વ્યક્તિ-વિશેષ

સ્વ.શ્રી ફલજીભાઈ ડી. પટેલ – જીવન ઝરમર

 

જન્મ સ્થળ  :- જલોત્રા (તા. વડગામ)

જન્મ તારીખ :- ૧૬.૦૪.૧૯૧૬

મ્રુત્યુ તારીખ  :- ૧૧.૦૨.૧૯૭૫

 

 

  • જલોતરા ગામમાં સા.કે. મંડળ સંચાલીત શ્રેયસ વિધ્યાલયની સ્થાપના કરી (૧૯૫૮) આજીવન ચેરમેન રહ્યા.
  • જલોતરા સેવા સહકારી મંડળીના આજીવન સભ્ય ૧૯૭૪-૭૫ ચેરમેન રહ્યા.
  •  આંજણા પટેલ કેળવણી મંડળ ૧૫.૦૫.૧૯૬૨ થી ૦૮.૦૪.૧૯૬૭ સુધી પ્રમુખ તથા આધ્યસ્થાપક
  • બાકીના સમય માટે કારોબારી સભ્ય
  •  આંજણા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટી
  • પાલનપુર-વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી,પાલનપુરના આધ્યસ્થાપક.
  • તા.૦૧.૧૦.૧૯૫૭ થી ૧૯૬૧ સુધી ડીરેક્ટર તરીકે રહ્યા.
  • તા. ૧૦.૦૩.૧૯૬૬ થી ૧૧.૦૨.૧૯૭૫ સુધી ચેરમેન પદે રહ્યા.
  • તા. ૦૫.૧૦.૧૯૭૪ પછીના નવા બોર્ડમાં પણ ડીરેક્ટર તરીકે ચૂંટાયેલ.
  • બનાસકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ૧૯૭૩-૭૪ ઉપપ્રમુખ તેમજ વર્ષો સુધી ડીરેક્ટર તરીકે પણ કામગીરી બજાવેલ.
    ૧૯૬૭ ની સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસી ઉમેદવાર તરીકે દાંતા-વડગામ મતદાર વિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચુંટાયેલ. પાંચ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે રહેલ.
  • ૧૯૭૨ માં કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે રહ્યા.
  • ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટી.
  • બનાસકાંઠા જિલ્લા ખેડુત મંડળ, પાલનપુરના આધ્યસ્થાપક તથા આજીવન હોદ્દેદાર તરીકે રહ્યા.
  • બનાસકાંઠા જિલ્લા ખેડુત મંડળના હોદ્દેદાર તરીકે ૧૯૫૮, ૧૯૬૧ અને ૧૯૬૫ એમ ત્રણવાર કિસાન સ્પેશ્યલ ટ્રેઇનોનું આયોજન કરી જિલ્લાના ખેડુતોને ભારતદર્શન કરાવવામાં અગ્ર ભાગ ભજવ્યો હતો.

 

(શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સ્મ્રુતિગ્રંથ – ૨૦૦૩ માંથી સાભાર.)