વડગામનું ગૌરવ મંથન જોષી – એક પરિચય
વડગામ તાલુકાના મહેમદપુર ગામના વતની અને સુરત સ્થિત શ્રી મંથન પંકજકુમાર જોશી કે જેઓએ ઇલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકેનો અભ્યાસપૂર્ણ કર્યો છે પણ સાહિત્યમાં રૂચીને કારણે તે સાહિત્ય જગતમાં નવી ઉંચાઈઓને આંબી રહ્યા છે. તેમની ઝળહળતી ઉજ્જ્વળ કારકિર્દીની આછેરી ઝલક વડગામ.કોમ ઉપર આપવાનો પ્રયત્ન કર્યો છે. આ યુવાનની ક્ષમતા જોતા આવનાર સમયમાં એમની સિધ્ધીઓ વિશે વડગામ.કોમ ઉપર ઘણુ લખવાનું થશે. તો આવો આપણા સૌના માટે ગૌરવરૂપો મેમદપુર (વડગામ)ના વતની મંથન જોષીનો થડો પરિચય મેળવીએ….
મંથનભાઈએ ૨૦૧૬ માં એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂરો કર્યો એ સમયે સુરતમાં નાટકો ક્ષેત્રે કામ ચાલુ જ હતું. એ સાથે સાહિત્ય માં રસ હોવાના કારણે , વિશ્વની લગભગ દરેક મુખ્ય ભાષા ના સાહિત્ય નો તેમણે અભ્યાસ શરૂ કર્યો. અને જેના પરિણામે અત્યારે ૮૫૦ થી વધુ પુસ્તકો નો અભ્યાસ થયો છે. સાથે એટલો જ વિશ્વ કક્ષાની ફિલ્મો નો પણ. લખવું , વાંચવું એ માત્ર શોખ ના રહેતા પેશન બન્યું અને એટલે જ એન્જીનીયર ની ફિલ્ડ થી લેખન ની ફિલ્ડ માં કરિયર બનવાનું નક્કી કર્યું.
જૂન ૨૦૧૬ માં એન્જિનિયરિંગ પૂરું કર્યું અને જુલાઈ ૨૦૧૬ થી દિવ્યભાસ્કર ની રેડિયો કંપની માય એફ એમ ૯૪.૩ માં લેખક તરીકે કામ શરૂ કર્યું. એ સાથે ૪૦૦ થી વધુ કવિતાઓ લખી , વાર્તા ઓ લખી જે હવે નજીક ના ભવિષ્ય માં પુસ્તક રૂપે આવશે. જુલાઈ ૨૦૧૮ થી રેડિયો સિટી ૯૧.૧ માં લેખક તરીકે જોડાણ કર્યુ. સાથે સુરત , અમદાવાદ , મુંબઈ , રાજકોટની અલગ અલગ advertising company સાથે લેખક તરીકે કામ શરૂ કર્યું.
એ સમયે માં ૨૦૧૬ માં મંથનભાઇએ કેરેક્ટર નાટક લખ્યું અને એમાં એક્ટિંગ કરી જે સુરત મહાનગર પાલિકા ની નાટક સ્પર્ધા માં સિલેક્ટ થયું. સાથે મુંબઈ ખાતે ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં top ૯ નાટકો માં સિલેક્ટ થયું.
અને હમણાં , ગુજરાતી ફિલ્મ ચાસણી માં લેખક તરીકે કામ કર્યું , જેમાં ગીતો લખ્યાં. સ્ક્રીન પ્લે અને ડાયલોગ લખ્યાં. જે ફિલ્મ અત્યારે ગુજરાત અને મુંબઈ માં અઠવાડિયા થી ધૂમ મચાવી રહી છે.
અને આજ વર્ષે બીજી બે ફિલ્મો આવશે જેમ પણ લેખક તરીકે કામ કર્યું છે.
શ્રી મંથનભાઈ સતત ગૌરવરૂપ પ્રગતિની ઊંચાઈઓ સર કરતા રહી વડગામ તાલુકાનું નામ દેશ દુનિયામાં રોશન કરતા રહે તેવી વડગામ.કોમ અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવે છે.