મારો બ્લોગ

અભિનયનાં અજવાળા પાથરતી કોમ.

નાત,જાત અને કોમ એ બધાને ભલે આપણે ધિક્કારીએ પરંતુ હકીકતે આ બધી કોમોમાં આપણો સમાજ વિભાજિત રહેલો છે.રાજકારણની દ્રષ્ટિએ નહિ પણ સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ દરેક કોમ અને તેમાં ઉતરી આવેલા આનુવંશિક સંસ્કારો અને વૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવે તો ઘણી રસમય બાબતો મળી આવે છે.ગુજરાતમાં અનેક આનુંવંશિક અને પરંપરાગત ધંધાઓ તથા વ્યવસાયો કરતી કોમો છે.પરંતુ આ બધીમાં સંગીત, નૃત્ય અને નાટ્ય એમ ત્રિવિધ કલાને વરેલી કોઈ કોમ હોય તો તે ત્રાગાળાની કોમ છે.ત્રાગાળા-ભોજક કોમ નાયક તરીકે ઓળખાવા લાગી છે.તે બીજા ક્ષેત્રોમાં નાયક એટલે નેતાઓ છે કે નહિ તેની જાણ નથી,પણ સંગીત- નૃત્ય -નાટ્યના ક્ષેત્રને તેઓ સદીઓ થયા ખુંદી વળ્યા છે તેમાં તેઓ જરૂર નાયક છે.બુધ્ધિ અને કલાજીવી આ કોમ છે.રૂપ,અભિનય અને વાકપટુતા કુદરતે આપેલી તેમની બક્ષિસો છે.નાટ્ય અને સંગીતકલાની દ્રષ્ટિએ અભ્યાસ કરવા જેવી આ કોમ છે. [ વધુ વાંચવા અહીં ક્લીક કરો.]