વડગામનું ગૌરવ – શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર – ૨૦૧૮

Nagana-Farm-1જેવુ અન્ન એવો ઓડકાર..પશુપાલન ક્ષેત્રે અસલ ઓલાદની ગાયો/ભેંસોની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને એનું સ્થાન crossbreed (HF / Jersey) પશુઓ લઈ રહ્યા છે જેની પરોક્ષ અને પ્રત્યક્ષ અસરો ધીમે ધીમ માનવજીવનના સ્વાસ્થય ઉપર પડી રહી છે. ઓછી મહેનત અને ટૂંકાગાળાના લાભ હેતુ લાંબા ગાળાનું હિત વિસરી શોર્ટકટ અપનાવી લેવાથી અનેક સમ્સ્યાઓ ઉદ્દભવી છે એ મને ક મને સ્વીકારવું પડે તેવું છે અને એમાંથી ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ બાકાત નથી. વધુમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં અને શ્વેતક્રાંતીના રૂપકડા નામરૂપે વિદેશી ઓલાદનું પશુધન આજે દુઘ ઉત્પાદનનું મોટું બજાર બની દૂઘ જેવા પૌષ્ટિક આહાર માટે તેમજ તેમાંથી બનતી બનાવટોને લઈને ચિંતાનું કારણ બની રહ્યું છે. વિદેશી હાઈબ્રિડ બિયારણો અને રાસાયણિક ખાતરોએ આપણી ઉપજાઉ જમીનની પત્તર ફાડી નાખી છે તો વિદેશી નસ્લની ગાયોએ દુઘની પૌષ્ટિકતા ઉપર માઠી અસર કરી છે. તેવા સમયે આપણી અસલ ઓલાદની ભેંસો અને ગાયોના પશુપાલન થકી દૂઘ ઉત્પાદનનો નફાકારક ધંધો કરી આપણા વડગામ તાલુકાના અમુક પશુપાલકો અન્યો માટે પ્રેરણસ્ત્રોત બની રહ્યા છે જે અત્યંત મહત્વપૂર્ણ ઘટના ગણી શકાય.

Nagana-Farm-4પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા વડગામ તાલુકાના નગાણા ગામના વતની બિહારી ફીરોજખાન અલીશેરખાન દ્વારા કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ ૪૦ ભેંસો પોતાના નગાણા સ્થિત ફાર્મ હાઉસ મુકામે ખરીદ કરીને લઈ આવ્યા એટલું જ નહી વર્ષ દરમિયાન નગાણા દૂધ મંડળીમાં કુલ ૧૯,૨૬,૭૦૭ રૂ. નું દૂધ ભરાવ્યું અને રૂ. ૫,૦૦,૦૦૦ ના દૂધ નો છૂટક વેપાર કર્યો. આમ વર્ષ દરમિયાન કુલ રૂ. ૨૫,૦૦,૦૦૦ /- જેવી રકમનો  આ બન્ની ની ભેંસો ના પશુપાલન થકી આવક કરી. અસલ ઓલાદની ભેંસોનું પશુપાલન કરી પોતાની આગવી કોઠાસૂઝ થકી દાખલારૂપ દૂઘ ઉત્પાદન મેળવી પશુપાલન માં નોંધપાત્ર આવક મેળવવાની નોંધ ગુજરાત સરકારના પશુપાલન ખાતાએ પણ લીધી અને પરિણામ સ્વરૂપ શ્રીમાન ફિરોજભાઈને ૨૦૧૮ નું જિલ્લા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર અને રૂ. ૧૫,૦૦૦/-  નો ચેક પ્રોત્સાહન  રાશી સ્વારૂપે એનાયત કરવામાં આવ્યો.

Nagana-Farm-3વડગામ.કોમ ઉપર આ લેખ લખવાનો એક ઉદ્દેશ એ છે કે લોકમાન્યતા એવી થઈ ગઈ છે કે દેશી ઓલાદના પશુઓના પશુપાલન થકી દૂધનો નફાકારક ધંધો શક્ય નથી…એમને શ્રીમાન ફિરોજભાઈનું નગાણા સ્થિત ફાર્મ એક પ્રેરક ઉદાહરણ બની શકે…એ સમજવું જોઈએ કે યોગ્ય વ્યવ્સ્થાપન હોય, ઉંચી ઓલાદનું પશુધનહોય અને થોડી કોઠાસૂઝ હોય તો આપણી દેશી ઓલાદની નસ્લ પણ દૂધ ઉત્પાદનમાં પાછળ નથી એ સ્વીકારવું પડે અને એટલુ જ નહી ભૂલ્યા ત્યાંથી સવાર નહી તો આવતી પેઢી આપણને માફ નહી કરે એટલી મોટી સંખ્યામાં સ્વાસ્થયના પ્રશ્નો ઊભા થયા હશે અને એમાંથી પશુપાલકો ખુદ પણ બાકાત નહી હોય.

Nagana-Farm-5હા તો આપણે વાત કરી રહ્યા હતા બન્ની ભેંસની આ ભેંસની  અંદાજીત બજાર કિંમત ૧,૦૦,૦૦૦ થી ૨,૦૦,૦૦૦ ની મુકાય છે. બન્ની ભેંસ વધારે કેલેરી વાળુ પુષ્કળ દૂધ આપે છે.

શ્રીમાન ફિરોજભાઈ ને પશુપાલન વ્યવસાયમાં પ્રેરણાદાયી પહેલ કરી પશુપાલન વિભાગ દ્વારા શ્રેષ્ઠ પશુપાલકનું પ્રમાણપત્ર મળવા બદલ વડગામ.કોમ તેઓશ્રીને અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.