વિશેષ પ્રવૃતિઓ

રક્તદાન શિબિર – ૨૦૧૨ @ વડગામ.

Blood Donation Camp-2012 @ VAdgam

વડગામ ગામ ચૌધરી યુવા પરિવાર દ્વારા રક્તદાન પ્રવ્રુતિ આગળ ધપાવતા ફરી એકવાર મહાત્મા ગાંધીના જન્મદિન દિવસ  તા.૦૨.૧૦.૨૦૧૨ને મંગળવારના રોજ પાલનપુર સ્થિત ભૂમિ બ્લડબેંકના સહયોગથી રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરી ૫૧ બોટલ રકત એકત્ર કરી સમાજ ઉપયોગી પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે.રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરતા વડગામના વિવિધ સમાજોના યુવાનો દ્વારા પોતાના અમૂલ્ય રક્તનું દાન કરી સમાજને નવો રાહ ચિંધવામાં યશભાગી બન્યા છે.આજના પ્રસંગે રક્તદાતાઓ માટે સીરપની વ્યવસ્થા શ્રી કમલેશભાઈ લક્ષ્મણભાઈ ડેકલીયા તેમજ બિસ્કીટની વ્યવસ્થા શ્રી શૈલેષભાઈ હેમરાજભાઈ ચૌધરી દ્વારા ,જમવાની વ્યવસ્થા વડગામના ઘરેણા જ્વેલર્સના શ્રી રતુભાઈ રાજસંગભાઈ પટેલ દ્વારા પુરી પાડવામાં આવી.આ ઉપરાંત ચા-પાણી અને જમવાની વ્યવસ્થા વડગામ યુવા ચૌધરી પરિવાર દ્વારા કરવામાં આવી,આમ ગામના દરેક યુવાનોના સાથ અને સહકારથી આજનો રક્તદાન શિબીરનો મહત્વપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

રક્તદાન શિબિરના ફોટોગ્રાફ્સ જોવા માટે અહીં ક્લિક કરો.