જનરલ માહિતી

About Vadgam Taluka.

વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.  ભૌગોલીક સ્થાન અક્ષાંશ ૨૪.૦૫ રેખાંશ ૭૨.૨૮ વડગામમાં ૧૧૦ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો બાજરી,મગફળી, મકાઇ, કપાસ , એરંડા, તલ, મગ, અડદ, રાઇ, ચણા, ઘઉ, બટાકા, મેથી, લસણ, રજકો, જુવાર, જવ છે. વડગામ તાલુકાના  લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી ,ડાયમંડ તેમ જ પશુપાલન છે.  તાલુકા નાં લગભગ દરેક  ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઘઉ,બાજરી,રાયડો અને એરંડા મુખ્ય પેદાશો છે.કપાસ,મકાઈ,કઠોળ પણ કેટલાક વિસ્તારો મા થાય છે.શેરડી,વરી કમોદ ની ખુશ્બુ ભુતકાળ બની ગઈ છે. મુમનવાસ-મોરીયા ના પટ્ટા મા મગફળીની ઉપજ થાય છે.વડગામ તાલુકા મા ખેડૂત મહિલાઓના ભારે પરિશ્રમ ના પરિણામે દૂધનો વ્યવસાય ખુબ જ સારો વિકાસ પામેલ છે.

વડગામ તાલુકો એ ૧૧૦ ગામો સાથે સંકળાયેલો તાલુકો છે.

એક સમયે બનાસકાંઠા જીલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકો ધાન્ધાર પંથક તરીકે ઓળખાતો હતો કારણ કે અહીંથી વર્ષો અગાઉ બે કાંઠે સરસ્વતી નદી પસાર થતી હતી.જેના પાણીથી આ વિસ્તારમાં ધાન પુષ્કળ પાકતુ હતું.પરંતુ સરસ્વતી નદી પર મુક્તેશ્વર ડેમ બંધાતા નદીનું વહેણ બંધ થઈ ગયુ છે.જો કે ડેમ ના કારણે સમગ્ર તાલુકાના ખેડુતોને પિયત માટે પાણી મળી રહેવાની આશા બંધાઈ હતી.પરંતુ અનિયમિત અને ઓછા વરસાદના કારણે ઘણી વખત ડેમ ભરાતો નથી અને ભરાય છે તો તેનું પાણી છેક ખેરાલુ તાલુકામાં છોડાય છે.પણ જે તાલુકાની ધરતી પર ડેમ બંધાયો છે તે તાલુકામાં ડેમનું પાણી છોડાતું નથી.તેથી આ તાલુકાના ખેડુતો નદી કાંઠે તરસ્યા રહી જતા ઘરના છોકરા ઘંટી ચાટેને પડોશીને આટો જેવો ઘાટ ઘડાયો છે.જેના કારણે આ તાલુકામાં ભુગર્ભ જળ ઉત્તરોત્તર નીચે જતા ખેડુતો માટે પિયતનો યક્ષ પ્રશ્ન સર્જાયો છે.

૧૧૦ ગામો ધરાવતો વડગામ તાલુકાને હવે પછાત તાલુકો ગણાય છે અને આ પછાત ગણાતા વડગામ તાલુકાની પ્રજા મોટા પાયે  પશુપાલન અને ખેતી ઉપર નભે છે. ત્યારે છેલ્લા કેટલાંય સમયથી ચોમાસુ નિષ્ફળ જતાં પાણીના અભાવે ખેડૂતોને ખેતીનું ઉત્પાદન થતું નથી. જેના કારણે પશુપાલન ઉપર નભતા ખેડૂતો વ્યવસાય કરી રહ્યાં છે. એમાંય ઘાસચારો અન્ય જિલ્લામાંથી ઉંચા ભાવે ખરીદવો પડે છે.

વડગામ તાલુકામાં ભૂગર્ભ જળની કટોકટી ઉભી થવા પામી છે. જેથી ખેતી અને પશુપાલન પર નિર્ભર આ તાલુકાના લોકોની હાલત કફોડી બની જવા પામી છે. સરકાર દ્વારા વડગામ તાલુકામાં આવેલા મુખ્ય મુકતેશ્ર્વર જળાશય સહિત કરમાંવદ  સરોવર, બલાસર તળાવ તેમજ ઉમરેચા રિચાર્જ બેરેજને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ભૂગર્ભ જળ ઉંચા આવે તેમજ આ જળાશય, તળાવ અને રિચાર્જ બેરેજમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે તેવી વડગામ તાલુકાના ખેડૂતોની વર્ષો જુની માંગ છે.

ધાન્ય ધરા ધાનવર ગણાતા વડગામ તાલુકામાં એક સમયે સારાય પાકને લીધે સરસ્વતી કાંપણી મેત્રયણ નદી  બારેમાસ વહેંતી હતી ત્યારે ખેડૂતોને અનાજના ભંડાર ભરેલા રહેતા. શિયાળુ , ઉનાળુ સિઝનમાં પેદા થયેલ અનાજનો વિનિમય કરતાં પણ વધતું જેથી બહારના વિસ્તારમાં અનાજ નિકાસ થતું હતું.વડગામ તાલુકામાં શેરડી અને કમોદનું ઉત્પાદન વિશેષ થતું. પરખડીની કમોદ ત્યારે વખણાતી.

[ આગળ વાંચવા અહીં ક્લિક કરો ]