પાલનપુરી બોલી : હારૂન બિહારી. ભાગ – ૧
[વડગામ તાલુકાના મેપડા ગામના વતની શ્રી હારૂનભાઈ બિહારી દ્વારા સ્વરચિત પાલનપુરી બોલી અહીં સમયાંતરે મુકવામાં આવશે આજે આપણે તેમના દ્વારા રચિત પાલનપુરી બોલી ભાગ-૧ નો આસ્વાદ માણીશું. આપ હારૂનભાઈનો તેમના મોબાઈલ નં ૯૯૦૯૫૭૫૩૧૭ ઉપર સંપર્ક કરી શકો છો.]
[૧]
ની ફાવતા
મુહ ફેરકે ચલે જોણા મજ ની ફાવતા,
સચ બાત જૂથ બતોણા મજ ની ફાવતા,
દિખાતે હે દયા આજ ઉપર સી મોણસ,
ઐસી ઉપરસી દયા દીખોણા મજ ની ફાવતા,
આ બાજુ વખોણે આ બાજુ નીંદા,
ઐસી દો બાજુ ધોલક બજોણા મજ ની ફાવતા,
ઉડાતે મોણસ કોણે બોબડે મજાક ઐસી મજાક ઉડોણા મજ ની ફાવતા,
ફેશન મે ફરતે હે ન ખુદા સે કહતે હે નવા જમોના મજ ની ફાવતા,
આ જમોના મો લોગ વ્યસન અને ફેશન મો સમય બરબાદ કરી હી,
એવા સમય બરબાદ કરના મજ ની ફાવતા,
એક બાજુ લોગ જનતા વાયદે વતારીયે હી, બીજી બાજુ પોતાકી વાહી વાહી કરા રીયે હી,એવા મજે ઉલ્લુ બનાતો ની ફાવતા,
કલમ તો કહતી હે લીખતા જા મીયો હારૂન પર ઐસા ખરા ખોટા લીખણા મજની ફાવતા…..
[૨]
આયા હે ખુશીયો કા સમુહ લગન,
ની હે કોઈ નના ની હે કોઈ મોટા,
બધે હી સર્વ સમાન આ હે સૌ કા સમુહ લગન,
ની હે કોઈ ગરીબ, ની હે કોઈ અમીર,
આ હે સર્વ મ,મંગલ કા સમુહ લગન,
રાહ દેખ રીએ હી કઈ રીસાયેલે આવગા ઈસ્કા વારા,
પણ કા કરી બચારે આતો આવ ગીયા સમુહ લગન,
ની રેકોઈ રીસાયેલા, કે ની રે કોઈ મોદા ઘરો ,
આ હે સર્વ મંગલ કા સમુહ લગન,
સુખી વોય ગે વો લોગ જે સમુહ કુ જગાયા હે,
બસ આ હે સર્વ મંગલ કા સમુહ લગન કી દુઆ ઓ કા દરબાર.
[૩]
સફર સી પાછા આવણ મોગહે ,
પંખીડા ઘર સોઘહે,
કોઈ નેશાળ કી ઘન્ટડી વઘાદે,
યે છોકરા નેશાળ જોણા મોઘે હે,
અનો તો સ્વાસો કે લાલે પડી હી,
આ ગોડા ખેડુત ઝેર ખોણા મોઘ હે,
સચ્ચાઈ તો યે હે કી યે હમારા હક્ક દબા રખણા મોઘ હે,
સોભળયા હે કી યે હજ પધણા જોણ મોઘ હે.,
[૪]
નકોમ કી ઓંખો હી જો નુર ની હે,
તમે મેરસી છેટે હો એ મજ મઝુર ની હે,,
એક વાર દેખલુ તમોકુ ઈચ્છા હે મનમો,
આવો તો આવણસી મજબુર ની હે,,
આ દુનિયા છુટી-છવાઈ વો જાય ઈસકા મજ દુખ ની હે,
તમે મેરસી છુટે વો જો એ મજ મંઝુર ની હે,,
મુ તમોકુ રોજ મળ ની શકતા!
આ શોસીઅલ મીડીયા હે! મેરા ઘર કે ધાણધાર ગ્રુપ કી ઓફીસ ની હે,,
તમે ભુલ પણ જો એ ખુબ લોબા ટાઈમ કી વાત હે,
સરનામા યાદ રખો! હારૂન તમારા સી છેટા ની હે.
[૫]
એક ખેડુત કા પોકાર
કા રીત જીવણા અમાર…
આજ કા રીત જીવણા અમાર…
આ ખરી મોઘવારી મો …..ઉંચે ભાવો મો….
આજ કા રીત જીવણા અમાર..
ખેત બિયારણ કે ચડે ભાવ આભલ ….
અન કા રીત દેવા ભરના અમાર…
વાયે તે બટાકે દેવા ચુકવણ..બટાકામોય કડાકા વોયા
અવ કા રીત દેવા ભરના અમાર
એક બાજુ રોમેણ પોણી કી અન મજુરો કી
અન કા રીત ખેતી કરની.. કોસી લાવણી કમોણી…
આજ કા રીત જીવણા અમાર
ઔધીગપતિઓ કા યુગ મો ભુલી સરકાર અમગરીબ ખેડુત કુ…
આજ કા રીત જીવણા અમાર
સ્થિતી હે અમારી ખુબ દયનીય દુખ ભરી ..
એક જોડી જે ને તેર તુટીહી ..પછી કા રીત જીવણા આમારે
આશા હે અમોકુલોબી કોક દાડ તો વારા આવગા
પણ, આ ઝ્ડપીકા યુગમો બધા વેરા ગીયા હે,
કા રીત જીવણા અમારા કા અવ રીત જીવણા અમાર
– હારૂનખાન બિહારી- મેપડા, તા. વડગામ

 Follow
 Follow
A6@ likho ho
thanks