મારો બ્લોગ

રાવણહથ્થો..


ગુજરાતમાં ગજથી વાગતાં લોકવાંજિત્રોમાં રાવણહથ્થો જ એક માત્ર વાદ્ય  છે.આ વાદ્ય  ગુજરાતમાં જ નહિ રાજસ્થાનમાં પણ જોવામાં આવે છે.રાવણહથ્થો એ પ્રાચીનકાળનું પુરાણું વાજિંત્ર છે અને લૌકિક કથા મુજબ રાવણ જ્યારે સાધુ વેશમાં સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે તેના હાથમાં વાજિંત્ર હોવાથી તેનું નામ સંસ્ક્રુત ગ્રંથોમાં ‘રાવણહસ્તવીણા’ તરીકે વર્ણવવામાં આવેલ છે.રાવણહથ્થો ઘણું સાદું વાજિંત્ર છે.બે ફૂટની પોલી વાંસની દાંડી ઉપર બે તાર અગર તો ઝીણી તાંત બાંધવામાં આવે છે.નીચેના ભાગમાં કાચલી ઉપર ચામડું મઢી લેવામાં આવે છે.રાવણ હથ્થો વગાડવાનો સિધ્ધાંત લગભગ વાયોલિનને મળતો આવે છે અને ખાસ કરીને ફરતા સાધુઓ અને બાવાઓ,ભરથરીઓ લોકગીતો અને ભજનો ગાવામાં સવિશેષ ઉપયોગ કરે છે. [વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.]