વડગામ થી અંબાજીની ૫૧ ફૂટની ધ્વજ યાત્રા.

IMG-20170820-WA0069

શ્રાવણ વદ ચૌદશ તા.૨૦.૦૮.૨૦૧૭ ને રવિવારના રોજ વડગામમાં આવેલ  અતિ પ્રાચિન અને ઐતિહાસિક બ્રહ્માણી માતાજી મંદિરથી શ્રી બાવન વાંટા રાજ્પૂત યુવા શક્તિ મંડળ દ્વારા શાસ્ત્રોક્ત વિધી સાથે પૂજા અર્ચન કરી ૫૧ ફૂટની ધજા સાથે  જગતજનની મા અંબાને ધામ ઐતિહાસિક યાત્રાસંધનું પ્રયાણ થયું હતુ. ખૂબ જ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો હર્ષોલ્લાસ સાથે આ યાત્રામાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે શ્રી બાવન વાંટા રાજપૂત યુવા શક્તિ મંડળ દ્વારા થોડાક સમય અગાઉ તાલુકા મથક વડગામ મુકામે રેકોર્ડ બ્રેક રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ અને

IMG-20170820-WA0066તા.૨૦.૦૮.૨૦૧૭ના રોજ ૫૧ ફૂટ લાંબી ધર્મની ધજા લહેરાવી વડગામની ધરતીને પાવન કરી હતી. સમાજ નવનિર્માણ અને સામાજિક જનજાગૃતિ હેતુ યુવાનો સંગઠિત થઈ પોતાની શક્તિને કામે લગાડે તો અણધાર્યા પરિણામો મેળવી શકાય જે થોડાક વર્ષોથી વડગામ પંથકમાં જોવા મળી રહ્યા છે. વ્યસનો, કુરિવાજો, ને તિલાજંલી આપી શિક્ષણના વિસ્તાર સાથેની સ્વસ્થ યુવાન અને સવ્સ્થ સમાજ પ્રત્યેની સમજણ આવનાર ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આપશે તેવી સંભાવના જોવા મળી રહી છે. શ્રી બાવન વાંટા રાજ્પૂત યુવા શક્તિ મંડળના યુવા પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને તેમની ટીમને મા જગદંબા આશિર્વાદ આપે અને તેઓ વિવિધ સમાજલક્ષી સેવાઓ સાથે આગળ વધે તેવી www.vadgam.com શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે.