વડગામ વોટ્સએપ ચર્ચા

વડગામ વોટ્સઅપ ચર્ચા : ભાગ-૧

www.vadgam.com વોટ્સઅપ ગુપ ના માધ્યમથી આ ગ્રુપમાં સામેલ વડગામ તાલુકાના વતનીઓ દ્વારા પોતના સમયની અનુકૂળતાએ વડગામ તાલુકાના વિકાસને લઈને સકારાત્મક ચર્ચાઓ થતી રહે છે જેમાંથી કેટલાક પસંદ કરેલા વિચારો આ વેબસાઈટ ઉપર સમયાંતરે વહેતા કરવામાં આવશે કે જેના થકી આ અમૂલ્ય વિચારોને દરેક લોકો સુધી પહોંચાડી શકાય અને માણી શકાય.

 

 (૧)

એક પ્રશ્ન છે ? તમે કોઈ પણ વિદ્યાર્થી કે તેના માતા-પિતાને પૂછો કે ભાઈ તમે તમારા કે તમારા બાળક વિશે શું વિચારો છો ?.

જવાબ હશે મોટા થઈને સારી નોકરી કરશે, મોટો ઓફિસર બનશે ! એથી આગળ કદાચ કોઈ IAS, IPS, GPSC પાસ કરશે….!

કોઈ શંકા નથી કે નોકરી કરવી સારી વાત છે ! પણ માનસિક્તા બાળપણથી ગુલામીની છે.! એ બદલાવી જોઈએ. ! આપણું બાળક ગમે તે કરે મોટુ થઈને કંઈક એવુ કરે જેનાથી અનેક ઘરના ચૂલા સળગતા રહેવા જોઈએ…..!!

– હિતાર્થ રાજગોર (વડગામ)

(૨)

આજના સમયમાં યુવાનોએ બાઈક ચલાવતી વખતે ઝડપ બાબતે ખૂબ સતર્ક રહેવાની જરૂરિયાત જણાઈ રહી છે. વોટ્સઅપ પર આ અભિયાન ચાલવું જોઈએ. બિનજરૂરી મેસેજ કોઈ પણ મિત્ર કે ગ્રુપ માંથી આવે તો તેની અવગણના કરવી જોઈએ. ભારત કરતા ૧૦% અકસ્માત પણ વિદેશમાં નથી થાતાં. જો કે સરખામણીમાં રોડ આપણા (ખાસ કરીને ગુજરાતના) સારા છે. હવે વિકાસ થવો હોય તો થાય નહિ તો જે છે એ બરાબર છે. પણ લોકોએ ખાસ કરીને યુવાનોએ જાગૃત થવાની જરૂર છે. બાળકો અને યુવાનો એ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યની મૂડી છે…..!

– ચિરાગ એચ. ચૌધરી (વડગામ)

(૩)

એક સારી વાત “નાના સોપાન સર કરે આસમાન” તમારી કે મારી લગભગ બધાની જવાબદારી બાળકોને શાળાએ મોકલી દેવાથી પુરી નથી થઈ જતી. આપણા ગામ, તાલુકા, પ્રદેશ કે દેશના ભવિષ્યને બદલવું હશે તો કંઈક અલગ કરવું પડશે ને એક મકાન બદલવામાં જો બે દિવસ લાગતા હોય તો આ તો માણસ. મારા મતે વિચારો બદલવાની વાત છે. મે શરૂઆત કરી છે. તમે પણ કરો….

– હિતાર્થ રાજગોર (વડગામ)

(૪)

આજે ટેકનોલોજી દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે. માટે આપણે આ ક્ષેત્રમાં જ્ઞાન વધારવું જોઈએ. આપણા વડગામ ક્ષેત્રની વાત કરીએ તો IT (Information Technology) માં આપણે ઘણા પછાત છીએ. આપણે માત્ર બેઝિક જ્ઞાન ધરાવીએ છીએ એથી વધુ કશુ નહી. માટે આપણે ખાસ સેમિનારોનું આયોજન કરવું જોઈએ. જેથી બાળકો અને તેમના માતા-પિતા IT ફિલ્ડ થી સારી રીતે વાકેફ થઈ શકે.

– કિરણભાઈ લવજીભાઈ પટેલ (વડગામ)

(૫)

સ્વાઈન ફ્લુ માટે મારો મત છે કે આપણે પેપરમાં બધી માહિતી લખીને પંચાયત મારફત નવા પેપરમાં બધી માહિતી લખીને પંચાયત મારફત આખા ગામમાં વિતરણ કરી આખા ગામને માહિતી મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને શક્ય હોય તો એક મિટીંગ પણ કરવી જોઈએ પંચાયત દ્વારા.

