વડગામ મહેશ્વરી સમાજ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો.

Blood Donation-Maheshwariતા.૨૧.૦૧.૨૦૧૮ ને રવિવારના રોજ વડગામ રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં વડગામ મહેશ્વરી સમાજ દ્વારા આયોજિત રકતદાન કેમ્પમાં મહેશ્વરી સમાજના ભાઈ-બહેનો તેમજ વડગામના અન્ય સમાજના યુવાનો મહાનુભાવોએ સંયુક્ત રીતે ૫૦ બોટલ રક્ત એકત્ર કરીને લોકહિતનું ઉમદા આવકારદાયક કાર્ય કર્યુ છે. મહેશ્વરી સમાજની બહેનોએ પણ રક્તદાન કરી ખરા અર્થમાં નારીશક્તિનો પરિચય કરાવ્યો હતો.

રક્તદાનના આ પ્રસંગે વડગામના સરપંચશ્રી ભગવાનસિંહ સોલંકી, વડગામ પંથકના વરિષ્ઠ પત્રકાર શ્રી પુષ્કરભાઈ ગોસ્વામી, ગેલેક્ષી સ્કૂલ ઓફ સાયન્સ અને કેશરબા જાડેજા સ્કૂલના વહીવટકર્તા શ્રી કાનજીભાઈ ચૌધરી, સમાજિક આગેવાન શ્રી બાબુસિંહ સોલંકી, સામાજિક સેવક અને સાગર સ્ટેમ્પ વેન્ડર ના માલિક શ્રી રતુભાઈ પટેલ તેમજ ગામના અનેક ગણમાન્ય મહાનુભાવોએ આજના પ્રસંગે ઉપસ્થિત  રહી આયોજકોને પ્રોત્સહિત કર્યા હતા  તેમજ સ્વૈચ્છિક રક્તદાન કરી પ્રસંગને દિપાવ્યો હતો.

વડગામ મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી અનીલભાઈ એમ. મહેશ્વરી, મંત્રી શ્રી વિનોદભાઈ કે. રાઠી, ખચાનચી શ્રી જયપ્રકાશ ડી. રાઠી તેમજ મહેશ્વરી સમાજના તમામ ભાઈ-બહેનોએ આજના કાર્યક્રમને સફળ બનાવવા ભાર જહેમત ઉઠાવી હતી.

વડગામ.કોમ સમાજ ઉપયોગી કાર્ય કરવા બદલ વડગામ મહેશ્વરી સમાજને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.