એદ્રાણામાં બ્રહ્મલીન સંત શ્રી હાથીરામ મહારાજ આશ્રમ નુ ખાતમુહૂર્ત

 

Hathiram Ashram

સદગત ના સતકર્મો ની યાદ સચવાઈ રહે અને યુવાપેઢી સદ્દગત ના સમાજસુધારણાના કાર્યો માંથી પ્રેરણા મેળવતી રહે તે હેતુ વડગામ તાલુકાના એદરાણા મુકામે કે જે પરમ પૂજ્ય સંત શ્રી હાથીરામ મહારાજ નું વતન છે ત્યાં એક આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેના અનુસંધાને શ્રાવણસુદ બારસ ને તા. ૨૩.૦૮.૨૦૧૮ ના રોજ બ્રહ્મલીન સંત શ્રી હાથીરામ મહારાજ આશ્રમની ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી. આ આશ્રમમાં બ્રહ્મલીન સંત શ્રી હાથીરામ મહારાજ ની મૂર્તિ ની પ્રતિષ્ઠા અને સંતમેળાવડા ના બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન મહારાજ શ્રી ના પરિવારજનો ,શિષ્યો અને ગ્રામજનો દ્વારા આવનાર દિવાળીના દિવસોમાં યોજવામાં આવશે.

પરિવારજનોનો સમ્પર્ક નંબર : ૯૭૨૩૭૦૨૩૩૯

બ્રહ્મલીન સંત શ્રી હાથીરામ મહારાજ્નુ સંપૂર્ણ જીવનચરિત્ર આપ અહીં ક્લીક કરીને વાંચી શકો છો.