વ્યક્તિ-વિશેષ

એક નાના શહેર થી અનોખી શરુઆત : The story of making Palanpur Diary Android App

આપણા વડગામ તાલુકા ના કરનાળા ગામ ના વતની વિપુલભાઇ નાથુભાઈ ચૌધરી એ એન્ડ્રોઈડ ઓપેરેટીંગ સીસ્ટમ ના મોબાઈલ માટે નું સોફ્ટવેર પાલનપુર ડાયરી બનાવ્યું છે. આ એપ્લીકેશન (એપ) લોકો ને ઉપયોગી ફોન નંબરો પુરા પાડે છે. આ એપ એ પલાનપુર શહેર અને આસપાસ ના ગામો ના હઝારો મોબાઈલ ફોન માં જગ્યા બનાવી છે. વિપુલભાઇ ના પિતા શિક્ષક હતા. તેઓ બીઝનેસ કરવા ની મહેચ્છા તથા વિપુલભાઇ ને ભણાવા હેતુ 30 વર્ષ પહેલાં પાલનપુર માં સ્થાઈ થયા હતા. આજે વિપુલભાઇ પરિવાર  સિંગદાણા એક્ષ્પોર્ટ ના બીઝનેસ માં પ્રવુત છે. તેઓ આપણી વડગામ આટર્સ કોલેજ ના વિધાર્થી હતા. તેઓ એ કોમ્પ્યુટર સાયન્સ  નો કોઈ પદ્ધતિસર નો અભ્યાસ કર્યો નથી. ફક્ત જીજ્ઞાશા, ધગશ, ધીરજ, અને ગુગલ સર્ચ ની મદદ થી ઇન્ફોર્મેશન ટેકનોલોજી-કોમ્પ્યુટર સાયન્સ ના એન્જિનિયર નું  કાર્ય કર્યું છે. તેઓ એ એશોઆરામ, મોજ શોખ, છોડી ને તથા પરિવાર ના અણગમા ને ઝેલી ને આંખો સુજાડવા ના અને નિંદ્રા હરામ કરવાના આ અઘરા પથ ને પસંદ કર્યો હતો. એપ ના ડેટા માં વ્યક્તિગત ગમા અણગમા ને કોરણે મૂકી એક પ્રોફેશનલ ની જેમ પરફેક્ટ અને નિષ્પક્ષ કામ કર્યું છે. તેઓ આપણા વડગામ તાલુકા ની વડગામ ડાયરી એપ બનવા પ્રયત્નશીલ છે.

અહીં વિપુલભાઇ ના શબ્દો માંજ આપણે એપ બનવા ની વિચાર પ્રક્રિયા તથા તેની તેમની કાર્ય પ્રણાલી વિષે જાણીશું .

 

without caption (2)
પ્રિય મિત્રો,

સાહિત્ય, કલા અને સંસ્કૃતિક પ્રવુતિઓ ના હબ સમા પ્રાચીન નગર પાલનપુર માં આપણે સંગાથે જ છીએ. પાલનપુર શહેર થી શરુ થયેલી ઇન્ફોર્મેશન ટેકનોલોજી નાઆઇડિયાની અને કોઈ ને કંઈ પણ શીખવા ની પ્રબળ ઈચ્છા હોય તો તે વ્યક્તિ ઈન્ટરનેટ ઉપરથી માહિતી મેળવી બધુંજ શીખી શકે છે તે બાબત ની મારે તમને વિસ્તૃત વાત કરવી છે.

આપના અવલોકન માં આવ્યું જ હશે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની ક્રાંતિ નો બીજો રાઉન્ડ શરુ થઇ ગયો છે. હવે એ સમય આવી ગયો છે કે સામાન્ય માણસ ની હથેળી માં પણ કોમ્પ્યુટર ની ગરજ સારે તેવો સ્માર્ટ ફોન છે. લોકો ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના આ જાદુ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાઈ રહ્યા છે. પાલનપુર માં રોજ-બરોજ ની જરૂરીયાતોની નુખ પારખી ને અને કોઈ ઈશ્વરીય શક્તિ તરફ થી પ્રેરણા ના ઝબકરા થી મને પાલનપુર ના ઉપયોગી ફોન નંબરો સ્માર્ટ ફોન માં એપ સ્વરૂપે હોય તો સારું એવો વિચાર આવ્યો.

