બનાસકાંઠા બ્લોગ

એક યાદગાર પ્રવચન – પ્રવીણ ક. લહેરી

[ ‘અખંડ આનંદ સામાયિક,વાર્ષિક અંક ઓક્ટોબર-૨૦૧૧માંથી સાભાર.આ લેખ મારા બ્લોગ ઉપર લખવા માટે મંજૂરી આપવા બદલ આ લેખના લેખક મા.પ્રવીણભાઈ ક.લહેરી સાહેબનો આભાર,તેમજ આ લેખ અંગે જાણકારી આપવા બદલ વડગામ ના વતની અને મુંબઈ સ્થિત આદરણીય શ્રી રમણીકભાઈ પ્રેમચંદભાઈ શાહનો આભારી છું.] ગુજરાતની સરહદે રાધનપુરમાં,રાજ્યની સ્થાપના કરનાર બાબી સરદારોના આશરે એક હજાર વર્ષ કરતાં પણ જૂના વંશવેલામાંથી પાલનપુર,બાલાશિનોર અને જૂનાગઢના બાબી નવાબોની હકૂમત વર્ષો સુધી ચાલી .જૂનાગઢ નવાબ શ્રી મહોબતખાને  સર શાહ નવાબ ભુટ્ટોને  દીવાનપદે સ્થાપી,જુનાગઢ રાજ્યનું પાકિસ્તાન જોડે જોડાણ કરવાની ચેષ્ટા કરી તેના ફળસ્વરૂપ આરજી હકૂમતની ઘટનાએ આકાર લીધો અને નવાબે જૂનાગઢ છોડી પાકિસ્તાન નાસી જવું પડ્યું. [વાંચો…]