આપણા તિર્થસ્થળો

વડગામ ગામ ખેડાના પાદર દેવી માં બ્રહ્માણી.

[પ્રસ્તુત લેખ વડગામના વતની શ્રી દિનેશભાઇ મુળચંભાઇ તપોધન (રાવલ) દ્વારા લખવામાં આવ્યો છે ]

 

વડગામ ગામ ખેડાના દેવદેવીમાં તમામ પાદર દેવમાં મુખ્ય શ્રી રાજ રાજેશ્વરી કાળકા માં બ્રહ્માણી. બટુક ભૈરવ, જે હાલમાં બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં અડીખમ બિરાજમાન છે. તાલુકા પંચાયતના વડ નીચે ગોગ મહારાજ, ડેરીસામે વૈરાઇમાં, તપોધનોના મહોલ્લાના નાકે સીગોતરમાં, ડેકલીયા પરિવારના કુળદેવી સીગોતરમાં. (નોધ – સીગોતર માતાજી વડગામમાં હરેક જ્ઞાતિના મહોલ્લા ના નાકે પુજાય છે.

શ્રી બ્રહ્માણીમાંનો ઇતિહાસ જોતા મંદિર જુની પધ્ધતિથી ચોક્કસ ગણીતના માપથી વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર યંત્ર પર સ્થાપિત છે. જે મંદિરના અંદર ગર્ભગ્રુહમાંથી ઉપર જોવાથી અષ્ટકમલ વાળુ સુંદર( આઠપોખડિનુ) યંત્ર જોવામાં આવશે. આ સાથે ભાવિક દર્શનાર્થીઓ માટે માતાજીની મૂર્તિ ની જગ્યાએ તસ્વીર (ફોટો) છે. એ સિવાય નીચેના ભાગમા ક્રમ મુજબ નવ દેવી દેવો સ્થાપિત છે.

જેમ અંબાજીમા અંબાજી માતાની સેવા પુજા સિધ્ધપુર ના ભટ્ટ પરિવારો કરતા આવ્યા છે, એ જ રીતે બ્રહ્માણી માતાની ની પૂજા વડગામ ના તપોધન (રાવલ) પરિવારો કરેછે. આ જગ્યા એ અગાઉ બે ચાર સાધુ બાવાઓ પુજા અર્થે આવેલ પણ કોઇ ટકી શક્યુ નથી. શ્રી બ્રહ્માણી માતાજીને આખુ ગામ તન મસ્તક માને છે. વડીલોમા કંકુમા તપોધન બ્રહ્માણી માની ખુબ સેવા કરતા એમને માતાજી પ્રસંન્ન પણ થયેલા હતા અને પોતે શરીરે જાડા ખડતલ મજબુત બોધાના અમારા કુટુંબી માજી હતા. મારા જાણવા મુજબ વડગામ ના વાડેતરીયા દાદા ફતાભા સૌથી વધારે આયુષ્ય 105 વર્ષ જીવી ગયા. તેઓ જોડે હુ ખેતરમા જઇ હૈયાની વાતો કઢાવતો. એમના કહ્યા મુજબ માતાજીને હરિભાઈ ઉજમાભાઇના પિતા ઉજમાકાકા ખુબ સેવા પુજા કરતા અને માતાજીના પરમ ભક્ત હતા. કુવરફઇ વાડેતરીયા. બાબુકાકા ભોજક.( ગિરીશ ભાઇના પિતાશ્રી ), મગનકાકા પ્રજાપતિ, વિરસંગ કાકાના વિગેરે માતાજીને ખુબ માનતા.બીજા અન્ય ગામ વાસિયો પણ માને છે. અભુભાઇ.વિરસંગભાઇ. જે હાલ (ચોરાની)= કન્યાશાળા ની આવકમાંથી દર સાલ થતો કાળકા માનો થાળ =(પાડાની માતર) કરવઠા રુપી કરતા. બળેવીયા વધેરી વર્ષના શુકન પણ લેવાય છે. માતાજીનો હવન પણ દર વર્ષે થાયછે.

