આંતરકોલેજ બોક્સિંગ સ્પર્ધામાં વડગામના યુવાનોનો ઉત્કૃષ્ત દેખાવ…..

Boxing

આંતરકોલેજ બોક્સિંગ ભાઇઓની સ્પર્ધા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પી. જી. ભવન દ્વારા જીમખાના પાટણ મુકામે તારીખ ૧૧-૦૯-૨૦૧૮ ના રોજ યોજાઇ ગઈ. જેમાં શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી.જી.બી. પવાયા અને શ્રીમતી પી . એસ. પવાયા સાયન્સ કોલેજ, પાલનપુર ની બોક્સિંગ ભાઇઓની ટીમ દ્વિતીય નંબર આવેલ છે. ૬૯ કિલો વર્ગમાં ચૌધરી પ્રકાશ (પારપડા)-ગોલ્ડ મેડલ , ૯૧ કિલો વર્ગમાં ચૌધરી કિરણકુમાર (રૂપાલ-વડગામ)- સિલ્વર મેડલ, ૮૨ કિલો વર્ગમાં ચૌધરી ભાવિન (મડાણા) – સિલ્વર મેડલ, ૭૫ કિલો વર્ગમાં ચૌધરી મિલન (ઘોડીયાલ-વડગામ) –બ્રોઝ મેડલ, ૯૧ કિલો વર્ગમાં ચૌધરી મિતેષ (માલોસણા-વડગામ)-સિલ્વર મેડલ મેળવી કોલેજ પરિવાર , પોતાના વતન અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે તે બદલ વડગામ.કોમ મેડલ મેળવનાર તમામ યુવાનો, તેમજ ટીમના કોચ અને અધ્યાપક એવા વડગામ તાલુકાના ભરકાવાડાના વતની શ્રી વિરજીભાઈ ચૌધરીને અભિનંદન પાઠવે છે સાથે સાથે આવનાર ભવિષ્યમાં આ યુવાનો પોતાની શાળા, ગામ અને જીલ્લાનું નામ રાજ્ય, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય લેવલે રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.