વક્ત પે રક્ત – વડગામમાં ચાલતી રક્તદાનની અનોખી સેવા……!!

Jitendra Chaudhary-Blood Donate
પાલનપુરમાં એક વર્ષની બાળકીને રક્તની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તાજેતરમાં ૧૧ મી વખત રક્તદાન કરતા વડગામના યુવાન શ્રી જીતેન્દ્ર ચૌધરી.

અહીં આજ વડગામ ની એવી સંસ્થાની વાત કરવી છે  જેના માધ્યમથી  છેલ્લા સાડા ત્રણ વર્ષ ના ટૂંકા ગાળામાં 3320 બોટલ જેટલું રક્ત જરૂરિયાત મંદ દર્દીઓને direct donate કરીને સમાજ સેવાનું પ્રેરણાદાયી ઉત્તમ કાર્ય કર્યુ છે.

તા. 09.11.2014 ના રોજ અરબુદા એજ્યુકેશન ટ્રસ્ટ વડગામ ની સ્થાપના કરીને વડગામ ના જીતેન્દ્રભાઈ ચૌધરી અને તેમની ટીમે કોઈ અપેક્ષા વગર કોલ ઓન ધ ફોન તુરંત જે તે જગ્યાએ સ્વખર્ચે હાજર થઈ મહામુલું રક્તદાન કરી અનેક જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થયા છે. પછી તે વડગામ હોય, પાલનપુર હોય, અમદાવાદ કે પાટણ હોય કે પછી સાબરકાંઠા જિલ્લાના ના કોઈ સ્થળો હોય. છેલ્લે તેઓની ટીમ રક્તદાન માટે સુરત સેવા આપી આવી. પોતાની ટીમમાં રકતદાતાઓની યાદી દિન પ્રતિદિન વધતી રહીને આજે કુલ 1854 જેટલા રકતદાતાઓની યાદી તેમની જોડે છે અને એમાં સૌથી વધુ રકતદાતાઓનો આંકડો વડગામ તાલુકાના યુવાનોનો છે. વડગામ તાલુકામાં પણ એક ગીડાસણ ગામ માંથી કુલ 27 યુવાનો આ સેવાભાવી કાર્ય માં જોડાયેલા છે.

સંસ્થાપક શ્રી જીતેન્દ્રભાઈ એ 20 વર્ષ ની ઉંમરથી શરૂ કરીને પોતાની 35 વર્ષ ની ઉંમરમાં કુલ 11 વખત રક્તદાન કર્યુ છે એટલે કે પોતાના શરીરમાંથી 3850 ગ્રામ જેટલું લોહી કોઈકની જિંદગી બચાવવા દાન કર્યું છે. શ્રી જીતેન્દ્રભાઇ અને તેમની યુવા ટીમની ઉમદા સેવા પ્રવૃત્તિને બિરદાવી વડગામ.કોમ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે……!!!