વડગામની સરકારી શાળાના બાળકોને ઠંડીની ભેટ !!

Sweter-donate-school-primary-vadgam-1

શિક્ષણ દિન-પ્રતિ દિન મોંઘુ થતું જાય છે ત્યારે આજથી બહુ દૂર નહિ પણ ૪ થી ૫ દશક પહેલા વડગામ પંથકના લબ્ધ પ્રતિષ્ઠિત અને સમાજના સુખી વર્ગના કે ઉજળિયાત ગણાતી કોમના નાગરિકોએ જ્યાં વિના મૂલ્યે  શિક્ષણ લીધુ હશે તે  તાલુકા મથક વડગામમાં આવેલી સરકારી તાલુકા પ્રાથમિક્શાળા-૧ માં આજે મોટે ભાગે માત્ર અતિ પછાત અને ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે દિવા જેવુ સત્ય છે. આ શાળામાં અભ્યાસ અર્થે આવતા બધા બાળકો માટે પોતાની દૈનિક જીવન જરૂરિયાત માટે અભ્યાસની ફી માફી સિવાય પસંદગીનો કોઈ અવકાશ નથી. એવા સમયે અનેક દાતાઓ ફુલ નહી તો ફુલ ની પાંખડી સ્વરૂપે આવી શાળાના બાળકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે મદદરૂપ થતા હોય છે. આવી જ એક સુંદર માનવીય ઘટના વડગામની આ સરકારી તાલુકા શાળામાં તા.૧૧.૦૧.૨૦૧૮ ના રોજ  જોવા મળી. આ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા લિલાબેન સી. પટેલના સનિષ્ટ પ્રયત્નોની ફળશ્રુતી રૂપે વડગામના પડોશી ગામ સેમોદ્રાના મૂળ વતની અને કંન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી દિનેશભાઈ એન.ચૌધરી દ્વારા શાળાના અંદાજિત ૩૮૮ વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓને ઉચ્ચ ગુણવાતાયુક્ત ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Sweter-donate-school-primary-vadgam-2આ ઉપરાંત બાળકોના વાલીઓના સહકારથી તાજેતરમાં આ શાળાની સ્થાપનાકાળથી અસ્તિત્વમાં હતો તે સ્કૂલ ગણવેશ બદલીને નવા ગણવેશનો લૂક આપવાની સરાહનીય પહેલ આ શાળાના ઉત્સાહી અને કર્મશીલ આચાર્ય શ્રી રધનાથભાઈ જેગોડા તેમજ સ્ટાફગણ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લાની ૧૭૦૦ શાળા પૈકી આ એક માત્ર શાળામાં સરકારશ્રી દ્વારા રમત-ગમત ક્ષેત્રે જુડો અને એથ્લેટીકસના કોચની સંશાધનો સાથેની સુવિધા પુરી પાડવામાં આવી છે. જ્ઞાનકુંડ પ્રોજેક્ટ અંતર્ગત Digital Class પણ આ શાળામાં કાર્યરત છે. ટૂંકમાં વડગામની સરકારી પ્રથમિકશાળા-૧ ના સનિષ્ઠ આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓની શૈક્ષણિક ઉત્તમકામગીરી વચ્ચે શિક્ષણના વેપારીકરણના  યુગમાં ભાર વગરનું ભણતર પુરી પાડતી સરકારી વડગામની આ પ્રાથમિક શાળમાં ભણવાનો  મોહ છેક છોડવા જેવો તો નથી !!

Uniform-gobt-primaryschool-1-Vadgam

વડગામ.કોમ ઉપર આ રીપોર્ટ લખી રહ્યો હતો દરમિયાન વોટ્સએપ પર  એક સમાચાર જાણવા મળ્યા કે બાળકો ના સારા શિક્ષણના વહેમ માં શહેર તરફ આંધળી દોટ મુકતા વાલીઓ ને જાણવા જેવા આજ ના સમાચાર. આજે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી UPSC  ( કલેકટર , કમિશનર ,ડીડીઓ , ડીએસપી  ) એકઝામ નું રિજલ્ટ આવ્યું . 44 ગુજરાતી ઓ પાસ થયાં એમાં 43 જણ ગ્રામીણ બેકગ્રાઉન્ડ માંથી આવે છે. ગામડા ની સ્કૂલ માં પ્રાથમિક શિક્ષણ મેળવેલા છે. આજ ફરી શહેર માથે ગામડું ભારે પડયું છે. ગામડા ના વાતાવરણ માં જે કોઢાસૂઝ બાળકો માં ડેવલપ થાય છે એ શહેરમાં ક્યારેય નથી થતી..

 

સ્વેટરના દાતા શ્રી દિનેશભાઈ એન. ચૌધરી, આચાર્યશ્રી રધાનાથભાઈ જેગોડા તેમજ શાળા સ્ટાફને વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.