વ્યક્તિ-વિશેષ

આભાર હાર્દિકભાઈ જગદિશભાઈ રાવલનો….

જુન-૨૦૧૪માં વડગામ વેબસાઈટ Hosting Server ને Renew કરવાની જરૂરિયાત ઊભી થઈ પરંતુ Hosting Serverprovider દ્વારા બિજા વર્ષથી વડગામ વેબસાઈટ માટે Hosting Server નો Renewal Charge માં અનેક ગણો વધારો થતો હોવાથી વડગામ વેબસાઈટ માટે અન્ય Hosting Server ખરીદ કરી સમગ્ર વેબસાઈટના ડેટા માઈગ્રેટ કરવાની જરૂરિયાત ઊભી થઈ, આ દરમિયાન મને આવી જટીલ ટેકનિકલ બાબતોમાં સંપૂર્ણ સાથ અને સહકાર સાથે મદદરૂપ થનાર એવા મારા મિત્ર મૃગેશભાઈ શાહનું આકસ્મિક દુ:ખદ અવસાન થવાથી મારા માટે એક શૂન્યવકાસ સાથે વેબસાઈટ ની ટેકનિકલ મદદ મેળવવા માટે મોટો પડકાર ઊભો થયો કારણ કે વડગામ વેબસાઈટ ઉપર સારી એવી સંખ્યામાં લેખો અને માહિતી મુકી હોવાથી તેની સંપૂર્ણ જાળવણી અને નિભાવણી કરવી જરૂરી બની ગયું.

આ માટે વિવિધ જગ્યાએ તપાસ કરતા સંતોષકારક ઉકેલ મળતો નહોતો. આ દરમિયાન મે મારા એક મિત્ર શ્રી વિપુલભાઈ એન ચૌધરી કે જેઓ વડગામ તાલુકાના કરનાળા ગામના વતની છે અને ધંધાર્થે પાલનપુર સ્થાયી થયેલ છે કે જેમણે પાલનપુર ટેલિફોન ડિરેક્ટરી નામે મોબાઈલ એપ તૈયાર કરેલ છે તેમનો સંપર્ક કર્યો તો તેમણે અંગત રસ લઈ મને વેબ ડેવલોપરના જાણકાર એવા પાલનપુરના ચાર યુવાનોના સંપર્ક નંબર શોધી આપ્યા. પ્રથમ નંબર જ દિપ્તેશભાઈ જોષીને લગાવ્યો અને નશીબજોગે તેઓ વડગામ તાલુકાના મેમદપુર ગામના જ વતની નિકળ્યા. તેઓને મેં જણાવ્યું કે દિપ્તેશભાઈ મારે વડગામ વેબસાઈટના ડેટા અન્ય વેબસર્વર ઉપર માઈગ્રેટ કરવા છે તો શું ચાર્જ લેશો તો વડગામનું નામ સાંભળીને તેઓએ મને કહ્યું કે નિતિનભાઈ હું તમને થોડીવારમાં ફોન કરું છું. દરમિયાન તેઓ એ શ્રી હાર્દિકભાઈ જગદિશભાઈ રાવલ કે જેઓ પાસેથી પોતે વેબ ડેવલોપરનું કામ શીખ્યા હતા તેમનો સંપર્ક કરી મને હાર્દિકભાઈનો સંપર્ક કરવા જણાવ્યું કારણ કે હર્દિકભાઈ પોતે વડગામના વતની હતા. હાર્દિકભાઈનો મારે પરિચય ખરો પણ તેઓ વેબડેવલોપરનું કામ જાણે છે તેની મને માહિતી નહતી.

ગૌરવ સાથે કહેવુ પડે કે હાર્દિકભાઈનો પ્રથમ જવાબ હતો નિતિનભાઈ અમે પણ વડગામના વતની છીએ અમને પણ સેવાની તક આપો. મારે કાંઈ જોઈતુ નથી આપણી વેબસાઈટ માઈગ્રેશનનું તમામ કામ હુ કરી આપીશ. મે કહ્યું પણ તમે બિજા કરતા ઓછો ભાવ લો પણ તમારે આ કામગીરીનો ચાર્જ તો લેવો પડે. ઘણુ સમજાવા છતાં તેઓ ટસના મસ ના થયા તે ના થયા. વિવેક અને નમ્રતા સાથે એક માત્ર વતન પ્રત્યેની લાગણીને લઈને ડેટા માઈગ્રેશનનું તો કામ કરી જ આપ્યુ સાથે સાથે વડગામ વેબસાઈટ માટે Hosting Server ની પણ કોઈ પણ કિંમત લીધા વિના સગવડ કરી આપી.

આવા યુવાનો પ્રત્યે વડગામ તાલુકાના પ્રજાજનો સદા ગૌરવ અનુભવશે કે જેમની વતન પ્રત્યેની અતૂટ લાગણી અને સહકાર થકી વડગામ વેબસાઈટને જીવંત રાખવાનું શક્ય બની રહ્યું છે. શ્રી હાર્દિકભાઈ જગદિશભાઈ રાવલ (વડગામ) , શ્રી વિપુલભાઈ એન. ચૌધરી (કરનાળા), શ્રી દિપ્તેશભાઈ જોષી (મેમદપુર) સર્વેનો આ તબક્કે સમગ્ર વડગામ તાલુકાના પ્રજાજનો વતી આભાર વ્યક્ત કરું છું.

– નિતિન પટેલ (વડગામ)