બસુના યુવાને અંગદાન કરી માનવતાને ઉજાગર કરી.

આજના કળિયુગમાં જ્યારે માનવતાનું પ્રમાણ દિનપ્રતિ દિન ઘટી રહ્યુ છે તેવા સમયમાં મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં ઉપયોગી થવું એ ભાવના માણસાઈની પરાકાષ્ઠા બતાવે છે. વડગામ તાલુકાના બસુ ગામના મુળ રહેવાસી સ્વ.પશીબેન (લીલાબેન)  અને સ્વ. નારાયણભાઈ મોતીરામ પંચાલના દિકરા સુરેશભાઈનું માત્ર ૪૬ વર્ષની નાની ઉંમરે દુ:ખદ અવસાન થાય છે પરંતુ પોતાના શરીરના તમામ મહત્વના અવયવો એવા હર્દય, કીડની, લીવર અને ચામડીના અંગદાન કરીને શ્રી સુરેશભાઈ મરણ બાદ પણ કોઈના જીવનમાં અજવાળુ પાથરી અમર થઈ જાય છે. આવા વિશાળ હર્દયી, પરગજુ અને માનવતાવાદી સુરેશભાઈ અને તેમના પરિવારજનોને વડગામ.કોમ નતમસ્તક પ્રણામ કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. સુરેશભાઈના આત્માને પરમ શાંતિ અર્પે અને કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે તેવી હર્દયથી પ્રાર્થના કરે છે…ઓમ શાંતિ..!!

Body-Donation