નવરાત્રીમાં બ્રહ્માણી માતાજીએ ઠાકોર સમાજ તોરણ બોધતા.અને ગામની મુખ્ય માંડવી ભગવતી મંડળ વડગામ બજાર વચ્ચે પણ તોરણ બોધતા પછી બધા ચાલતા નરગા કોશી જોડા ના તાલે મોકેશ્વર નદીએ ધોતી ધોવાના નામથી જતા.

રાજપુત સમાજ ધ્વારા આ બ્રહ્માણી માતાએ ગરબી મંડળ શરુથી નિયમીત રમતુ. તથા કોઇનુ કામ અથવા શેરમાટીની ખામી માતાજીએ પુરી કરી હોયતો એમના ઘેર પણ આ મંડળ ગરબે રમતું. આ પ્રથા હાલ પણ ચાલુ છે.

એક સમય હતો માતાજીના થાળ નૈવેધ સમયે એ દિવસે નિયમિત પાડો ત્યા સમય સર હાજર થતો.અને એના ઉપરથી પાડાની માતર નામ પડેલ.

વડગામ ના જૈનલોકો પણ આ મંદિરે દર્શન કરી થાળી નારિયેળ કરતા આવ્યા છે.

આ માતાજી એ હાલ જુની પરંપરા મુજબ દશેરાના જવારા આપવા.વાર તહેવારે ધારાવાડિ આપવી.વધામણા કહેવા. કકળાટ કાઠવો. એ નિયમો ચાલુ છે. તથા નવરાત્ર થી પુનમ સુધી મંદિરમા પુજારી હાજર રહે છે.

આ મંદિરે નવ દિવસ નોરતે બેસી અનુષ્ઠાન કરી ગણા ગામલોકો લાભ લીધેલ છે.

દર સાલ દશેરાના જાતર રમવા આવતા નાયકો પ્રથમ દિવસે બ્રહ્માણી માતાએ દીવો ધૂપ પુજા કરી પગે ઘૂઘરા બાધેછે. જે જાતર પુરી થયા પછી ફરી ઘૂઘરા છોડવા મંદિરના ભૈરવ દાદાપાસે ઘૂઘરા છોડવા આવવુ પડતુ હોયછે. એ દર્શનીય ઘૂઘરા હાલ પણ શ્રી ભૈરવ મંદિરમા છે.

વિશેષમાં ગામનુ કોઇપણ કામ કરતા પહેલા આ માતાજીને ભાગ્યશાળી શ્રધાળુ આગળ કરીને કરવામા આવેછે અને નિરવિઘ્ને ભલભલા કામો પુર્ણ થાયછે. ગામના નવા પરણેલા વરઘડિયા થાળી નારિયેલ ના પ્રસાદ નો ધુપ કરી સોટીયો રમી છેડાછેડી મીઢળ વરમાળા વિગેરે વિવાહિત વિધી આ મંદિરે પુરી થાયછે.

ઘણીવાર કોઇ સમાજમાં કોઇ સામાજીક પ્રશ્ન ન ઉકેલાતો હોયતો આ મંદિરની જગ્યામાં ભેગા મળી ચર્ચા કરતા ઉકેલાયેલા પરિણામો પણ હાજર હજૂર છે. આખો સમાજ આ મંદિરે આવી માતાજીને વચ્ચે રાખી વાત કરે એટલે વાર્તા પુરી થાય અને સત્ય બહાર આવી જાય.

કહેવત છે કે ભોળાનો ભગવાન એ સ્વરુપે માતાજી હાજર થઈ પરચા પણ આપેલ એના ઘણા દાખલા પણ છે.

હે બ્રહ્માણી મા જગદીશ્વરી જગ ભરા યોગેશ્વરી યોગીની….
ભક્ત આધીન ભવાની મા ભોગેસશ્વરી ભોગીની…..

વંદે આ શિશુ બાળ શુધ્ધ મનથી પ્રેમે થી પરમેશ્વરી….
ઇચ્છા અમારી સૌની પુરી કરો માં અંબે ઉમા ઇશ્વરી……..

વડગામ ગામ ખેડાના દેવીદેવોમાં સૌથી મોખરે પ્રથમ પદવી ધરાવતા એવા રાજ રાજેશ્વરી શ્રી બ્રહ્માણી માં
ના મંદિરે વર્ષો વરસ ગાયો ભેંસો બાળકો અને અન્ય કોઈ મનોકામનાઓ માટે માટીના તથા તાંબાના ગરબા દર વર્ષે થતા આવ્યા છે.જે પરંપરા હાલપણ ચાલુ છે.

ખાસ જાણવા લાયક વાત એવી છે કે કંકુમા તપોધન (રાવલ માજી) ને માતાજી નિમિત્ત બનાવી દર નવરાત્રમાં એમને પ્રસંન્ન રહેતા અને તેઓ લોકો ને કોઈ કામની ટેક લેવરાવતા અને સારુ થઈ જતું તથા માતાજીની જે તે કલ્પના કરેલ લોકો ઇચ્છા મુજબ હરખભેર દર્શન પ્રસાદ નો ધૂપ કરી ધન્યતા અનુભવતા..

બ્રહ્માણી માં એ બ્રહ્મ ને જાણનાર સત્યને ઓળખનાર, કુડ કપટ કાઢનાર, બ્રહ્મ વિધાની અસલ ચૈતન્ય પરિબ્રહ્મ, નારાયણી દેવી નવદુર્ગા વીર ભૈરવને સાથમાં રાખી વડગામના પાદરે સાક્ષાત બિરાજમાન છે. ‘હે માં સદા સૌને શરણે રાખજો.’

અમારા ઘૈડીયા વડિલો કહેતા તથા ગામના કોઇ વડીલોને પુછી જોજો. આ ગામમાં કોઇને તકલીફ આવે તો આ ગામખેડાનું મંદિર છોડી બીજે ક્યાંય જવાની જરુર જ નથી. આગળ ના સમયના વચન સિધ્ધ માણસો ક્યાંય જતા પણ નહી આ હકીકત છે. વડગામ ના રબારીયોના (ગૌવરીબહેનના) વંશજોને આ માતાએ પરચો આપેલ છે.

પહેલા ગામમા સાધુબાવાઓ ની જમાતો આવતી. એ હાથી લઈને આવતા તથા જાતે રસોઇ બનાવી ખાતા. એમને અનુકૂળ આવે એટલો સમય રહેતા. ગામમા હાથી લઈ હરેક મહોલ્લામાં ફરતા હાથીનો ચારો કુવરફઇ (ભક્ત માતા) ના ચોવાડ વાળા નામના ખેતરેથી આવતો (ઈસ્લામ પુરા સાઇડ) આ ફઇબાનુ ખેતર હતુ.

અને તપોધનો આ જમાતને ગામના મંદિરમા આવેલ છે, એવા ભાવથી સમજી એક દિવસ પોતાના મહોલ્લામાં જમાડતા જે તપોધનોનુ ખાતા અને આશિર્વાદ લેતા…..

વડગામ બ્રહ્માણી માતાના મંદિરથી ગામની વાવ થી પસાર થઇ રાધાકૃષ્ણ મંદિર સુધી એક (ભોયરું) ભુગર્ભ આવવા જવાનો ગુપ્ત રસ્તો હતો. જે ભક્ત માતા કુંવરફઇના ખેતરમાંથી પસાર થઈ મંદિરમા આવતો તથા એજ રસ્તાનો બીજો ભાગ વણઝારી વાવ મા પણ જતો. હાલ એ રસ્તાની ઉપર જમીનના ભાગમા માતાજીના પાછળના ભાગમા ઇટોથી ચણેલા પીલરો નિશાન રુપેછે. આ પચાસ ફૂટના અંતરે ફઇબાના ખેતરમા થઈ છેક મંદિરસુધી હતા. અને હુ પોંચમા ધોરણમાં ભણતો ત્યારની ૪૦ વર્ષની જ વાત છે. ટૂંકમાં બ્રહ્માણી માતાજી પોતાની ગામખેડાની જવાબદારીયોની વચન સિધ્ધ હોવાથી ભોળી ભવાની પણ કહેવાતા. અને સમયે સમયે આ માર્ગે થી ગામને સંભાળતા.

પરંપરા અનુસાર આપણે દેવોની રજા લઈ કંકુ ચોખા અર્પણ કરી, મોડવા રોપી, જાહેરાતો કરી, હોમ હવન કરી, જમણવારો કરી, બીજા બધા દેવી દેવોને આમંત્રણ આપી, લાડ લડાવી, કોળુ વધેરી,નૈત્ર ખોલી. ( આ નૈત્ર ખોલવાની વિધી સમયે દર્પણ આપોઆપ ટુટીજતુ હોતછે.). પ્રાણ પુરી, દક્ષિણાઓ આપી,ઢોલ વગડાવી,ધજાઓ શિખર ચઢાવી,રાસ ગરબા રમાડી,નવા વસ્ત્રો પહેરી આખા ગામના ભેગા મળી કળ કુવાસીયો ને બોલાવી જમાડી, ભેટો આપી વિગેરે કામો સંપૂર્ણ જવાબદારી સાથે આનંદ ભેર કરતા હોઈએ છીએ તથા પાછળથી પુરાવો પણ મેળવતા હોઇએ છીએ, તો સમજો આ દેવની પણ આ પ્રમાણે એક મોટી જવાબદારી બનતી હોયછે. એટલે કહ્યુ કે છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર કદી ન થાય તો આ બ્રહ્માણી માતાજી તો આખા ગામની જવાબદારી લઈ ને બેઠીછે.

એટલે કહુ છું કે કોઇએ કોઇ તકલીફ આવેતો ગામ છોડી બીજે ક્યાય જવું ન જોઇએ. ( આ સમજયા વગરનુ કામ છે.)

અરે આખા ધાનધાર થી લઈ દેશ વિદેશો સુધી આ પવન વેગે જઇ બધુ કરી શકેછે. અને આવુ બનેલુ છે. દેશ પરદેશમા પણ પુજયનીય છે.( મારા કાકાનો છોકરો કુટુંબ સાથે ઓસ્ટ્રેલિયારહેછે, તો ત્યા પહોચી સહાય કરેછે.) આવા તો ગામના કેટલાયે કિસ્સા છે. લખવા બેસુતો પાર ન આવે પણ એકાદ વાતથી સુઇ ગયેલા ગામલોકોને યાદ કરાવવાની અમારી પુજારીની ફરજ બને છે. જેનો બધાએ પ્રેમથી સ્વીકાર કરશો. આ લેખ વાચી બનેતો માતાજીના પારે જઈ દર્શન કરી આવશો. ફરી આપણે ભુલચુકની માફી માગી એમના વહેવાર ચાલુ રાખી. સર્વ ગામલોકોની તથા પાછળની પેઢીની હરેક બાબતે સુખ શાંતિ સમૃધ્ધી વધારવાના સહભાગી બની આપણા માનવ ધર્મ સાથે માનવતા ની ફરજ નિભાવીએ.

 

વડગામ ગામ ખેડાની માતાજીને જ્ઞાતિ પ્રમાણે અદા કરવાની ફરજો 

બ્રાહ્મણો÷  સેવા પુજા.જવારા આપવા.વધામણા કહેવા.

