નવરાત્રી-મહાશક્તિ ની પૂજા અર્ચનાનું પર્વ..
વડગામ પંથકના ગામડાઓમાં નવલી નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ત્યારે જે ગરબો ગુજરાતના ગામડે ગામડે અને શહેરેશહેરમાં અતિ લોકપ્રિય લોકનૃત્ય છે તેની પાછળ ઘણો મોટો ઇતિહાસ પડ્યો છે,અને આર્યોના આગમન પહેલાંના સિંધુ-સંસ્કૃતિ કાળ જેટલો તે જુનો છે.પ્રાગૈતિહસિક કાળમાં ગુજરાત સિંધુ-સંસ્કૃતિનો અંતર્ગર્ત ભાગ હતું તે તો લોથલના અવશેષો પરથી સિદ્ધ થયું છે.સિંધુ-સંસ્કૃતિ ના જે અવશેષો મળી આવ્યા છે તેમાં માતાજીની મૂર્તિઓ મળી આવતા આ કાળમાં શક્તિપૂજા અસ્તિત્વમાં હતી તેમ માનવામાં આવે છે.આમાં શિવની મૂર્તિઓ અને શિવલિંગો પણ મળી આવતા શિવ અને શક્તિ એ આર્યોના નહિ પણ અનાર્યોના દેવો હતા તેમ સિદ્ધ થાય છે.[વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.]