ડેસ્ટીની એ મને એક બીઝનેસમેન બનાવ્યો છે. જોઈન્ટ ફેમીલી નો ફેમીલી બીઝનેસ છે. B.A સુધી અભ્યાસ કરેલો છે. દરેક યુવા ને હોય છે તેમ મને પણ કંઇક કરી છૂટવા ની અને પોતાની એક અલગ જ સારી પહેચાન બનવા ની મહેચ્છા હતી.

new palanpur diary in mobile smallઆપણું ટાઉન નાનું છે. મારા અનેક રિલેટીવ આસપાસ ના ગામડામાં રહે છે. તેઓ કોઈ બીમાર હોય તો ડોકટર ને ત્યાં નામ લખવા નું (એપોઇન્ટમેન્ટલેવા નું) કામ મને સોંપતા. હું જે તે ડોકટર ની હોસ્પિટલ નો નંબર શોધી ત્યાં ફોન કરી ને કામ પતાવતો. કોઈ વાર મને ગામડા ના મિત્રો ખાતર ની દુકાનો માં ખાતર આવ્યું કે નહિ તે પૂછવા જવા નું પણ કહેતા. બહાર ગામ ના વ્યપારી મિત્રો જે આંગડીયા મારફતે પેમેન્ટ મોકલે તે આંગડીયા ની ઓફીસ ના નંબર ની પણ જરૂરિયાત પડતી. પાણી ના ટેન્કર ની જરૂરિયાત હોય તો એને શોધવા નીકળવું પડતું. આમ આ પ્રકાર ના ફોન નંબરો નું કલેક્શન હોવું જોઈએ અને તે સાર્વજનિક હોવું જોઈએ એવી જરૂરિયાત મને લાગી. ઉપરાંત એક દિવસ મારા એક મિત્ર ના ઘર માં સાપ આવ્યો.લોકો ભેગા થઇ ગયા.સાપ ને મારવો આસાન હતો પણ અમે એવું ઈચ્છતા ના હતા. અમે સાપ પકડી આપનાર ને શોધવા લાગ્યા. એક સ્નેક કેચર અમને ત્રણ કલાકે મળ્યો.આ દરમિયાન મારા દિમાગ માં ડિરેક્ટરી નો વિચાર દ્રઢ થયો.ત્યાર પછી તો એવા અનેક કામ મારી નઝર માં આવવા લાગ્યા કે જે ફોન નબર ની ઉપલબ્ધિ થી સરળ થઇ શકે એન ફેરો ટાળી શકાય.

ડિરેક્ટરી ફોન માંજ હોય તો સુગમ રહે કારણ કે ફોન દરેક હથેળી માં હોય છે. આથી વેબસાઈટ બનવા નો વિચાર કર્યો. પણ અહી ઈન્ટરનેટ કનેક્ટિવિટી એટલી વ્યાપક નથી અને લોકો પણ એટલા કેળવાયેલા નથી. આથી આ ડિરેક્ટરી એક એપ હોવી જોઈએ એવો વિચાર મારા મન માં પ્રસ્થાપિત થયો. જે સહુથી વધુ પ્રચલિત છે તે એન્ડ્રોઈડ ઓપેરેટીંગ સીસ્ટમ પર મારી નઝર ઠરી. એપ કેવી રીતે બને તે અંગે મે સર્ચ કર્યું. જટિલ ટેકનોલોજી વિષે જાણી ને પાછો પડ્યો. અમદાવાદના પ્રોફેશનલ એપ ડેવલપર ને આ પ્રકાર ની એપ નો ભાવ પૂછ્યો. વીસ હઝાર રૂપિયા નું એસ્ટીમેન્ટ આપ્યું. રકમ સાંભળી ને ઠરી ગયો. ઉપરાંત એમાં અપડેટ નો કંટ્રોલ મારા હાથ માં રહેતો ના હતો. પરંતુ પરમ સખા વિપુલ મોદી (માઈકલ – અંબિકા મોબાઈલ) ના એક વિધાન થી દિલ માં આગ લાગી “લીડર અઘરા કામ સાથે બાથ ભરે, એને જે ના હોય તે પણ તેને પહેલાં દેખાય, મોડે થી લોકો એના શરુ કરેલા મિશન માં જોડાય.”મને પ્રેરણા મળી.

સોફ્ટવેર નું પોગ્રામિંગ શીખવા નું ચાલુ કર્યું. હું મચી પડ્યો હતો પોગ્રામિંગ શીખવા.સજ્જડ ટાઇમ મેનેજમેન્ટ થકી સમય ના ટુકડા જોડવા લાગ્યો.ઓફીસ માં કોમ્પુટર નથી. હું દિવસ દરમિયાન મારા મોબાઈલ માં પ્રોગ્રામ વિષે જાણતો અને રાત્રે ઘરે જઇ કોમ્પ્યુટર માં પ્રેક્ટીકલ કરતો.અગણિત સર્ચ મારતો ત્યારે કોઈ એક ટેકનીકલ શબ્દ નો અર્થ અને કાર્યપ્રણાલી સમજાતી.રવિવારે આખો દિવસ કોમ્પ્યુટર પર બેસતો. આમ કરવા થી આંખો સુજી જતી, નિંદ્રા ઉડી ગઈ હતી, દિમાગ ની સ્મુર્તી રહેતી ના હતી. બીઝનેસ અને પારિવારિક કામ કાજ ને ખલેલ પડતી હતી. મારા બીઝનેસ, પરિવાર અને સામાજિક જવાબદારીઓ માંથી સમય ચોરી ને તન, મન અને ધન થી જે કંઈ પણ સાધનો હાથવગા હતા તેનો ઉપયોગ કરીને, ગુગલ માં સર્ચ મારી મારી ને, પ્રબળ ઈચ્છા શક્તિ ના જોરે ૪ મહિના માં મારી કલ્પના ની એપ સાકાર કરવા પૂરતા ફંગશન શીખી ગયો. પછી ડેટા કલેક્શન અને કન્ફોર્મેશન નું કામ ૧  મહિનો ચાલ્યું. કેટલાક નંબર એસોસિએશનો એ આપ્યા અને કેટલાક નંબર માટે ફરવું પડ્યું. નંબર માંગતા વખતે કેટલાક લોકો સમગ્ર મામલા ને અડધી વાત માં સમજી જતા હતા અને હોંશે હોંશે નંબર લખાવતા હતા જયારે કેટલાક લોકો વહેમ પણ કરતાં હતા. દરમિયાન લોકો ના કટાક્ષો નો પણ સામનો કરવો પડ્યો.લગભગ તમામ નંબર પર ફોન કરી ને તેમને કન્ફોર્મ કર્યા.

એપ નું સરળ અને ગુજરાતી નામ પસંદ કર્યું “પાલનપુર ડાયરી”. એના હોમ પેજ પર પાલનપુર ની પહેચાન સમા કીર્તિસ્તંભ ના બેકગ્રાઉન્ડ માં આગ ઓકતા ખેલાડી નો રાખ્યો. આ ફોટો આ વિષય સાથે શતપ્રતિશત બંધબેસતો આવે છે એમ મિત્રો કહે છે. આ ફોટો મે જન્માષ્ટમી ના સરઘસ વખતે પડ્યો હતો ને તેને ફોટોગ્રાફી કોમ્પિટિશન માં પ્રથમ ઇનામ પણ મળેલું છે. એપ તૈયાર થયા પછી ખાસ ખાસ બુદ્ધિજીવી મિત્રો ને એપ બતાવી જરૂરી સલાહ સૂચનો મેળવ્યા હતા. પ્લે સ્ટોર માં જગ્યા ખરીદી. અને તે પછી આજથી દોઢેક વર્ષ પહેલાં પલનપુર ડાયરી એપ કોઈ શોર સપાટા વગર બહાર પાડી. આમ, પાલનપુર ને મળી પાલનપુર ડાયરી.

