વડગામમાં શૈક્ષણિક વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ યોજાયો.
સભ્ય સમાજ રચના માટેના બે મુખ્ય પાયા શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ આપવાનું કામ શાળાનું છે તો સંસ્કાર અને કેળવણી આપવાનું કામ માતા-પિતા અને સમાજનું છે. વડગામ.કોમ ઘણી વખત વડગામ પંથકની વિવિધ શાળાઓના બાળકો પાસેથી આ બાબત અંગત રીતે જાણવાનો પ્રયત્ન કરે તો એક બાબત જાણવા મળી કે બાળકના યોગ્ય વિકાસમાં ખાટલે મોટી ખોડ સંસ્કાર અને કેળવણીની છે અને એ બાબતમાં માતા-પિતા અને સમાજે જોઈએ એટલા પ્રયત્નો કર્યા હોય એવું જણાતું નથી એવા સંજોગોમાં વડગામની ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ અને કેશરબા જાડેજા જેવી શાળાઓ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર અને કેળવણી સિંચવાના પણ પ્રયત્નો કરે એ આવી શાળાઓની વિશેષતા છે.
તા. ૯ ફેબ્રુઆરી થી ૧૦ ફેબ્રુઆરી-૨૦૧૮ ના રોજ આયોજિત વાર્ષિકોત્સવમાં ગેલેક્ષી સકૂલ ઓફ સાયન્સ અને કેશરબા જાડેજા વિધ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્ર્મમાં વિવિધ કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌ કોઈને અભિભૂત કર્યા. વર્ષ દરમિયાન શિક્ષણની સાથે સતત યોજાતી વિવિધ પ્રવૃતિઓની સફળતાની રંગારંગ ઝલક આવા કાર્યક્રમોમાં થકી જોવા મળતી હોય છે. કોઇ પણ શાળાનો વાર્ષિક ઉત્સવ એ શાળાની વર્ષ દરમિયાનની ઉપલબ્ધીઓને પ્રદશિત કરવાનો અવસર છે.
સાથે સાથે તા.૧૧.૦૨.૨૦૧૮ના રોજ આ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિધ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો અને વાલીગણની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો અને બોર્ડનીપરીક્ષામાં જવલંત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આમ જોવા જઈએ તો વડગામ ના તો સંપૂર્ણ શહેર ગણી શકાય કે ના તો સંપૂર્ણ ગામડું ગણી શકાય તેવા સંજોગોમાં ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિનો સુમેળ કરી બાળકોને શિક્ષણ આપવું અને અને બંને સમાજ રચનાની સકારાત્મક બાબતો બાળકોમાં વિકસિત કરી તેમને શિક્ષણની સાથે સાથે એક જવાબદાર નાગરિક બનાવવા એ પણ જવાબદારીનું કાર્ય છે જે થોડુક કઠીન છે પણ અશક્ય નથી.
ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ વડગામના પ્રમુખ શ્રી કાનજીભાઈ એમ.ચૌધરી, આચાર્યશ્રી કિંજલબેન એલ.ભુતડીયા, કેશરબા જાડેજા વિધ્યાસંકુલના પ્રમુખ ડૉ.જ્શવંતસિંહ જે. જાડેજા, કેમ્પસ ડિરેક્ટર શ્રી કાનજીભાઈ એમ.ચૌધરી, આચાર્યશ્રી દિવીકાબેન કે. બાવા તેમજ બનેં શાળાઓના તમામ સ્ટાફગણના શાળાના વિકાસલક્ષી જવાબદાર પ્રયત્નોને વડગામ.કોમ બિરદાવે છે અને વડગામનું શિક્ષણ જગતમાં નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.
Congratulate to team galaxy & jadrja for Excellent work to draw out children efficiency through annual ceremony & farewell of 10,12th.-2018.