સકારાત્મક પ્રવૃતિઓ થકી નવી ઓળખ ઊભી કરી રહેલું ભલગામ.

Bhalgaam-1

વડગામ તાલુકાના ભલગામની આવતીકાલ ઊજ્ળી બનાવવાની આગેવાની ભલગામ યુવા વિકાસ એકતા સંગઠને ઉઠાવીને આગેવાનીની વ્યાખ્યા બદલી નાખી છે. શીખવા જેવું છે આ નાનક્ડા ગામના યુવાનો પાસેથી. મોટેભાગે દર રવિવારે કંઈક ને કંઈક ગ્રામ્યવિકાસની પ્રવૃત્તિઓ થકી આખા ગામને જોડવાની સાથે સકારાત્મક કાર્યોની હારમાળા સર્જી છે ભલગામમાં કાર્યરત યુવા એક્તા સંગઠને.

Bhalgaam-2
તા. ૦૧.૦૩.૨૦૨૦ ને રવિવારના રોજ ભલગામ યુવા-વિકાસ એકતા સંગઠન દ્વારા ગામના બાળકો માટે ગામમાં પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજ્ન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાર્થના, ભજ્ન, લોક-ગીત, દેશભક્તિ ગીત, વકૃત્વ સ્પર્ધા, મારૂ ગામ, દિકરી વિશે, ટેકનોલોજીનો ઉપયોગ વગેરે મહ્ત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. ગામના બાળકોની પ્રતિભા ક્ષમતા ખીલે અને કયા બાળક્ને કયા કાર્યમાં રસ છે તે જાણી તેવા બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડવાનું રૂડું અને પ્ર્રેરક કામ ભલગામ યુવા વિકાસ એક્તા સંગઠન કરી રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર આવ્યો એમને ભાઈચંદભાઈ હરીભાઈ પ્રજાપતિ તરફથી ઇનમા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. www.vadgam.com ભલગામ યુવા વિકાસ એકતા સંગઠન ને અભિનંદન સહ શુભેચ્છઓ પાઠવે છે.