પાલનપુર ડાયરી માં લગભગ ૧૨૦૦ જેટલા જાહેર ઉપયોગી નંબરો લોડ કરેલા છે. આજે ડાયરી શહેર માં અત્યંત લોકપ્રિય થઇ પડી છે. શહેર ના મોબાઈલ સ્ટોર્સ માં ટેકનોલોજી ના ઓછા જાણકાર લોકો એપ નંખાવા આવે છે. મોબાઈલ ના વ્યાપારીઓ એપ ઇન્સ્ટોલ કરી નેજ મોબાઈલ વેચે છે. હમણાંજ એમાં એક નવું ફીચર જોડ્યું છે – યુનિટ કન્વર્ટર. જે એકર,વીઘા,ગુંઠા,ફૂટ મણ વગેરે પ્રાદેશિક માપ તાલ ને એકબીજા માં એકસાથે કન્વર્ટ કરી આપે છે.એપ મારફતે મને અનેક લોકો ના ઈમેઈલ થી શુભેચ્છાઓ, શાબાશી, આશીર્વાદ અને એપ ની મદદ થી ઉકેલાયેલા કામો ની સ્ટોરીઝ મળે છે. એપ ને ગુગલ પ્લે માં ખુબ ઊંચું રેટીગ મળ્યું છે.

આ મહેનત ના મીઠા ફળ શહેરીજનો સાથે સાથે હું પણ મેળવી રહ્યો છું. આજે મારા શહેર માં લોકો મને એક વિશેષ પ્રતિભા અને જાહેર સુખાકારી ની ઉમદા પ્રવુતિ કરનાર વ્યક્તિ તરીકે સન્માન ની નજરે જુવે છે. અજાણ્યા માણસ ને પણ ખબર પડે કે હું આ ડાયરી બનાવનાર છું ત્યારે મૈત્રી ભાવ થી બિરદાવે છે.પાલનપુર ડાયરી માં ડેટા માટે કોઈ ને કોલ કરું તો હોંશે હોંશે મદદ કરે છે. મારો ઉત્સાહ બેવડાયો છે. હું પણ એપ ના ડેટા ની વિશ્વનીયતા અને ઉપયોગીતા હજી વધે તે માટે સતત પ્રયત્નશીલ છું. શહેર ના લોકો મારી મદદ માં છે. એપ માં મુકેલા સિમ્પલ વેબફોર્મ ની મદદ થી લોકો મને અવનવો ડેટા અને અભિપ્રાયો મોકલતા રહે છે. તેના આધારે એપ નિયમિતપણે અપડેટ થાય છે.

આ નાના શહેર થી શરુ થયેલી અનોખી શરૂઆત ના આઈડિયા ને અન્ય મોટા શહેર ના પ્રોફેશનલ એપ ડેવલપરસ એ આધાર બનાવી મોટા શહેરો ની એપ પણ બનવી છે. પરંતુ મારી એપ સ્થાનિક જરૂરિયાતો ને ધ્યાન માં રાખી ને બનાવેલી છે. તેનો ડેટા ચકાસેલો છે. એપ ને ઈન્ટરનેટ કનેક્શન વગર વાપરી શકાય છે. તેમાં મારું મુખ્ય ફોકસ લોકો ફોન કરવા થી ફેરો ટળે, એપોઇન્ટમેન્ટ લઇ શકાય, કારીગર બોલાવી શકાય, વસ્તુ મંગાવી શકાય, પુછપરછ થઇ શકે તથા સેવાભાવી NGO,સંગઠનો, ક્લબો અને સરકારી તંત્ર ને તેમની પ્રવુતિઓ ના લાભાર્થી મળે તેવું છે. સમગ્ર પ્રોજેક્ટ નોનપ્રોફિટ રાખ્યો છે. પ્રોડક્ટ ફક્ત તેના દમ ના કારણે ગરમ ગરમ ભજીયા ની જેમ માઉથ ટુ માઉથ શેર થઇ રહી છે.