દરબાર સમાજ.÷ નવરાત્ર મંડળ રમવુ

નોરતોના દરરોજ થાળ કરવો દશેરા સુધી .

પટેલ સમાજ.÷ વાર્ષિક નૈવેધ.થાળ. અન્ય કામ.

પંચાલ સમાજ÷ હરેક કામમા  સહકાર,આપવો નવરાત્ર મા હાજરી આપવી.કરવઠા સમયે

સુથાર સમાજ ÷ નવરાત્ર મા હાજરી આપવી બળેવીયાનુ હળ બનાવવુ.

નાઇ સમાજ ÷ પ્રસંગો પાત ચા પાણી ની તથા અન્ય સેવા કરવી.

ઠાકોર સમાજ ÷ નવરાત્રમા તોરણ બોધવા હરેક માડવીએ ગરબી રમવી

અને ધોતી ધોવા ચાલતા નરગા ને કોશિ જોડાના તાલ સાથે મોકેશવર જવુ.

દરજી સમાજ ÷ માતાજીના વાઘા ( કપડા) ધજાઓ બનાવી આપવી.

પ્રજાપતિ સમાજ.÷ કરવઠા સમયે પાણીના ઘડા લાવવા. જાતર રમતા નાયકોનો ઉતારો એમના વાસમા હોય.

ભોજક સમાજ÷ પહેલા કલર પેઇન્ટિંગ કામ સાથે જાતરમા હાજરી આપતા તથા માનતાની જાતરો ગામમા જોડે રહી કરાવતા.

વાલ્મીકિ સમાજ ÷ ઢોલ. ત્રાસા. વગાડવા. સાફ સફાઈ.

રાવળ યોગી સમાજ÷ હરકોઇ કામમા ઉનટગાડી તથા સાધનનો સહકાર આપી પ્રસંગોપાત મંડપ બાધતા પાણી છોટતા ઝાડ કટીંગ કરી આપતા.

     ટૂંકમાં સમગ્ર વડગામ  ગામની અઢારે આલમ આ માતાજી ની સેવાના કામ કરતી સહભાગી બની આનંદ માનતી અને આશિર્વાદ લેતી.  મુસ્લિમ બીરાદરો પણ આવતા તથા ગામમા ચોક વચ્ચે ચાલતા ભગવતી નવરાત્ર મંડળ વડગામ ના સભ્યો હતા હજુ જુના ચોપડામાં નામો છે. આ મંડળમા મે પણ સાત વર્ષ સેવા સંગીત તથા ગરબા ગાવાની આપેલ છે. તપોધનો સિવાય ગામના બીજા અન્ય ભુદેવો પણ હાજરી આપી લાભ લેતા.હવન પુજા કરાવતા.

આ ગામમા ગણી વખત (ચોરાયાશી) = ગામના તમામ બ્રાહ્મણો ને સહ કુટુંબ જમાડી તિલક કરી દક્ષીણા આપી રાજી રાખેલા છે.એ કેમ ભુલાય. ગામ એ મા બાપ પણ કહેવાય.

ગામમા કોઇ ઘર એવુ નહી હોય કે જેના દિકરાનો ઝેભ આ મંદિરે ન થયો હોય.તથા પગે ન લાગ્યા હોય આવો જ રીવાજ હોળીકા દહન વખતે પણ હતો જે પરંપરા હાલ પણ હકબંધ ચાલુ જ છે..

