વડગામમાં વરસાદનું આગમન
આખરે વડગામ પંથક્માં તા.૧૭.૦૬.૨૦૧૫થી ચોમાસાની શરૂઆત થઈ. મોસમનો પ્રથમ વરસાદ તા. ૧૭.૦૬.૨૦૧૫ના રોજ વડગામ કંટ્રોલ રૂમ ખાતે ૩૩ મી.મી (૧.૩ ઇંચ) નોંધાયો છે. ખેડૂતો ચોમાસુ ખેતી ની વાવણી ની તૈયારી કરી રહ્યા છે. વાવણીલાયક વરસાદ વરસ્યો છે. હવામાનમાં ગરમીનું પ્રમાણ અને આકાશમાં વાદળોની હાજરી વચ્ચે વધુ વરસાદની રાહ જોવાઈ રહી છે.