કાંટાળા વ્રુક્ષો ની જાડીમા જોવા મળેલ.જ્યા એક શ્યામ વર્ણના પથ્થરમા થોડીક ખંડીત થઈ ગયેલી એક મૂર્તિ નજરે પડતા તેનુ બારીકાઈ થી નિરિક્ષણ કરેલ.પણ મૂર્તિ કોની છે તે નક્કી થઈ શકેલ નહી તે મૂર્તિ પદ્માવતીની પણ હોઈ શકે.તેનો ફોટો પાડી અનેક સોમપુરા ભાઈઓને ,બ્રાહમણોને બતાવેલ પણ ચોક્કસ પરિણામ મળેલ નહિ.મહાદેવના મંદિર પાસે આવેલ ઘટાદાર ઘટાદાર લીમડાના વ્રુક્ષ ની છાયા મા સંધ્યા ટાંણે નાગપંચમીના દિવસે છ થી સાત ફૂટ લાંબા નાગદેવતા આવી થોડીકવાર વિસામો લઈ અલોપ થઈ જાય છે.ઘણા ભાગ્યશાળીઓ ને તેમના દર્શનનો લાભ થાય છે.

ગામ ના જ એક જાણકાર સેવાભાવી સેવક જેસંગભાઈ રામાભાઈ સેનમા ના જણાવ્યા અનુસાર એક જમાનામા આ મંદિર ની ભારે જાહોઝલાલી હતી.લોકો પોતાની માનતા પૂર્ણ થતા શ્રધ્ધાપૂર્ણ કિમંતી દાગીના , ચાંદીના ના રૂપિયા વગેરે ચડાવા રૂપે દાન કરતા હતા.આવા અઢળક કિમંતી દાગીના રૂપિયા મંદિર ના ઉપર ના મુગટ (ગુંબજ)મા સાચવી રાખતા હતા.તેની ખબર રાખી કેટલાક હરામખોરો આવી ની લૂંટી ગયા હતા.તે લોકો નદી મા થઈ ને સિધ્ધપુર તરફ નાસી ગયેલા.કહેવાય છે કે,મદિરના દાગીના , ચાંદી ના રૂપિયા તાંબા પિત્તળ ની ગાગરો મા ભરીને ગુંબજ મા મુકવામા આવતી તે ગાગરો લઈને ચોરો નદી પાર કરતા હતા તે પૈકી બે ત્રણ ગાગરો નદી મા પડી ગઈ હતી.તે ગાગરો શોધવા માટે ગામ લોકો એ અથાક પ્રયત્નો કર્યા  હતા પણ પાણી ના ભારે વહેણ ના લીધે હાથ મા આવી ન હતી. મંદિર ના પંટાગણ મા વાલમપુરી ની સમાધી છે તે વર્ષો જૂની છે.અહી નાગરપુરા અને આસપાસ ના ગામો માંથી મોટી સંખ્યા મા શ્રધાળુઓ દર્શન કરવા આવે છે.

સંપાદક :- સૈયદ શરીફ ચશ્માવાલા (વડગામ ગાઈડ પુસ્તક માંથી સાભાર)

ફોટોગ્રાફ્સ:- નિતિન પટેલ (વડગામ)