– કિરણ લવજીભાઈ પટેલ (વડગામ)

(૬)

જુઓ વડગામમાં દિન-પ્રતિ દિન વધતી જતી ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે લાંબા ગાળાનું સમાધાન શોધવું પડશે આપણે ઓવરબ્રિજ કે અંડરબ્રિજની જરૂરિયાત છે અથવા તો બાયપાસ જેવું વિચારવું પડશે. આજ માંગશો તો કાલે મળશે. ટેકનોલોજી પાસે બધા જ જવાબ છે. જમીન સંપાદન એ મોટો પ્રશ્ન બની શકે. થરા ગામમાં ઓવરબ્રિજ છે, ડિસામાં છે. આપણી પાસે પોલીસી અને તેનું અમલીકરણ થઈ શકે તેવા પ્લાન હોવા જોઈએ.

– ઘેમરભાઈ ભટોળ (જલોત્રા)

(૭)

એ વધુ સારુ છે કે બધા જ વડગામ તાલુકાના વિકાસ માટે વિચારી રહ્યા છે. એ માટે એક આઇડિયા એ છે કે જો આપણે યોગ્ય મેનેજમેન્ટ અને સભાનતા થકી જરૂરી સુધારા કરીને વડગામ તાલુકાને રાજ્યમાં સર્વોત્તમ તાલુકા બનાવી શકીયે.

– પંકજભાઈ ચૌધરી (કોદરામ)

(૮)

વડગામ તાલુકામાં પાણીની બહુ જ તંગી છે. એના માટે શું થઈ શકે ? કરમાવાદમાં પાણી કઈ રીતે આવી શકે ? કારણ કે સરકાર કહે છે કે જમીન ની સપાટી ઊંચે હોવાથી કરમાવાદમાં પાણી ભરી શકાય તેમ નથી, જો કરમાવાદમાં પાણી ભરાય તો વડગામ તાલુકાનો વિકાસ જરૂર થાય.

– વાલજીભાઈ શામજીભાઈ ચૌધરી (વડગામ)

(૯)

દારૂનું દુષણ બહુ મોટા પ્રમાણમાં છે, માટે વડગામમાં જે લોકો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે તેમની સામે યોગ્ય પગલા ભરવા જોઈએ. દારૂના વ્યસન થકી મે ઘણાના ઘર તૂટતા જોયા છે. દારૂ ના વ્યસનથી દરેક સમાજના ૧૮ થી ૨૦ વર્ષના યુવાનો બરબાદ થઈ રહ્યા છે તેમને બચાવવા મારા મત મુજ્બ જરૂરી છે. દારૂબંધી માટે આપણા ગ્રુપ માંના વકીલો, પોલિસ અધિકારીઓ અને રાજકિય મિત્રોની મદદ લઈશું

– અતુલભાઈ જોષી (વડાગામ)

(૧૦)

દારૂના દુષણ ઉપર નિયંત્રણ માટે મારો મત એવો છે કે દારૂ ભઠ્ઠી બંધ કરવાની અરજી લખી તેની ૪ થી ૫ કોપી કરી જે તે એરીયાના મહત્તમ લોકોની સહીઓ સાથે મામલતદાર શ્રી, ડિ.ડિ.ઓ શ્રી, નશાઆબકારી અધિકારી શ્રી, ડે. એસ.પી શ્રી ને આવેદનપત્રે આપવું જોઈએ જેની સારી એવી અસર થશે.

-કિરીટ સી. મેવાડા (વડગામ)

(૧૧)

એક કામ કરીએ વડગામમાં મહિલાઓને તૈયાર કરો તેમના પડઘા જોરદાર પડે. મહિલાઓ દારૂના ધંધા કરનારાઓને મારે તો કોઈ કેશ પણ ન થાય. સુરતમાં ઓલપાડામાં મહિલાઓએ ખુદ દારૂ બનાવનારાઓને માર્યા હતા.

– નરેન્દ્રભાઈ પંચાલ (વડગામ)

(૧૨)

મહિલા મોરચા દ્વારા દારૂબંધી માટી સારી અસર થઈ શકે. ગાંધીનગર વિજીલન્સ ટીમ આમા સારો એવો સાથ આપી શકે. ગ્રુપના સહયોગથી જો વિજીલન્સ ટીમની રેડ પાડવી હોય તો સ્થાનિક પોલિસનો સારો એવો સહકાર મળી શકે.

– નિરંજન કે. પટેલ (વડગામ)

(૧૩)

વડગામમાં એવા કુટુંબો છે જેમને બે ટાઈમ જમવાની તકલીફ છે. આપણી ૧૨ મહિનાની આવક માંથી અમુક રકમ ભેગી કરી આવા કુટુંબોને અનાજ આપી મદદરૂપ થવું જોઈએ તેવું મારું માનવું છે.

– અતુલભાઈ જોષી (વડગામ)

(૧૪)

વડગામનો વિકાસ કરવા માટે સૌથી પહેલા વડગામના લોકોનું સ્વાસ્થય પણ સારું હોવું જોઈએ. હેલ્થ ચેકઅપ કેમ્પ માટે સમય નક્કી કરીએ.

– ડૉ. અતુલભાઈ કે, ચૌધરી (વડગામ)

 

[ વધુ બિજા ભાગમાં….]