બાદરગઢ ના ભીલ પુત્ર સ્વ. જીવાભાઇ (મઝનું) એ આ મંદિર પરિસરમા સાફ સફાઇ નુ ખુબજ કામ એ જીવ્યા ત્યા સુધી કરી સેવા આપેલ છે. જેમની સમાધી બાદરગઢ એમના નિવાસ. સ્થાને છે. પોતે ગામમા લાકડા ફાડવાનુ તથા અન્ય મજુરીના કામો ,રોટલા- છાછ – ગેસના ડુવા સાથે નિખાલસ ભાવથી કરતા તથા સાચા બોલા વચન સિધ્ધ પુરુષ હતા.
જીવાભાઇ નુ ઉપનામ મઝનું હતુ પોતે બાદરગઢના વતની હતા અને બ્રહ્માણી માતાના મંદિરમા જ રહેતા. વડગામ ના એમના પ્રેમી માણસોએ બાદરગઢ એમને સમાધી આપેલ. પોતે ઉમર લાયક હોવાથી દેહ છોડેલ. ઊંચા પડછમ શરીરનો બાંધો મજબુત ખડતલ સફેદ દાઢી રાખતા સફેદ કલરના જ કપડા ધોતિયુ અને ઝબભો પહેરતા બોલવાની છટા પણ જોરદાર હતી.

કોઇનાથી ડરતા નહિ શાંત સ્વભાવના ગુણીયલ ભક્ત પુરુષ હતા.

હકિકતમાં પહેલા જુનું વડગામ ગામ હાલ જયાં કોર્ટ છે ત્યાં હતું. પછી આ સ્થળાનંતર થયેલ છે. અસલ જગ્યાએ સમરુધ્ધ ગામ હતુ.

માતાજીના પાદર દેવોના..ગામલોકો અને અન્ય પ્રજાજનો સાથેના સાથ સહકાર, ચતુરાઈ, વિશ્વાસ, લાગણી, પર-ચાઓ,છટા,પ્રકોપ,કલ્યાણ,સજાઓ,ગુનાઓ,દંડ.ઉપકારો, માનતાઓ અને વચનો, સિધ્ધિઓ જેવા બાવન પ્રકારના
સારા નકારા પરચાઓ થકી પરિપૂર્ણ અલૌકિક ચૈતન્ય શક્તિને લાખો કોટી વાર સદંતર વંદન પ્રણામ. સમસ્ત વડગામ ગામવતી એક સેવક પુજારી બ્રાહ્મણના નાતે કરુ છુ.તો હે માં અમારા સર્વેના પ્રણામ સ્વીકાર કરો.

દર્શન સદા આપના શ્રી ચરણે સર્વને રાખશો એ જ માં તન મસ્કત વંદન. વંદન.વંદન. એવી બલિહારી…

દયા દાન કરવાની ભકતિ માં અમોને આપશો.
દયા કરના હમારી આત્મામે શુધ્ધતા દેના.

હમે આપસ મે મિલઝુલ કર પ્રભો રહના શિખા દેના.
હમારા કર્મ હો સેવા હમારા ધર્મ હો સેવા.

સદા ઈમાન હો સેવા કે સેવક ચર બનાદેના…
બહાદો પ્રેમ કી ગંગા દિલોમે પ્રેમ કા સાગર.

ખાસ પરંપરા અનુસાર કરવા જેવું કામ શ્રી બ્રહ્માણી માતાની વાર્ષિક દર નોરતાની આઠમે ભરાતી. પલ્લી ઘણા સમયથી બંધ છે એ સર્વે મળી ચર્ચા કરી ચાલુ કરવાની છે. સ્થાઇ પુજારી અને આ પલ્લી નું કામ ચાલુ થાયતો વડગામમા શાંતિ સાથે ચડતી કળા ચોક્કસ થાય. એ સત્ય સનાતન છે. આ વિચાર ગામમાં લોક હૃદયે રમી રહ્યો છે.

આ પલ્લી ભરવાનુ કામ વડગામના ફુલશંકર મહારાજ કરતા. (તથા તેઓ હોળીમાતા એ પગે લાગવા આવતા ગ્રામજનો અને નવા જન્મેલ છોકરા છોકરીઓને વિધિસર પગે લગાડવા ની કામગીરી ગામ તરફથી કરતા તથા તેમાંથી આવતી દક્ષીણા ના પોતે જ અધિકારી હતા.)

શ્રી રાજ રાજેશ્વરી બ્રહ્માણી માં કાળકા મા( જેમનુ બીજુ નામ રુદ્રાણી માતા છે.) એ મંદિર પરિસરનુ તમામ કામ પાયાથી લઈ શિખર સુધી સ્થાપના હોમ હવન પ્રાણ પ્રતિષ્ઠા થી લઈ ગામ જમણવાર સુધી નુ તમામ શુભ કામ હાલની તીજીપેઢી ના વડિલો ના પણ આગળના સમયથી છે.
સારા જગતના શિલ્પ શાસ્ત્રી શ્રી વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્રો

પરિવારો (1) તપોધન. (2) લુહાર. (3) સુથાર. (4) સોની. (5) સલાટ. તથા સમગ્ર ગામલોકોની હાજરીમા ઑઉમ, વિજય બ્રહ્મ. મુરતે પળ ચોઘડિયે પરચા નેઠા પુરાવા ચમત્કારી પુરાવા સાથે સંપન્ન થયેલ છે. જે માતાજી ને શુભ શ્રી કાર છે. વચન છે.

ખાસ આ માતાજી ગામખેડા ના નામથી એટલે સમગ્ર વડગામ ગામની અઢારે આલમ ની સર્વોપરી અધિકાર ધરાવતી, ધનિયાણી, રક્ષણકારી,મંગલમયી, સાચો ન્યાય આપનારી, ગરીબોની બેલી, અગોર પરચાધારી, કાળકામાં ખપ્પર ધારી,ઉડતી સવારી,પાડાને સજીવન કરનારી, નવ દુર્લભ નાભીની વાતને પારખનારી,પાવન પાવડિએ ઉડવાવાળી.જોગીયૉની જમાતી. ભુલ્યાને રાહ ચિંધનારી, સમસ્ત બ્રહ્માંડ ફરનારી,ગજવનારી,કામરુ દેશની વિધ્યા ની જાણકાર, વિગેરે વિગેરે એવી 108 વિધ્યા ઓની પ્રખર સિધ્ધીયો જાણનારી દાનેશ્વરી,દયાળીમાં,
મડદા સજીવન કરનારી મસાણી. ન્યાય આપવાવાળી શાક્ષાત જગત અંબે ભવાની, કાલીકા રુદ્રાણી ભૈરવી માં વડગામ ગામ પાદરે અલૌકિક શક્તિ સાથે બિરાજમાન હાજરા હઝુર હાજર બેઠી છે. તો સૌ નર નારી આવો નિખાલસ પ્રેમ ભાવથી મનના તરંગો એકબાજુ મુકી થોડીવાર ગામ રક્ષા.ગામહિત.સુખાકારી શાન્તિ અર્થે સૌ ભેગા મળીયે માતાજીને રાજી કરી ભાવી પેઢી માટે સંપૂર્ણ ઈચ્છા પુરી કરવાનો સંકલ્પ કરી કરાવવા નો (પ્રણ)= વચન લઈ સૌનુ જીવન ધન્ય બનાવવા માતાજીને શ્રેષ્ઠ નમણી કરી કરાવવાના ભાગ્યની પ્રાપ્તિના અધિકારી સૌ બનીએ માતાજી ચોક્કસ પોતાના બાલુડાઓને શરણે લઈ મંગલમય કામની શુભ સુખદાઇ પ્રદાન કરશે. એવી અંતર દિલની પરા વાણીથી સર્વનુ મતે દિનેશ તપોધન માતાજી ને અરજ કરેછે. જે માતાજીને શુભ સ્વીકાર છે. અને રહશે.

નોધ : – આ માતાજી આગળ જેપણ કોઇ દિન દુ:ખી યારાઓ એ બે ઑશુ પાડી દિલથી અરઝ કરીછે.તો સાહેબ આજ સુધી એ દરવાજે થી કોઇ નારાજ ગયુ નથી. એ સત્ય છે.

