વૃક્ષારોપણ કાર્યક્રમ.
તા. ૨૬.૦૭.૨૦૧૫ ને રવિવારના રોજ સુધીમાં જો સારો વરસાદ વરસી જાય તો આ વખતે વડગામમાં કુલ ૨૫૦ આસપાસ વૃક્ષો www.vadgam.com ગ્રુપના માધ્યમથી રોપવાનો વિચાર છે. બે ખેતર ની જગ્યાઓ, લક્ષ્મણપુરા (વડગામ)નું અંબાજી મંદિર, અંતિમધામ (લક્ષ્મણપુરા રોડ) વડગામ, અને સરકારી પુસ્તકાલય ખાતે …. !!! રાબડિયા નક્ષત્ર તો હશે પણ જો દરમિયાન સારો વરસાદ થાય તો આપણો પ્રયત્ન કર્યો લેખે લાગશે. કમર કસીને બધા મિત્રો તૈયાર રહેજો…! વડગામ બહાર રહેતા મિત્રો ખાસ રજા મુકીને વડગામ પધારજો..ગૃપમાં વૃક્ષારોપણ કાર્યક્રમ માં આનંદ આવશે અને હા ચા-પાણી તો ખરુ અને નાસ્તાનું વિચારી શકાય…..!!! આપનું કોઈ સૂચન હોય તો અવશ્ય જણાવજો. – મો. ૯૪૨૯૪૦૭૭૩૨