વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવેલા વારંદાવીર મહારાજ નાં મંદિરે વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો.

vyasanmukti-dalvana-1

વ્યસનોની જાળ માં ફસાયેલા લોકોને મુક્ત કરવા માટે ધાર્મિક સ્થળો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. કુટેવોને સુટેવો માં બદલવા માટે ધર્મસ્થાનો નો સહારો લેવામાં આવે તો કદાચ સારું પરિણામ મળી શકે. ધર્મ પ્રત્યેની આસ્થા કોઈ પણ અવસ્થા ને વ્યવસ્થા માં બદલી શકવા સમર્થ બની શકે છે જો તેનો સમાજહિત માં યથા યોગ્ય ઉપયોગ કરવામાં આવે. આવા જ એક સુંદર વિચારનો અમલ તાજેતરમાં વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવેલા આસ્થા નાં પ્રતિક સમા વારંદાવીર મહારાજ નાં મંદિરે કરવામાં આવ્યો. વારંદાવીર મહારાજ નાં મંદિરે દર પાંચમે મેળા જેવો માહોલ રહે છે આ જ તક નો લાભ લઇ ને ગામ ની પ્રાથમિક શાળા નાં બાળકો દ્વારા વ્યાસનમુક્તિ ની રેલી વિવિધ બેનરો સાથે રાખીને યોજાઈ હતી તેમજ મંદિર પરિસર માં વ્યસન મુક્ત કાર્યક્રમ સાથે નિર્દેશન યોજાયું હતું.

Vysanamukti-dalvana-2

ધાર્મિક કાર્યક્રમો ને જનજાગૃતિ નાં કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવે તો તંદુરસ્ત સમાજ રચનાં નો માર્ગ ખુલી શકે કારણ કે ગામેગામ દર વર્ષે નાના મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે તો આસ્થાની સાથે થોડીક આ પ્રકારની વ્યવસ્થા પણ જોડાય તો ઘણા સામાજિક પ્રશ્નો નો ઉકેલ આપોઆપ મળી શકે સાથે સાથે સર્જનહારના સાચા આશીર્વાદ પણ આપણને સૌ ને મળી શકે.

તા.૨૨.૦૧.૨૦૧૮ ને પાંચમ નાં રોજ ડાલવાણા ગામમાં આવેલા વારંદાવીર મહારાજ નાં મંદિરમાં દર્શનાર્થે આવતી તમામ ધર્મપ્રેમી જનતાને વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે વ્યસનથી થતા નુકશાન તથા વ્યસન છોડાવવા માટે નો પ્રેરક કાર્યક્રમ યોજાઈ ગયો જેને વડગામ.કોમ બિરદાવે છે .