એક સમય હતો ગામમા રોળિયા પડતા.હાલ જયા બસ ડેપો છે, ત્યા થળપાના નામથી એક નાનુ તળાવ હતુ. ચોમાસામા ખૂબ ભયંકર આંધી અને વરસાદ આવવાથી હજારો ઘેટા ના દેહછુટી ગયેલા. એ મરણ પામેલા ઘેટાનો નિકાલ કરવા તથા રોગથી બચવા વડગામના અને બાજુના બીજા ગામોના ચમારો ને બોલાવી આનો તા.કા. નિકાલ કરેલ. તથા સાફ સફાઇ મ્યુનિસિપાલિટીનું કામ ગીધ અને કાગડા કરતા પછી ઊંટો પર હાડકાવાળા હાડકા લઈ જતા.

આ રીતે માતાજી ને આગળ કરી વંદન પ્રણામ કરી અને કામો કરવાની પરંપરા હતી…નિતિનભાઇ કે ગામલોકો હુ તમને શુ વાત કરુ રણ પ્રદેશથી ઘણીવાર તીડ નામના ખતરનાક કીડા ગામમા આવતા બધાને ભેગા કરવા ચાર પોંચ બુમિયા ઢોલ સાથે વગાડતા.

કંકુ મા

બધા પાકો ઝાડવાના પત્તા સફાચટ થઈ જતા દુકાળ પડતા એ સમયે ન છુટકે સમગ્ર વડગામ તથા આજુ બાજુના ગામોની બહેનો દિકરીઓ વહુવારીયો એ શ્રી બ્રહ્માણી માતાના દરવાજા ખખડાયા છે. ખોળા પાથરી આંશુ પાડયાછે. રાતજગા કરયા છે. અને ત્યારથી નવરાત્રમા દશેરા સુધી નોરતે બેસવાની પ્રેરણા ગામલોકોને મળી હતી અને બેસણા ચાલુ કરેલ. એ માહોલ રાત દિવસ માતાજીની જે બને એ સેવા પુજા નો લાભ લેવો અને ગામમાંથી મળવા આવતા ભાઇ તમામ ભાઇ બહેનોને ચા,પાણી,નાસ્તો,અફણ,કસુબા કરી એકબીજાને અરસ પરસ સમય પસાર કરાવતા. આ સમયે વારા મુજબ તપોધન રાવલો મંદિરમા રાત દિવસ જે તે વ્યક્તિ જોડે હાજર રહેતા.

માતાજીએ આવી ભયંકર પરિસ્થિતિ માથી સૌને પરચો આપી રક્ષા કરેલછે.

હમણાના સમયની જ આ વાત આશરે ૩૫ વર્ષ આગળની વડીલો ને પુછજો હકિકત જાણવા મળશે.

આ લેખ લખતા માતાજી મારા રુવાટા ઉભા કરી હર્ષના આશું પડાવે એ મારા માટે એક સેવક તરીકે કોઇ નવાઇ કે ઘમંડની જરાયે વાત નથી.

પણ મને આ કામનો નિમિત્ત બનાવે એ ખુશી છે……….. અસ્તુ.

સર્વે જનાન સુખીનં ભવંતુ: સર્વે સંતો નિરામય.
સર્વે ભદ્રાણી મનો વંશિતં પચ્છયંતિ કુમારીકે શુભંમ; ભવંતુ:, .સ્વતીનંકારં.

ઑમ શાન્તિ.પૃથ્વી માતાએ શાનતિ:
વનસ્પતયે શાન્તિ. જળ સ્ત્રોતે શાનતિ:

પશુ પતયે શાન્તિ.આકાશ પાતાળે શાનતિ: સર્વ આત્મા એ શુભં: શાન્તિ;

માતાજીની દયા છે હવે ગામલોકોનો સારો દયા ભાવ કુરુપા થાય એવી આશાએ ઘણા બેઠા છે.