જનરલ માહિતી

અગત્યની જાહેરાત: નિબંધ સ્પર્ધા: ૨૦૧૪

આપ સૌ જાણો છો તેમ આપણી વડગામ તાલુકાની વેબસાઈટ www.vadgam.com ઉપર સમગ્ર તાલુકાની ઉપયોગી માહિતી સમાંયતરે પ્રસિધ્ધ કરવામાં આવે છે, જેના થકી દેશ-વિદેશમાં વસતા આપણા તાલુકાના ગ્રામજનો તથા સ્થાનિક રહિશો પણ તાલુકાની ઐતિહાસિક તેમજ નવિન માહિતીસભર લેખો દ્વારા પોતાની તાલુકા વિશેની અજાણ માહિતીથી માહિતગાર રહી શકે છે,જે અંતર્ગત નાંદોત્રાના વતની ભાઈ શ્રી દિનેશભાઈ જગાણીનું મહત્વનું સુચન હતુ કે નીચે મુજબનો નવતર પ્રયોગ આ વેબસાઈટના માધ્યમથી કરીને તાલુકાના બાળકો, યુવાનો અને વડિલોમાં રહેલી સર્જન ક્ષમતાને દુનિયા સમક્ષ વ્યક્ત કરી શકાય અને સર્જકોને પ્રોત્સાહિત કરી શકાય જે હેતુ થી આપણે એક શુભ શરૂઆત વડગામ તાલુકાના રહીશ હોય તેવા વિદ્યાર્થીમિત્રો મારફત કરવા જઈ રહ્યા છીએ. જો કે દરેક શાળાઓ સુધી કેવી રીતે આ જાણકારી પહોંચાડવી તે બાબત વિચારાધીન છે…એક તો સ્થાનિક વર્તમાનપત્રોમાં આ વિષયક જાહેરાત આપી શકાય તેમજ પેમ્ફલેટ છપાવીને વર્તમાનપત્રોના માધ્યમ દ્વારા દરેક શાળા સુધી પહોંચી શકાય પરંતુ તે અંગે આર્થિક યોગદાનની જરૂરિયાત ઊભી થાય તો આપ સૌને નમ્ર નિવેદન છે કે આ શુભકાર્યમાં આપ પણ સહભાગી બનશો તો કાર્ય ઘણું સરળ બનશે આ ઉપરાંત આપ આપના ગામની શાળામાં આ જાહેરાત પહોંચાડીને પણ આપનું અમૂલ્ય યોગદાન આપી શકો છો. જો આપ આ શુભકાર્યમાં સહભાગી થવા ઇચ્છતા હો તો આપનું સ્વાગત છે. વધુ માહિતી માટે તેમજ આપના સુચન માટે આપ ઈ-મેલ nitin.vadgam@gmail અથવા તો મોબાઈલ નં ૯૪૨૯૪૦૭૭૩૨ અથવા તો ૯૮૭૯૮૬૦૯૯૬ ઉપર અમારો સંપર્ક કરી શકો છો. – તંત્રી (www.vadgam.com)

 

જાહેરાત: નિબંધ સ્પર્ધા: ૨૦૧૪

 

આથી વડગામ તાલુકાના તમામ વિદ્યાર્થીમિત્રો, શાળાના આચાર્યશ્રીઓ ને જણાવવાનુંકે,

વિધાર્થીઓમાં રહેલી આતરિક શક્તિઓ જાગૃત કરવાના હેતુથી વડગામ.કોમ વેબસાઈટ દ્વારા એક  નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા મિત્રોએ નીચે જણાવેલા વિષયો પૈકી કોઈ એક વિષય પર નિબંધ લખી મોકલવાનો રહેશે.

  • તમારા ગામમાં આવેલી કોઈ સુંદર પ્રાકૃતિક જગ્યા, પર્વત, નદી વિશે.
  • ગમતા પુસ્તક કે લેખક વિશે.
  • પ્રવાસ વર્ણન
  • વડગામ તાલુકામાં આવેલ કોઈ સુંદર સ્થળ વિશે.
  • કળા ને લગતા કોઈ વિષય પર.

કૃતિ મોકલવા માટે:

  • તમારી કૃતિને શ્રુતિ front મા ટાઇપ કરી અમારા ઈ-મેઈલ આઈડી પર મોકલી આપો. (સાથે સુંદર ફોટોગ્રાફ પણ મોકલી શકાય.)
  • અથવા કોરા કાગળ પર એક બાજુએ સુવાચ્ય અક્ષરે લખી અમારા સરનામે મોકલી આપો.
  • કૃતિ મોકલવાની છેલ્લી તારીખ ૩૦/૦૧/૨૦૧૪ છે.
  • સરનામું :- નિતિન લક્ષ્મણભાઈ પટેલ, લક્ષ્મણપુરા (વડગામ), પો-તા-વડગામ, જિ.-બનાસકાંઠા.

 

પ્રથમ કૃતિને ઇનામ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ પ્રથમ ત્રણ  કૃતિઓને વિધાર્થીમિત્રોના ફોટા તેમજ શાળાના નામ સાથે વેબસાઈટ પર મુકવામાં આવશે. કૃતિ પસંદગીને લગતા તમામ નિર્ણયો આયોજકોના રહેશે. નિયમોમાં ફેરફાર કરવા/રદ કરવાના તમામ હક vadgam.com ને રહેશે.