મારો બ્લોગ

લગ્નગીતો અને ફટાણાં

www.vadgam.com

(પ્રસ્તુત લેખના મૂળ લેખક આદરણિય શ્રી મણિલાલ હ. પટેલ સાહેબે આ લેખ મારા બ્લોગ ઉપર લખવાની પરવાનગી આપી તે બદલ તેઓશ્રી નો આભાર.આ લેખ જે પુસ્તકમાં તેઓશ્રી દ્વારા લખવામાં આવ્યો છે,તે પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતમા આપવામાં આવી છે.)

લોકગીતોના વર્તુળમાં લગ્નગીતો વ્યાસ જેવા છે.બધી જ કોમોને તથા ગોળ-વાડાઓને પોતપોતાના લગ્નગીતો છે.એમાં ઘણા ગીતોમાં સમાનતા મળે.કેટલાક ગીતોમાં શબ્દો ને લય જુદા પણ હોય. થોડાક ગીતો તો દરેક જ્ઞાતિ ને પોતાના આગવાં પણ હોવાનાં જ.વળી જૂની પેઢી દ્વારા ગવાતા લગ્નગીતોમાં નવી પેઢી થોડા ફેરફાર પણ કરે છે. દા.ત.-

કાળી કાળી વાદળીમાં વિમાન ઉડે,

નીચેની દુનિયા જોયાં કરે…..

ભણેલા ભૂદરભૈ છાપાં વાંચે

અભણ રેવીવહુ દીવો ધરે !

એક જમાનામાં ભણેલા ભૂધરભાઈઓ ‘નામુ’ લખતા કે ‘કાગળ વાંચતા’ ને અભણ વહુઓ ‘પાણી ભરતા’ ને ‘વાંસીદા વાળતા’ એવી રીતે પણ આવાં ગાણાં ગવાતાં.આજે ‘ભણેલા અમિતભાઈ ટી.વી. જુવે’ ને ‘અભણ મિતાવહુ સેવા કરે….’ એમ ગવાય છે.સમાજજીવનમાં જેમ જેમ પરિવર્તન આવે છેતેમ તેમ લોકગીતોમાં- ખાસ તો લગ્નગીતોમાં – પણ એના પડઘા પડે છે.જીવનધોરણ એનું પણ પ્રતિબિંબ ગીતોમાં પડે છે.એ દ્રષ્ટિએ જોઈએ તો બદલાતો સમાજ,એની આંતરિક ગતિવિધિઓને લગ્નગીતો સવિશેષ ઝીલે  છે.લગ્નગીતો હજી પ્રજાજીવનથી વિમુખ નથી થયા.બલકે આજેય એ કૈંક અંશે ગામડામાં તો ગવાય છે. જો કે ગાનારાઓની કોલેજિયન પેઢી (બહુ ઓછી એવી છોકરીઓ મળે જે કોલેજ-ભણતી હોય ને લગ્નગીતો ગાતી હોય; એને શરમ આવે છે; જો કે ડિસ્કો કે અદ્યતન  ફિલ્મીશાઈ ગરબા ગાતાં એને સંકોચ થતો નથી ! ) લગ્નગીતોમાં નવતા – તાણીતૂસીને પણ  – નવીન સંદર્ભો લાવવા મથે છે.આવા સંમિશ્ર ગીતો અલગ અભ્યાસનો વિષય બને એમ છે…..[વાંચો…]