તમામ બીઝનેસ ને સાંકળવા જતાં માહિતી નો ભરમાર ઉભો થાય તથા અને જોઈતી મહતી જલદી ના પણ મળે એવું બને શકે આથી મે એક લક્ષમણરેખા નક્કી કરેલી છે. ઉપરાંત આ મારી ફક્ત ફ્રી ટાઇમ ની એક્ટીવીટી છે. આ કારણોસર મારે પોતાના બીઝનેસ ને એપ માં લખવા નો આગ્રહ કરતા મિત્રો ને ના પણ કહેવું પડે છે. એપલ અને નોકિયા યુઝર મિત્રો ની માંગ ને માન આપી www.mypalanpur.comવેબસાઈટ બનાવી છે. નજીવા ખર્ચ માં બનાવેલી આ વેબસાઈટ માં શહેર ના તમામ વ્યવસાયકાર મિત્રો પોતાનું રજીસ્ટ્રેશન ફ્રી માં કરી શકે તેવું આયોજન છે. હું મારા શહેર ને ચાહું છું. શહેર ના અને મારી શાળા ના વિશાળ ફેસબુક ગ્રુપ વર્ષો થી ચાલવું છું. નજીક ના ડીસા શહેર ની પણ “ડીસા ડાયરી” ત્યાંના એક સેવાભાવી ડોકટરની મદદ થી બનાવી છે.

પ્લે સ્ટોર માં એપ ને મુકવા મે જગ્યા ખરીદી છે. આપ ગુગલ પ્લે સ્ટોર માં Palanpur Diary સર્ચ કરી ને આ એપ (2.1 mb) આપના એન્ડ્રોઈડ મોબાઈલ માં મેળવી શકો છો. ફોનબુક ના સમૃધ્ધ ડેટા ની ગહેરાઈ આપ પાલનપુર ના નિવાસી ના હશો તો પણ મહેસુસ કરી શકશો.ગુગલ પ્લે માં એપ ના રિવ્યુઝ ઉપર નજર નાખશો જી. App Developer’s Message અને  About App સેક્શન પણ અચૂક અવલોકન માં લેશોજી. આ સાથે એપ ના ડાઉનલોડ ની ગૂગલ પ્લે ની આંકડાકીય માહિતી નો સ્ક્રીન શોટ પણ અહી છે. આ ઉપરાંત શહેર ના લોકો બ્લુ ટુથ થી APK (source file – Offline installation) ફાઈલ શેર કરે છે તથા મોબાઇલ ના વેપારીઓ નવા મોબાઈલ APK માં ઇન્સ્ટોલ કરી નેજ મોબાઈલ વેચે છે. આવા APK યુઝર્સ ની સંખ્યા નો કોઈ હિસાબજ નથી. તેના બધા મળી ને અંદાજે દસ હઝાર જેટલા યુઝર્સ હશે. જે એક સારી શરૂઆત છે.

ફંડા શું હોઈ શકે?

જેને શીખવું જ ના હોય એને બ્રહ્મા પણ ના શીખવી શકે પણ આજના જમાના માં જેને કંઈપણ શીખવું હોય તેને શીખવાડવા ઈન્ટરનેટ નામનો જ્ઞાન નો સાગર હાઝર છે. ઈન્ટરનેટ એ ફેસબુક ની ફાંકા મસ્તી અને વોટ્સઅપ ની ગપસપ થી ખુબ વધારે છે. ઈન્ટરનેટ પાસે થી જેને કામ લેતાં આવડે એજ આજના જમાના નો સાક્ષર. તો યુવા મિત્રો …કામ એવું કરો કે નામ થઇ જાય અથવા, નામ એવું કરો કે નામ લેતાંજ કામ થઇ જાય. ઈન્ટરનેટ એક સક્ષમ ગુરુ તરીકે તમારી હથેળી માંજ બિરાજેલા છે.

આપનો વિશ્વાસુ ,

વિપુલ ચૌધરી

facebook.com/vipulc

palanpur@gmail.com